ક્યૂબામાં તબાહી બાદ ફ્લોરિડા પર ત્રાટકશે ઇરમા હરિકેન

Irma Hurricane hits Florida Coast in US Image copyright Getty Images

એટલાન્ટિક મહાસાગરમાંથી ઉભું થયેલું ઇર્મા હરિકેન (વાવાઝોડું) હવે અમેરિકાના દક્ષિણ તટવર્તી ફ્લોરિડા માયામીમાં પ્રવેશ કરશે. આ પહેલાં અહીં હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

સમાચાર એજેંસી એએફપીના એહવાલ પ્રમાણે, સ્થાનિક સત્તાધિકારીઓ જણાવ્યું હતું કે, ઇર્માએ મચાવેલી તબાહીના ભાગરૂપે એકલા ક્યુબામાં ૧૦ લાખ લોકોને તટવર્તીય ક્ષેત્રમાંથી સહી સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જેમાં ક્યુબાની રાજધાની હવાના શહેરના ૪,૦૦૦ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ફ્લોરિડા પહોંચતા પહેલાં ઇરમાએ એન્ટીગુઆ-બર્બુડા, સેન્ટ માર્ટિન્સ, સેન્ટ બાર્ટ્સ, એન્ગવિલા, બ્રિટિશ વર્જિન આઇલેન્ડસ, પૂરતો રિકો, ડોમિનિશ્યન રિપબ્લિક, હૈટી, ટર્ક્સ & કૈકોસ, ક્યુબા, બહામાસમાં તબાહી મચાવી હતી.

ક્યૂબાના મીડિયાના જણાવ્યા પ્રમાણે વાવાઝોડા દરમિયાન પવનની ગતિ ૨૫૬ કિલોમીટર (૧૫૯ માઈલ) પ્રતિ કલાક માપવામાં આવી હતી. જો કે ક્યુબામાં ચોક્કસ મૃત્યુઆંક હજુ સામે આવ્યો નથી. પરંતુ કેરેબિયન ટાપુઓ પર ઇર્મા હરિકેનને કારણે ઓછામાં ઓછા ૨૫ લોકો માર્યા ગયા હતા.

ક્યુબાના રાજ્ય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દરિયામાં ૭ મીટર (23 ફુટ) સુધીના ઊંચા મોજાં જોવા મળ્યા હતા. ઇરમાએ સમગ્ર પ્રદેશ પર અસર કરી હોવાનું અનુમાન હવામાન ખાતાએ લગાવ્યું હતું.

સ્થાનિક ટેલિવિઝનના અહેવાલો પ્રમાણે ક્યુબાનો કેન્દ્ર અને પૂર્વના મોટા ભાગમાં વીજળી જતી રહી છે.

ક્યુબાના પ્રવાસન મંત્રી એલેક્સિસ તૃજિલ્લોના જણાવ્યા પ્રમાણે હવાના શહેર જે કયુબા ખાતેનું એક પ્રવાસન સ્થળ છે. ત્યાં તટવર્તિય ક્ષેત્રોમાં આવેલી હોટલો ખાલી કરાવાઈ હતી. પ્રવાસીઓ ને સહી સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.

સંબંધિત મુદ્દા