રાફેલ નડાલ યુ.એસ. ઓપન ચેમ્પિયન, 16મું ગ્રાન્ડ સ્લૅમ જીત્યું.

Image copyright Getty Images

વિશ્વના નંબર 1 ટેનિસ ખેલાડી સ્પેનના રાફેલ નડાલે દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસનને હરાવી યુ.એસ. ઓપનનો ખિતાબ જીતી લીધો છે.

ન્યૂયોર્કમાં રમાયેલા ફાઇનલમાં 31 વર્ષના નડાલે 6-3.6-3,6-4થી કેવિનને હરાવ્યો હતો.

નડાલ ત્રીજી વખત યુ.એસ. ઓપન ચેમ્પિયન બન્યો છે. આ તેનું 16મું ગ્રાન્ડ સ્લૅમ ટાઈટલ છે. ગ્રાન્ડ સ્લૅમ જીતવાના મામલામાં માત્ર સ્વિટ્ઝર્લેન્ડનો રોજર ફેડરર જ તેની આગળ છે. ફેડરરના નામે 19 ગ્રાન્ડ સ્લૅમ ટાઈટલ્સ છે.

નડાલે આ વર્ષે જૂનમાં પણ ખિતાબી જીત મેળવી હતી. ચાર વર્ષ બાદ તેણે એક સિઝનમાં બે ગ્રાન્ડ સ્લૅમ જીત્યાં છે.

Image copyright Reuters

યુ.એસ. ઓપન જીત્યા બાદ નડાલે તેની સામે જ હારેલા એન્ડરસનના વખાણ કર્યાં.

નડાલે કહ્યું, "આ બે સપ્તાહ મારા માટે ખાસ છે, પરંતુ સૌથી પહેલાં હું કેવિનને અભિનંદન આપવા માગુ છું. જેણે ઈજામાંથી બહાર આવ્યા બાદ સરસ કમબૅક કર્યું છે. ન્યૂયોર્કમાં જીતની સાથે ગ્રેન્ડ સ્લૅમનું સમાપન મારામાં ઉર્જાનો સંચાર કરે છે. અહીં ના દર્શકો અવિશ્વનિય છે."

કેવિને પણ નડાલના વખાણ કર્યાં અને તેને પોતાનો આદર્શ ગણાવ્યો.