ઉત્તર કોરિયાની ધમકીઓ પછી પરમાણુ હુમલાથી કેવી રીતે બચશો?

કંટ્રોલ ચેમ્બરમાં માસ્ક પહેરેલા લોકો Image copyright Getty Images

ઉત્તર કોરિયાના સરમુખ્યતાર કિમ જોંગ-ઉને 3 સપ્ટેમ્બરના રોજ હાઇડ્રોજન બોમ્બ પરીક્ષણ કર્યું. બોમ્બ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે જેથી ભૂકંપના હળવા આંચકા અનુભવાયા.

કિમનું કહેવું છે કે ઉત્તર કોરિયા જેટલા ઈચ્છે એટલા અણુશસ્ત્રો બનાવી શકે છે. પાકિસ્તાને પણ અણુ બોમ્બ ધરાવે છે અને ભારત પર હુમલો કરવાની ધમકી આપ્યા રાખે છે.

ઘણા આતંકવાદી સંગઠનો પણ પરમાણુ શસ્ત્રો હસ્તગત કરવાની કોશિશમાં છે. જોકે તે ખૂબ જ મુશ્કેલ છે, પણ કોઇ કરે તો શું થશે? શું આપણે પરમાણુ હુમલા માટે તૈયાર છીએ?

દુનિયાએ હિરોશિમા અને નાગાસાકી પર અણુ બોમ્બનો સર્વનાશ જોયો છે. તો ચેર્નોબિલ ઘટના પણ જોઈ છે. સમય પસાર થવાની સાથે, આ કરૂણાંતિકાની યાદો ઇતિહાસના પાનામાં દબાઈ રહી છે. પરંતુ ઘા આજે પણ તાજા છે. આજે પણ ત્યાં લોકો સંપૂર્ણપણે તંદુરસ્ત નથી. હિરોશિમા અને નાગાસાકી પર થયેલા અણુ બોમ્બ હુમલાની અસર આજની પેઢી ભોગવી રહી છે.

તેથી જ એ જરૂરી છે કે દુનિયા આ પ્રકારના પરમાણુ હુમલાનો સામનો કરવા કેટલી તૈયાર છે.

Image copyright Getty Images

બંકર

યુકેમાં પિંડારના નામથી એક સુરક્ષિત બંકર બનાવેલું છે, જ્યાં પરમાણુ હુમલા વખતે લશ્કરી અને સરકારી અધિકારીઓ પોતાનો જીવ બચાવી શકે. પરમાણુ યુદ્ધ દરમિયાન અને યુદ્ધ પછીની તબાહી વખતે પણ અહીંથી બધા સરકારી કામ ચાલી શકે છે. પરંતુ સામાન્ય જનતાની સુરક્ષાનું શું?

અમેરિકાની સ્ટીવેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનોલોજીના પ્રોફેસર એલેક્સ વાલેરસ્ટાઇન કહે છે કે તેઓ તેમના સાથીદારો સાથે મળીને લોકોની સુરક્ષા અને જાગૃતિ માટે કામ કરી રહ્યા છે. કેવી રીતે પરમાણુ હુમલા વખતે સુરક્ષિત રહેવું તેના પર તેઓ જાણકારી આપે છે.

આની જરૂર એટલા માટે છે કારણ કે આજે પણ વિશ્વમાં આશરે 15 હજાર પરમાણુ શસ્ત્રો છે. રશિયા અને અમેરિકા પાસે તો મોટી સંખ્યામાં છે.

જોકે, સંભાવના ઓછી છે કે આ શસ્ત્રોનો ઉપયોગ થાય. પરંતુ તે વાતને પણ નજરઅંદાજ ન કરી શકાય કે આતંકવાદીઓનું મજબૂત નેટવર્ક થઇ ગયું છે. તેમની પાસે એકથી એક ખતરનાક શસ્ત્રો છે. તેથી નાગરિકોની સુરક્ષા ઘણી જ આવશ્યક છે.

Image copyright ALEX WELLERSTEIN

રેડિએશનથી કેવી રીતે બચવું?

પોતાના પ્રોજેક્ટના ભાગરૂપે વાલેરસ્ટાઇને "ન્યૂક-મેપ" બનાવ્યો. જેમાં ગૂગલ મેપની જેવા નક્શા પર બતાવવાની કોશિશ કરી કે જો પરમાણુ હુમલો થાય તો તેની અસર ક્યાં ક્યાં થઇ શકે.

બીજા પ્રોજેક્ટ હેઠળ, લોકોને પોતાની જાતને પરમાણુ હુમલાની અસરથી બચવાના ઉપાય બતાવાશે. સૌથી મૂળભૂત સલાહ તો એ છે કે લોકો ઘરની અંદર જ રહે છે. પરંતુ પરમાણુ હુમલાની ઘટના વખતે સમગ્ર વાતાવરણ તેની અસર નીચે આવે છે. ઘરની બહાર રહો કે અંદર, અસર તો થશે જ. હા, એ છે કે લાંબો સમય અંદર રહેવાથી રેડિએશનની અસરથી થોડું બચી શકાય છે.

ઉત્તર કોરિયા પરમાણુ શસ્ત્રોથી સજ્જ છે. એક પછી એક મિસાઈલ પરીક્ષણ થઇ રહ્યું છે. દાવો છે કે અમેરિકા સુધી માર કરનારી મિસાઇલનો પણ સમાવેશ થાય છે.

આ દાવાએ અમેરિકાની ઊંઘ ઉડાડી દીધી છે. તો કોરિયાના પડોશી દેશોની પણ ચિંતા વધી ગઈ છે. જાપાનના ઘણા ગામોમાં મોક ડ્રિલ મારફતે લોકોને શિક્ષિત કરવા માટે કવાયત શરૂ થઈ છે.

Image copyright Getty Images

લોકોને શિક્ષિત કરવા

ઉત્તર કોરિયાના લક્ષ્ય પર અમેરિકાનો ગુઆમ ટાપુ છે. તેથી અહીં પણ લોકોને શિક્ષિત કરવાનું શરૂ થઇ ગયું છે. આ દરમિયાન યુએસના ગૃહ વિભાગે તેની વેબસાઇટ નવેસરથી ડિઝાઇન કરી છે. જેમાં એક ભાગમાં પરમાણુ બ્લાસ્ટની બાબતે માહિતી છે.

દરેક દેશો, ફક્ત અગ્રણી રાજકારણીઓ અને લશ્કરી અધિકારીઓ સુરક્ષિત કરવા તૈયારી કરે છે, સામાન્ય લોકોને તેમના પર છોડી દે છે.

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અને પછીના શીત યુદ્ધ દરમિયાન નાગરિક સંરક્ષણ પર ભાર ઘણો આપવામાં આવ્યો હતો. લોકોને તાલીમ આપવામાં આવી હતી કે પોતાને યુદ્ધના સમયે બચાવવા અને બીજાઓને મદદ કઇ રીતે કરવી.

બ્રિટનમાં એંશીના દાયકા સુધી નાગરિક સંરક્ષણ પર ભાર અપાયો. પણ શીત યુદ્ધના અંત પછી ધીમું પડી ગયું. હવે એલેક્સ વાલેર્સ્ટાઇન અને તેમના સાથીઓ સાથે મળી આ કામ કરે છે.

ઈતિહાસકાર મેથ્યુ ગ્રાન્ટનું કહેવું છે કે શીત યુદ્ધ પહેલાં બ્રિટન, નાગરિક સુરક્ષા માટે ખૂબ ભંડોળ નહોતું. અને તેમને એ અંદાજ ન હતો કે પરમાણુ યુદ્ધનાં પરિણામો તેમના નાગરિકો માટે કેટલા જોખમી હોઈ શકે છે.

વીસમી સદીના છેલ્લા દાયકામાં નાગરિક સુરક્ષા માટે જેટલી તૈયારીઓ કરી હતી એમાં આતંકવાદી હુમલા અને બીજી મુશ્કેલી જેવી બાબતો હતી.

મૂળભૂત તૈયારી

Image copyright AFP

પોર્ટ્સમથ અને સાઉથૈમ્પટન બ્રિટનના એવા બે શહેર છે જ્યાં અણુશક્તિથી ચાલનારી સબમરિન માટે બંદરના ડૉક તૈયાર કરાયા છે. જેથી અહીં પણ અસર વધારે થઇ શકે. પરંતુ વહીવટી તંત્રએ લોકોની સુરક્ષા કરવા માટે દરેક રીતે પ્લાન તૈયાર કરેલા છે.

પોર્ટ્સમથમાં એક જૂનું એર રેઈડ સાઇરન લગાવેલું છે. વખતોવખત તેને ચેક કરવાનું કામ થાય છે. ખતરનાક અને ફેક્ટરીઓમાંથી બહાર ફેંકાતા ધૂમાડાથી લોકોને સલામત રાખવા માટે સમગ્ર યુકેમાં સાઇરન સિસ્ટમ લગાવાયેલી છે.

દુનિયામાં ઘણી જગ્યાએ પરમાણુ આશ્રયસ્થાનો બનેલા છે. પરંતુ તેમનો ઉપયોગ હવે અન્ય હેતુ માટે થાય છે. રેડ ક્રોસ સોસાયટી મોટા પાયે કામ કરે છે પણ કેટલાક નિષ્ણાતો જણાવે છે કે જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો કોઈપણ સંસ્થા મોટા પાયે તાત્કાલિક મદદ ન કરી શકે.

કારણ કે પરમાણુ હુમલાનો માર આપણી તૈયારીઓ કરતા પણ વધારે તેજ હશે.

Image copyright Getty Images

માનસિક તૈયારી

એલેક્સ વાલેરસ્ટાઇન કહે છે કે પહેલેથી જ માનસિક રીતે લોકોને આવી સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર કરાય, તો મોટી હદ સુધી ભારે નુકસાનથી બચી શકાય છે. જો લોકો સાવ અજાણ હશે તો નુક્સાન પણ વધારે થશે.

ઉત્તર કોરિયાની ધમકીઓ પછી અમેરિકાના ગુઆમમાં નાગરિકો માટે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા પ્રકાશિત કરાઈ છે.

જેમાં કહેવાયું છે કે જો કોઈ અગનગોળો કે તેજ પ્રકાશ નજરે પડે તો તે તરફ ન જુઓ. તમે અંધ થઈ શકો છો. શક્ય તેટલી વહેલી તકે બંધિયાર જગ્યાએ પોતાને કેદ કરી દો. રેડિયેશન દૂર દૂર સુધી ફેલાય છે. તેથી દૂર સુધી જવાને બદલે જ્યાં છો ત્યાં જ આશરો લો.

Image copyright Getty Images

રેડિયેશન કપડાં પર લાગી જાય છે, જેથી કપડાં તરત બદલી સાબુથી સારી રીતે શરીર સાફ કરો. પરંતુ શરીરને ઘસવાનું નથી. વાળ માં કન્ડીશનર ઉપયોગ કરશો નહીં. રેડિએશન કન્ડિશનર સાથે ચોંટીને તમારા વાળમાં જમા થઇ શકે છે. કપડાં પ્લાસ્ટિક બેગમાં નાખી લોકો અને પ્રાણીઓથી દૂર રાખો. સાબુ સાથે તમારું શરીર ધોવું. તમારા નાક, કાન અને આંખોને એકદમ સારી રીતે કાપડ અથવા ટીશ્યૂથી સાફ કરો.

ભારતે પરમાણુ હુમલા સામે શું તૈયારીઓ કરી છે? તે તો સરકાર બતાવી શકે પણ અમેરિકાની આ ગાઈડલાઈન્સ આપના પણ કામની છે.

સંબંધિત મુદ્દા