ફ્રેંચ કિશોરી પર ઉંદરોએ હુમલો હુમલો કર્યો!

ઉંદરો Image copyright Getty Images
ફોટો લાઈન ઉંદરો પાર્કિંગમાંની કચરાપેટીથી આકર્ષાયા હોઈ શકે.

ભૂખ્યા ઉંદરોએ કિશોરીને ઊંઘમાં જ પોતાનો શિકાર બનાવી અને તેને 200થી વધુ ઘા પહોંચાડ્યા. માન્યામાં ન આવે તેવી આ ઘટના ફ્રાંસમાં બની છે.

આ દિવ્યાંગ ફ્રેન્ચ કિશોરીની હાલત ગંભીર છે અને હાલ તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

રોબૌઈક્સના ભાડાનાં ઘરમાં 14 વર્ષીય દિવ્યાંગ કિશોરી જમીન પર સૂતી હતી ત્યારે ઉંદરોએ તેના પર હુમલો કર્યો હતો.

મેડિકલ એકસ્પર્ટે ફ્રાંસ ઈન્ફોને આપેલી માહિતી પ્રમાણે કિશોરીના ચહેરા પર 45, હાથ પર 150 અને પગ પર 30 ઈજાઓના નિશાન છે.

કિશોરીના પિતા કથિત બેદરકારી બદલ મકાનમાલિક પર દાવો કરી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર આસપાસની કચરાપેટીઓ ઉભરાયેલી હતી.

કિશોરી સમંથાના પિતાના કહેવા પ્રમાણે તેમની દિવ્યાંગ પુત્રીને તેમણે શનિવારે રાત્રે પથારીમાં લોહીથી લથબથ હાલતમાં જોઈ હતી.

વધુમાં તેમના જણાવ્યા પ્રમાણે જ્યારે પરિવાર સૂવા ગયો ત્યારે બધું જ સામાન્ય હતું. હું ઉપરના માળે સૂતો હતો.

સ્થાનિક ન્યૂઝપેપર કુરિયર પિકર્ડને પિતાએ જણાવ્યું કે, "તેના કાનમાંથી લોહી જોઈ મને થયું ક્યાંક તેને બ્રેઇન-હેમરેજ ન થયું હોય."

તેમના કહેવા અનુસાર તેની કેટલીક આંગળીના ટેરવાં પણ કરડાયેલા છે જેને સર્જન હવે ઠીક નહીં કરી શકે.

પરિવારે આ ઘર ખાલી કરી દીધું છે અને સમગ્ર બાબતે પોલીસ તપાસ કરી રહી છે.

હોસ્પિટલ સમંથા પર હડકવા સહિતના શક્ય ઇંફેક્શનના ટેસ્ટ કરી રહી છે. હડકવાનો ટેસ્ટ નેટેગિવ આવ્યો છે.

માણસો પર આ જાતના હુમલા ભાગ્યે જ જોવા મળે છે, પણ ભૂખ્યા ઉંદરો પાક પર ઘણી વખત ફરી વળતા હોય છે.