શિવાજીને દલિત ગણાવવા અંગે થયેલો વિવાદ શું છે?

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી

"શિવાજી 17મી સદીના મરાઠા યોદ્ધા હતા, જેમણે યુદ્ધમાં રાજ્ય જીત્યું હતું. તેઓ પોતાની યુદ્ધશૈલી માટે જાણીતા હતા. જે મુગલ સેના સામે કામ આવતી રહેતી હતી." આવું ઇતિહાસવિદ્ ઑડરી ટ્રસ્ચકે ટ્વીટમાં લખે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ઑડરીના ટ્વીટ પ્રમાણે, 'શિવાજી જન્મે શૂદ્ર હતા'.

તેઓ આગળ લખે છે કે, "તેમણે યુદ્ધમાં હથિયારો વડે રાજ્ય તો જીતી લીધું, પણ સામજિક ક્રમમાં પોતાનો દરજ્જો વધારવા હથિયારોનો ઉપયોગ શક્ય ન હતો. ખાસ કરીને એવા સમયે જ્યારે જ્ઞાતિ ખૂબ મહત્ત્વપૂર્ણ ગણાતી હતી."

તેઓ આગળ જણાવે છે કે રાજ્ય જીત્યા પછી તેમણે બનારસના ગંગાભટ્ટ નામના એક બ્રાહ્મણને લાંચ આપી હતી અને પોતે સિસોદિયા રાજપૂત પરિવારના હોવાના ખોટા પુરાવા તૈયાર કરાવ્યા હતા.

ઑડરીના આ ટ્વીટ બાદ ટ્વિટર પર તેમની ટીકા થવાની શરૂ થઈ હતી.

કોણ છે ઑડરી ટ્રસ્ચકે?

ઇમેજ સ્રોત, Twitter/Dr. Audrey Truschke

ઇમેજ કૅપ્શન,

પ્રોફેસર ઑડરી ટ્રસ્ચકે

ઑડરી ટ્રસ્ચકેની સત્તાવાર વૅબસાઇટ મુજબ, તેઓ અમેરિકાના ન્યૂ જર્સીમાં આવેલી રુગટર્સ યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયાના ઇતિહાસના ઍસોસિયેટ પ્રોફેસર છે.

તેમણે અત્યાર સુધીમાં ત્રણ પુસ્તકો લખ્યાં છે. જે ‘કલ્ચર ઑફ ઍન્કાઉન્ટર્સ: સંસ્કૃત ઍટ ધ મુગલ કોર્ટ’, ’ઔરંગઝેબ’ અને ’ધ લૅન્ગવેજ ઑફ હિસ્ટ્રી: સંસ્કૃત નૅરેટિવ્સ ઑફ ઇન્ડો-મુસ્લિમ રૂલ’ છે.

આ સિવાય તેઓ પબ્લિક સ્કૉલર્સ ગ્રાન્ટ અંતર્ગત હાલમાં ભારતના ઇતિહાસ વિશે એક પુસ્તક લખી રહ્યાં છે.

તેઓ વર્ષ 2012થી અત્યાર સુધી એમ નવ વર્ષનો ભણાવવાનો અનુભવ ધરાવે છે, તેઓ કૅમ્બ્રિજ યુનિવર્સિટી, સ્ટૅનફોર્ડ યુનિવર્સિટી અને રુગટર્સ યુનિવર્સિટી સાથે જોડાયેલા હતા.

પુસ્તકો સિવાય તેમનાં સંશોધનો, ટૂંકી વાર્તાઓ, વિવેચનો તથા સંખ્યાબંધ લેખો વિવિધ ખ્યાતનામ પ્રકાશનોમાં છપાયાં છે.

લોકોએ શું જવાબ આપ્યો?

દિવોદસા નામક યૂઝરે ટ્વીટ કરીને કહ્યું કે, શિવાજી મહારાજને ઇસ્લામિસ્ટ લૉબી તરફથી કોઈ જ્ઞાતિના દાખલાની જરૂર નથી.

ચાચા મૉન્ક નામક યૂઝરે ટ્વીટ કરીને કહ્યું કે "શિવાજી મહારાજના શૂદ્ર કે રાજપૂત હોવાથી કોઈ ફરક નથી પડતો. માત્ર તેમના દ્વારા કરવામાં આવેલાં કામોથી જ ફરક પડે છે."

‘સહ્યાદ્રી ટૂ હિંદુકુશ’ અને ’બૅટલ ઑફ મરાઠાઝ’ પુસ્તકોના લેખક અનીસ ગોખલેએ ટ્વીટ કરીને કહ્યું કે, આ કહેવાતા ઇતિહાસકાર કે જેઓ મરાઠા ઇતિહાસ અંગે હંમેશાં અજ્ઞાનતાના જંગલમાં હોય છે. તેમણે પોતાની અજ્ઞાનતાનું બીજું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અમેય નામના એક યૂઝરે ટ્વીટ કરીને કહ્યું કે જો તમે ઇતિહાસવિદ્ હોવ અને વિચારતા હોવ કે શિવાજી તેમની જ્ઞાતિને લઈને વિવાદમાં હતા, તો તમે રાજપૂતવિરોધી અથવા તો લિબરલ ઇતિહાસવિદમાંથી જ કોઈ એક હોઈ શકો છો.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો