ઉત્તર કોરિયાએ જાપાન તરફ વધુ એક મિસાઇલ છોડી

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન

ઇમેજ સ્રોત, AFP PHOTO/KCNA VIA KNS

ઇમેજ કૅપ્શન,

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન

ઉત્તર કોરિયાએ રાજધાની પ્યોંગયાંગથી પૂર્વ દિશામાં જાપાનની દિશામાં મિસાઇલ છોડી છે. દક્ષિણ કોરિયા અને જાપાની સરકારોએ આ બાબતે પુષ્ટિ કરી છે

દક્ષિણ કોરિયાના સૈન્ય સૂત્રોના જણાવ્યા મુજબ, આ મિસાઇલ 770 કિ.મી.ની ઊંચાઈ સુધી ગઇ અને લગભગ 3700 કિલોમીટર સુધી પહોંચી છે.

રોઇટર્સ ન્યૂઝ એજન્સીએ જાપાનના એનએચકે ટીવીએ આ અંગે માહિતી પ્રસારિત કરી.

મિસાઇલ સ્થાનિક સમય અનુસાર સવારે 6:57 વાગ્યે છોડવામાં આવી અને તે જાપાનના હોકાઈડો ટાપુ પરથી 7:06 વાગ્યે પસાર થઇ.

જાપાને દેશના લોકોને સલામત સ્થળોએ આશ્રય લેવાનું કહ્યું છે. દક્ષિણ કોરિયા અને અમેરિકા આ મિસાઈલ લૉન્ચની વિગતો પર નજર રાખી રહયા છે.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની તાત્કાલિક બેઠક બોલાવી છે.

ઇમેજ સ્રોત, KCNA

રોઇટર્સના જણાવ્યા મુજબ, દક્ષિણ કોરિયાના સૈન્યએ પણ મિસાઈલ છોડવામાં આવી હોવાની પુષ્ટિ કરી છે.

એક દિવસ પહેલા જ સંયુક્ત રાષ્ટ્રમાં ઉત્તર કોરિયા પર નવા પ્રતિબંધો લાદવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી.

ત્યારબાદ નોર્થ કોરિયાએ જાપાનને ડૂબાડી દેવા અને અમેરિકાને રાખ અને અંધકારમાં ધકેલી દેવાની ઉત્તર કોરિયાએ ધમકી આપી હતી.

ગયા મહિને પણ ઉત્તર કોરિયાએ જાપાન ઉપરથી મિસાઈલ છોડી હતી. જેને જાપાને પોતાના માટે મોટા ભય તરીકે ગણાવી હતી.