પંજાબનું દંપતી પુત્રવધૂને મારવાના આરોપસર ફ્લોરિડા

દેવબીર, જસ્બીર અને ભૂપિન્દર કણસી Image copyright હિલ્સબોરો કાઉન્ટી શેરિફનું કાર્યાલય
ફોટો લાઈન જસબીર અને ભૂપિન્દર કણસીનાં પાસપોર્ટ અધિકારીઓને લઇ લીધા છે.

ફ્લોરિડામાં રહેતી પુત્રવધુને શિસ્તનાં ‘પાઠ ભણાવવાં’ પંજાબી દંપતી 13 હજાર કિલોમીટરની મૂસાફરી કરીને ફ્લોરિડા તો પહોંચી ગયું, પણ છેવટે તેમને જેલભેગા થવાનો વારો આવ્યો.

જસબીર કણસી 67 વર્ષના છે અને તેમની પત્ની ભુપિન્દર 62 વર્ષનાં છે. આ દંપતી તેમના પુત્ર દેવબીરની પત્ની સિલ્કી ગેઇન્ડને ‘સમજાવવા અને શિસ્ત’માં રહેવા માટે મદદ કરવા ફ્લોરિડા પહોંચ્યા હતા.

સિલ્કી ગાઈન્ડના માતા-પિતાનો સંદેશો મળતાં જ્યારે પોલિસે સિલ્કીની શોધખોળ કરી ત્યારે તેને શારીરિક ત્રાસ અપાયો હોય તેવી સ્થિતિ મળી આવી.

હવે સિલ્કીનાં સાસુ, સસરા અને તેનો પતિ હવે મારપીટ ઉપરાંત અન્ય આરોપોનો સામનો કરી રહ્યાં છે.

એક મહિનાથી સિલ્કી સાથે જસબીર કણસીએ કથિત રીતે તેના ગળા પર છરી પણ રાખી હતી.

સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ હિલ્સબોરો કાઉન્ટી શેરિફના અધિકારીઓ ત્યાં પહોંચ્યા તે પહેલાં તેમણે 33 વર્ષીય સિલ્કીને થોડા સમય માટે કેદ કરીને રાખી હતી.

આ બધી ઘટના વચ્ચે પરિવારે પોલીસને ઘરમાં પ્રવેશતા અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આથી પોલીસે 'બેક-અપ' માટે વધુ ફોર્સ બોલાવવી પડી હતી.. સિલ્કીએ પોલીસને તેની અને તેમની એક વર્ષીય દીકરી મદદ કરવા કહ્યું હતું.

રવિવારે કોર્ટની સુનાવણીમાં ગેઇન્ડે જજની સામે કહ્યું કે તે તેના જીવને જોખમ છે.

બે ન્યૂઝ 9 ની વિગતો પ્રમાણે સિલ્કીએ કહ્યું “હું ખૂબ ભયભીત છું, કારણ કે છેલ્લી રાત્રે તે મને કહેતો હતો, કે જો હું પોલીસને કોલ કરીશ, તો તે મને મારી નાખશે. તેણે એમ પણ કહ્યું કે પોલીસને આવતાં 10 મિનિટ લાગશે અને તે પહેલાં જ તે મને મારીને આત્મહત્યા કરી લેશે.”

WFLA ન્યૂઝે જણાવ્યું કે જસબીર કણસી અને મહિલાના પતિ દેવબીર પર મારપીટના આરોપો લગાવવામાં આવ્યાં છે

બાપ-દીકરા પર ખોટી રીતે કોઈને કેદ કરવાની સજા, બાળક સામે દુર્વ્યવહાર અને 911 ને પ્રવેશ આપવાનો ઇનકાર કરવાનો આરોપ છે.

ભુપિન્દર કણસી પર ઘરેલુ હિંસા અને બાળક સામેનાં દુર્વ્યવહારની જાણ ન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.