સોશિયલ : બેટી બચાવો અને બેટાઓના ગળાં કપાવો?

શાળાનો ફોટો Image copyright TWITTER

હરિયાણામાં ગુરુગ્રામની શાળા રાયન ઈન્ટરનેશનલમાં શુક્રવારે એક સાત વર્ષના બાળકની હત્યાથી પરિવારજનોમાં આકરો ગુસ્સો છે.

પોલિસે દાવો કર્યો છે કે આ બાળકની હત્યા શાળાની બસના ડ્રાઈવર કંડક્ટરે કરી છે. પોલિસે વધુમાં એ પણ દાવો કર્યો કે હત્યાથી પહેલાં બાળક સાથે યૌન શોષણનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ ઘટનાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે અને લોકોએ શાળાના વહિવટકર્તાઓથી લઈને રાજ્ય સરકારની ટીકા કરી છે.

શનિવાર સવારથી જ #RyanInternationalSchool ટોપ ટ્રેન્ડમાં હતો.

ઘટનાના 24 કલાકથી વધુ સમય બાદ સીએમઓ હરિયાણાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ દ્વારા સવારે 11 વાગ્યે ટ્વીટ કરવામાં આવ્યું હતું. જો કે ટ્વીટનો આ ઘટના સાથે કોઈ સંબંધ નથી. ટ્વીટમાં રાજ્ય સરકારે પોતાની જ પીઠ થપથપાવી છે.

જો કે, રાજ્યના શિક્ષા મંત્રી રામ બિલાસ શર્માએ કહ્યું કે રવિવારે તે આ વિશે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે. તેણે જણાવ્યું કે દોષીઓને છોડવામાં નહીં આવે. સાથે આકરામાં આકરી કાર્યવાહી કરવાની પણ વાત જણાવી હતી.

Image copyright TWITTER

આ ટ્વીટ પર લોકોએ આકરી પ્રતિક્રિયા આપી હતી.

કિરણ વશિષ્ટ લખે છે કે સર પહેલાં અમારા બાળકોની રક્ષા કરો. આજે જે પ્રદ્યુમન સાથે ગુરુગ્રામ રાયન શાળામાં થયું કાલે કોઈ પણ શાળામાં થઈ શકે છે.

Image copyright TWITTER

સાહિલ ગોયલ લખે છે શું રાયન ઈન્ટરનેશનલ સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં?

Image copyright TWITTER

રાઘવેન્દ્રે પણ પોતાની પ્રતિક્રિયા આપતા ઘણા સવાલ ઉઠાવ્યાં છે.

Image copyright TWITTER

સંબંધિત મુદ્દા