ઓમિક્રૉન સામે બાથ લેવા ભારત કેટલું તૈયાર?
ઓમિક્રૉન સામે બાથ લેવા ભારત કેટલું તૈયાર?
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના ચાર નવા કેસ આવ્યા છે. આ સાથે દેશમાં ઓમિક્રૉનના કુલ કેસની સંખ્યા 45 થઈ ગઈ છે.
આ પહેલાં સોમવારે ગુજરાતના સુરતમાં એક કેસ નોંધાયો હતો અને ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં વધુ બે કેસ નોંધાયા હતા.
દેશભરની સ્થિતિ પર નજર કરીએ તો સૌથી વધારે કેસ ગુજરાતનાં બે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં છે, જેની સંખ્યા અનુક્રમે 20 અને નવ છે.
આ સાથે જ ગુજરાતમાં ચાર, કર્ણાટકમાં ત્રણ, કેરળમાં એક, આંધ્રપ્રદેશમાં એક, દિલ્હીમાં છ અને ચંડિગઢમાં એક કેસ થયા છે.
ત્યારે શું ભારત પણ આ જોખમનો સામનો કરવા તૈયાર છે? જુઓ, બીબીસી સંવાદદાતા યોગિતા લિમાયેનો અહેવાલ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો