જાણો, શા માટે પરેશાન છે 'લાલ સોનું' ઉગાડતા ખેડૂતો?

  • લ્યુસી હૂકર
  • બીબીસી બિઝનેસ રિપોર્ટર
કેસર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

આ તેજાના 'લાલ સોનું' તરીકે ઓળખાય છે

કેસર ભલે કાશ્મીરમાં પેદા થતું હોય પણ ઘોળાય તો ગુજરાતમાં જ. દૂધપાક હોય કે કેસર પાક, કેસરનો સ્વાદ ગુજરાતીઓથી વધારે કોણ જાણે?

કેસર સૌથી મોંઘું તેજાના છે. જે ઍન્ટિઑકિસડન્ટ્સથી ભરપૂર હોય છે. એવું કહેવાય છે કે ડિપ્રેશનમાં અને લોહીનું દબાણ ઓછું કરવા માટે કેસર ઉત્તમ છે.

ત્વચાને અને વાળને મૃદુ બનાવવા માટે તથા વાનગીઓમાં રંગ અને સ્વાદ ઉમેરવા માટે કેસર ખૂબ જ આવશ્યક છે.

મારી હથેળીમાં મારી પાસે પાંચ નાના કેસરના તાર છે. તેમાંથી ચાર હું કપમાં મૂકી રહી છું અને પાંચમો તાર હું મારી જીભ પર મૂકું છું

મને કહેવામાં આવ્યું છે કે સ્વાદ ચકાસવા માટે આ ક્રિયા આવશ્યક છે. જેથી જાણી શકાય કે કેસર અસલી છે કે નકલી.

જો તમે એક ગ્રામ માટે 500 રૂપિયા ખર્ચ્યા હોય તો તમે સ્વાભાવિક રીતે ખાતરી કરવા માગશો જ.

તમને આ પણ વાંચવું ગમશે

થોડા જ સમયમાં પાણીમાં મૂકેલા કેસરે પાણીનો રંગ બદલી નાખ્યો અને તેની સુગંધથી મારો રૂમ મહેકી ઉઠ્યો.

કેસરનો ઉપયોગ વાનગીઓ બનાવવામાં જ નહી દવાઓ અને સૌંદર્ય પ્રસાધનોમાં પણ થાય છે.

કેસરનો ઉપયોગ કોણે કેવી રીતે કર્યો ?

ઇમેજ સ્રોત, RUMI SPICE

ક્લિયોપેટ્રાએ કેસરનો ઉપયોગ તેમના બાથટબના પાણીમાં નાખવા માટે કર્યો હતો.

એલેકઝેન્ડર ધ ગ્રેટે યુદ્ધમાં ઘાયલ થયા પછી કેસરના પાણીથી સ્નાન કર્યુ હતું. તેઓ કેસરની ચા પીતા હતા.

14મી સદીમાં તેનો ઉપયોગ મરકી કે ગાંઠિયા તાવ સામે લડવા માટે થયો હતો. તે સ્પેનિશ, ફારસી અને ભારતીય કરીની વાનગીમાં સ્વાદ ઉમેરે છે.

માસિક સમસ્યાઓ, ડિપ્રેશન, અસ્થમા અને લૈંગિક તકલીફનો સામનો કરવા માટે પરંપરાગત દવામાં કેસરનો ઉપયોગ કરવામાં આવે છે.

'લાલ સોનું' કેસર

ઇમેજ સ્રોત, RUMI SPICE

ઇમેજ કૅપ્શન,

અફઘાની ખેડૂતો સાથે રૂમી સ્પાઈસના સહ સંસ્થાપક કીથ એલનિઝ

અમેરિકન સૈનિકમાંથી ઉદ્યોગ સાહસિક બનેલા કીથ એલાનિઝે કેસરની ખેતી કરવાનું વિચાર્યું.

સ્થાનિક લોકોના કહેવા મુજબ ગેરકાયદેસર અફીણની ખેતી કરતાં કેસર સારું વળતર આપે છે.

તેમની કંપની રૂમી સ્પાઇસ, સ્થાનિક ઉત્પાદકો પાસેથી કેસરના છોડ ખરીદે છે અને 380 અફઘાન સ્ત્રીઓને તેની પાંદડીઓમાંથી કેસરનાં તાંતણા અલગ કરવાનું કામ આપે છે.

આ કામમાં ખુબ જ સમય અને મહેનત લાગે છે.

આ કારણે જ કેસર મોંઘુ હોય છે. રૂમી સ્પાઇસ આ વિસ્તારમાં સૌથી મોંઘુ કેસર વેચે છે. તેની કિંમત પ્રતિ ગ્રામ 1176 રૂપિયા છે.

મિસ્ટર એલનિઝે જણાવ્યું , "નકલી કેસર બનાવનારા લોકો ગ્રાહકોને આકર્ષવામાં સફળ થતા હોય છે. ભેળસેળને લીધે કેસરની ખેતી ઘણા દુકાનદારો માટે નુકસાનકારક સાબિત થાય છે."

"એટલે કેસરની ખેતી કરવી બધા માટે સરળ નથી. તેની ખેતીમાં મોટી રકમનું રોકાણ કરવું પડે છે."

કેસર અસલી છે કે નકલી કેવી રીતે તપાસવું ?

ઇમેજ સ્રોત, RUMI SPICE

ઇમેજ કૅપ્શન,

કેસરના ફુલોમાંથી એક એક તાંતણા પર મહિલાઓએ ખૂબ મહેનત કરવી પડે છે

કેસરનો તાંતણો એક છેડેથી ફાટેલો હોવો જોઈએ. જ્યારે પાણીમાં નાંખવામાં આવે ત્યારે તેનો કલર કેસરિયો પીળો હોવો જોઈએ.

તેને સૂંઘો અને જીભ પર મૂકો - નકલી કેસર ખૂબ ઓછી સુગંધ કે સ્વાદ ધરાવે છે.

અસલી કેસર સહેજ રીતે જ ફૂલ અને ફળ જેવી સુગંધ ધરાવશે. એક જ સમયે તેનો સ્વાદ મીઠો અને કડવો હોવો જોઈએ.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતિબંધો હેઠળ ઈરાન તેના મોટાભાગના કેસરને બહાર મોકલવા સંઘર્ષ કરે છે

એમએસ ફ્રાન્સિસ, નોર્ફોકમાં નાના પાયે કેસરનું ઉત્પાદન થાય છે. કેસરના ઉત્પાદનમાં દુનિયાના બજારમાં યૂકે નાના પાયે ખેતી કરે છે.

આમ છતાં ન્યૂઝિલૅન્ડથી જર્મની, ગ્રીસથી ભારત સુધીના ઘણા દેશોમાં અહીંના કેસરની માગ છે. જે મોંઘી કિંમતે પણ કેસર ખરીદે છે.

ઈરાન આખા વિશ્વમાં 90 ટકા જેટલા કેસરનો પુરવઠો પૂરો પાડે છે. તે અસલી કેસરના સર્ટિફિકેશન માટે જાણીતું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો