PM નરેન્દ્ર મોદીનું ટ્વિટર હૅન્ડલ હૅક, 'અમને એમ કે 15 લાખ બિટકૉઇનમાં મળશે'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ટ્વિટર ઍકાઉન્ટ પરથી શનિવારે મોડી રાત્રે બિટકૉઇન અંગે બે ટ્વીટ કરવામાં આવ્યાં હતાં.

જોકે, તેના થોડા સમય બાદ રવિવારે વહેલી સવારે વડા પ્રધાન કાર્યાલયે સ્પષ્ટતા કરી હતી કે તેમનું ટ્વિટર એકાઉન્ટ હૅક થયું હતું.

ઇમેજ સ્રોત, Bjp

ઍકાઉન્ટ પરથી કરાયેલા ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘ભારતમાં હવે બિટકૉઇનને માન્યતા આપવામાં આવે છે, સરકાર સત્તાવાર રીતે 500 બિટકૉઇન ખરીદશે અને તમામ નગરિકોમાં વહેંચશે.’

આ સાથે ટ્વીટમાં એક લિંક પણ આપવામાં આવી હતી. વડા પ્રધાન મોદીના ઍકાઉન્ટ પરથી આ ટ્વીટ ટૂંક જ સમયમાં ડિલીટ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ તેનો સ્ક્રીનશૉટ વાઇરલ થઈ રહ્યો છે.

સ્ક્રીનશૉટ અને #Hacked હાલમાં ટ્વિટર પર ટ્રૅન્ડ થઈ રહ્યા છે.

વડાપ્રધાન કાર્યાલયે શું કહ્યું?

ઇમેજ સ્રોત, TWITTER

વડા પ્રધાન કાર્યાલયે આ ટ્વીટ બાદ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના ટ્વિટર ઍકાઉન્ટ સાથે થોડા સમય માટે છેડછાડ કરવામાં આવી હતી.

આ મુદ્દાને ટ્વિટર સમક્ષ મૂકવામાં આવ્યો હતો અને તરત જ ઍકાઉન્ટને સુરક્ષિત કરી લેવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન કરવામાં આવેલા ટ્વીટને ધ્યાનમાં ન લેવામાં આવે.

ટ્વિટર પર શું ચાલી રહ્યું છે?

સૌરવ નામના યુઝરે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘મોદીજીએ પોતાનું ઍકાઉન્ટ ખોલીને બિટકૉઈનનું પ્રમોશન જોયું ત્યારે...’

હર્ષ નામના યુઝરે ટ્વીટ કર્યું હતું કે, ‘ક્ષણભર માટે સેંકડો લોકોએ વિચાર્યું હશે કે 15 લાખ રૂપિયા બિટકૉઇનમાં આપવામાં આવશે.’

ગોપાલ ક્રિશ્ન ચૌધરી નામના યુઝરે ટ્વીટ કર્યું હતું કે,’જ્યારે તમે ડિજિટલ ઇન્ડિયાના સપના જોતા હોવ, પરંતુ તમારું ખુદનું ઍકાઉન્ટ ડિજિટલી સુરક્ષિત ન હોય’

આયુષ તિવારી નામના યુઝરે ટ્વીટ કર્યું હતું કે,‘ અત્યારે મોદીજી સમગ્ર વિશ્વને...’

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો