આ મારું ભારત નથી : એઆર રહેમાન

એ આર રહેમાનનો ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂકેલા ભારતીય સંગીતકાર એઆર રહેમાને પત્રકાર ગૌરી લંકેશની હત્યા પર કહ્યું કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે તેઓનું ભારત નથી.

મુંબઈમાં 'વન હાર્ટ'ના પ્રીમિયરના મોકા પર રહેમાનને ગૌરી લંકેશની હત્યા વિશે પૂછવામાં આવ્યું હતું.

તો તેના જવાબમાં રહેમાને જણાવ્યું, ''હું તેને લઈને ખૂબ જ દુ:ખી છું. આવી વસ્તુઓ ભારતમાં થવી ન જોઈએ. જો આવી ઘટના ભારતમાં થાય છે તો આ મારું ભારત નથી. હું ઈચ્છુ છું કે મારું ભારત પ્રગતિશીલ અને સંવેદનશીલ બને.''

'વન હાર્ટ : ધ એઆર રહેમાન કોન્સર્ટ' ફિલ્મ આ શુક્રવારે હિન્દી, અંગ્રેજી અને તમિલમાં રિલીઝ થઈ રહી છે.

ઓસ્કાર અને ગ્રેમી જેવા પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત પ્રખ્યાત સંગીતકાર એઆર રહેમાને સંગીતની દુનિયામાં 25 વર્ષ પૂર્ણ કરી લીધા છે. 25 વર્ષ પૂર્ણ થતાં રહેમાને પોતાની ધાર્મિક આસ્થાને લઈને જણાવ્યું હતું કે તેને કારકિર્દીને આકાર આપવા અને પરિભાષિત કરવામાં મદદ મળી છે.

ઇમેજ સ્રોત, Getty Images

એઆર રહેમાને 23 વર્ષની ઉંમરે 1989માં ઈસ્લામ કબૂલ કર્યું હતું. રહેમાને કહ્યું હતું કે તેના માટે ઈસ્લામનો મતલબ સામાન્ય રીતે જીવન જીવવું અને માનવીયતાને સૌથી મહત્વનું સ્થાન આપવાનું છે.

સૂફી ધર્મને અનુસરે છે

તેઓએ સમાચાર એજન્સી રોયટર્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, ''ઈસ્લામ એક મહાસાગર છે. તેમાં 70થી વધુ સંપ્રદાય છે. હું સૂફી દર્શનનું પાલન કરું છું, જે પ્રેમ વિશે છે. ''

"હું જે પણ છું તે તેના દર્શનના કારણે છું, જેનું પાલન હું અને મારો પરિવાર કરીએ છીએ. જાહેરમાં છે હાલ ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે અને હું અનુભવ કરું છું કે વધારે પડતી રાજનીતિક છે.''

ભારતમાં સૂફીનો ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે. ભારતમાં સૂફી દર્શન ઈસ્લામનું એક અહિંસક સ્વરૂપ છે જે ઘર્મની આધ્યાત્મિક શક્તિઓનું રેખાંકન કરે છે.

50 વર્ષીય આ સંગીતકારને બે ઓસ્કાર, બે ગ્રેમી અને એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂક્યાં છે.

એઆર રહેમાને અઢળક ફિલ્મોમાં સંગીત આપ્યું છે. જેમાં ઓસ્કાર વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયનર સાથે લગાન અને તાલ જેવી ફિલ્મો પણ સામેલ છે.

રહેમાને દુનિયાભરના પ્રતિષ્ઠિત કલાકારો સાથે કામ કર્યું છે. ઓછું બોલનાર કલાકાર એઆર રહેમાને કહ્યું હતું કે તેમને આશા છે કે સંગીત લોકોને સાથે લાવવામાં મદદ કરશે.