હેરિકેન હાર્વેના દરિયા કિનારે ઢસડાઈ આવ્યું માછલી આકારનું પ્રાણી

Fanged Like Creature found on Texas Beach

ઇમેજ સ્રોત, TWITTER/@PREETALINA

ઇમેજ કૅપ્શન,

પ્રીતિ દેસાઈએ એક ટેક્સાસ બીચ પર પ્રાણી શોધી કાઢ્યું હતું અને તે ઓળખવા માટે ટ્વિટરને પૂછવામાં આવ્યું હતું

હેરીકન હાર્વે બાદ ટેક્સાસના દરિયા કિનારે એક રહસ્યમય અને મોટા દાંતવાળું માછલી આકારનું વિચિત્ર પ્રાણીમળી આવ્યું છે. પ્રીતિ દેસાઈ નામની વ્યક્તિએ આ સડી રહેલી મહાકાય માછલીની એક તસ્વીર ટ્વિટર પર મૂકીને આ માછલીને ઓળખી કાઢવા ટ્વિટર પર મદદ માગી.

આ મહાકાય માછલી આકારના પ્રાણી કેટલીક તસવીરો સાથે પ્રીતિએ ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું, "ઓકે, બાયોલૉજી ટ્વિટર, વ્હોટ ધ હેક ઇઝ ધીઝ? (ઓકે, જીવવિજ્ઞાન ટ્વિટર, આ શું છે?)"

પ્રીતિની ટ્વિટર પોસ્ટને ધ્યાનમાં લઇ ને, જીવ વૈજ્ઞાનિક અને ઇલ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર કેનેથ ટીઘેએ આ વિચિત્ર પ્રાણી ને ફેન્ગટૂથ સ્નેક-ઇલ તરીકે ઓળખી કાઢી હતી. સાથે ટીઘેએ એ પણ જણાવ્યું હતું કે આ ગાર્ડન-ઇલ કે કોંગેર-ઇલ પણ હોઈ શકે છે. કારણ કે આ ત્રણેય પ્રકારની મત્સ્ય પ્રજાતિ ટેક્સાસ ખાતે જોવા મળે છે અને મોટા દાંત ધરાવે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે હેરીકન હાર્વેને લીધે ફૂંકાયેલા પવન અને પૂરની પરિસ્થિતિને કારણે, આ વિચિત્ર મહાકાય માછલી સમુદ્રી તટ ભણી આવી હશે.

ફેંગ ટુથ સ્નેક-ઇલ, જેને "ટસ્કી-ઇલ" તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સામાન્ય રીતે પશ્ચિમ ઍટલાન્ટિક મહાસાગરમાં ૩૦ થી ૯૦ મીટર જેટલા ઊંડા પાણીમાં જોવા મળે છે.

વાવાઝોડાંને કારણે ટેકસાસ ના સમુદ્ર તટ પર થયેલી તારાજી, નુકસાનનું અનુમાન કરવા આવેલી પ્રીતિ દેસાઈએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "તે (વિચિત્ર મહાકાય માછલી) કૌતુક જગાવનારી હતી, તમે સામાન્ય રીતે સમુદ્ર તટ પર જોઈ શકો એવી માછલી નથી. મને લાગ્યું કે આ જળચર પ્રાણી ઊંડા સમુદ્રમાંથી કિનારે તણાયને પહોંચી ગયું હશે. "

પ્રીતિએ ઉમેર્યું હતું, "મારી જિજ્ઞાસા આ શું છે શોધવા માટેની હતી."

દેસાઈએ જણાવ્યું હતું કે તેમણે ટ્વિટ પર ફોટોગ્રાફ્સ પોસ્ટ કરી છે. એક મિત્ર તરત જવાબ આપ્યો અને ડૉ ટિઘનો સંપર્ક કર્યો.

પ્રીતિએ ઉમેર્યું હતું કે, "હું ઘણાં વૈજ્ઞાનિકો અને સંશોધકોને ફોલો કરું છું. આવા લોકોનો મોટો સમુદાય છે જે ખૂબ જ ઉપયોગી છે, ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ વિશ્વ વિશેના કોઈ પ્રશ્નોના જવાબ આપવા અથવા તો પ્રાણીઓ અને છોડને ઓળખવા માટે તેઓ મદદરૂપ થઈ શકે છે."

તેણીએ જણાવ્યું હતું કે તે સમુદ્ર તટ પરની માછલીને તે પ્રકૃતિ ના ખોળે મૂકી છે. કુદરતી રીતે જે પણ કોઈ અંજામે પહોંચે તે મંજુર છે.

ઇમેજ સ્રોત, TWITTER/@PREETALINA