લંડનમાં ટ્યૂબ ટ્રેન પર આતંકી હુમલો, 18 ઘાયલ

Image copyright PA
ફોટો લાઈન આ સફેદ કલરની ડોલમાં વિસ્ફોટ થયો હતો. ડોલને સુપર માર્કેટની એક કૈરીબેગમાં મુકવામાં આવી હતી

શુક્રવારે સવારે દક્ષિણ-પશ્ચિમ લંડનમાં અંડર ગ્રાઉન્ડ ટ્યુબ ટ્રેનમાં વિસ્ફોટ થયો. જેમાં 18 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટમાં આઈડીનો ઉપયોગ થયો હોવાની પુષ્ટી થઈ છે. સ્કોટલેન્ડ પોલિસ આને આતંકી હુમલો ગણી તપાસ કરી રહી છે.

વિસ્ફોટ સવારે 8.20 વાગે થયો, જ્યારે મોટાભાગના લોકો ઓફિસ જવા માટે નિકળતા હોય છે. વિસ્ફોટ અંડર ગ્રાઉન્ડમાં પાર્સન્સ ગ્રીન મેટ્રો સ્ટેશન પર થઇ.

મેટ્રોની અંદર એક બેગમાં સફેદ કલરની ડોલમાં વિસ્ફોટ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ ડોલમાં આગ લાગેલી જોઈ હતી.

Image copyright AFP
ફોટો લાઈન સવારે 8.20 વાગે વિસ્ફોટ થયો

ઘટના સ્થળ પર એમ્બુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલિસ પહોંચી ચુકી છે. આખા વિસ્તારને સીલ કરી તપાસ ચાલુ કરવામાં આવી છે.

Image copyright REUTERS
ફોટો લાઈન સ્ટેશન પર વ્યથિત મુસાફરો

બ્લાસ્ટમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટ પછી સ્ટેશન પર અફરા તફરી મચી હતી. લંડન એમ્બ્યુલન્સ સેવા કહે છે કે તેણે દ્રશ્યમાં એક જોખમી વિસ્તારની પ્રતિક્રિયા ટીમ મોકલી છે.

ઘટના બાદ મેટ્રોને ખાલી કરાવી દેવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા છે.

Image copyright Getty Images
ફોટો લાઈન પોલિસના જણાવ્યા મુજબ ઘણા લોકો ઘાયલ થયા છે

એ ટ્રેનનાં મુસાફર ક્રિસ વાઇલીશે બીબીસી રેડીયો 5 લાઇવને કહ્યું કે તેણે મેટ્રોના દરવાજા પાસે સુપરમાર્કેટની કેરી બેગની અંદર મુકેલી એક ડોલ જોઈ હતી. તેની અંદરથી આગ નિકળતી હોય એવું દેખાઈ રહ્યું હતું.

બીજા મુસાફરે કહ્યું, " આ એક મોટો વિસ્ફોટ હતો. બધા મુસાફરોએ ખુબ જ સાવધાની અને ઝડપથી ટ્રેનમાંથી નિકળ્યા. મેં એકાદ બે પેસેન્જર જોયા જે ઘાયલ થયા હતા. ત્યા અફરા તફરીનો માહોલ હતો"

Image copyright Emma
ફોટો લાઈન સ્ટેશન પર અફરા તફરીનો માહોલ

ઘટનાના બીજા એક સાક્ષીએ કહ્યું " મારી જમણી બાજુ બે મહિલાઓ અને એક છોકરાને માથા પર વાગ્યું હતું. એમના માથામાં કોંક્રિટ દેખાઈ રહ્યું હતું."

ફોટો લાઈન પારસન્સ ગ્રીન મેટ્રો સ્ટેશનની બહાર સ્કોટલેન્ટ યાર્ડ પોલિસ અને ફાયર બ્રિગેડની ગાડી

બીબીસી લંડનના એંકર રિઝ લેટેફ, જે પાર્સન્સ ગ્રીન સ્ટેશન પર હતા તેમણે કહ્યું, " સ્ટેશન પણ લોકો બહું ગભરાયેલા હતા. લોકો બને એટલું જલદી ઘટના સ્થળથી દૂર ભાગી રહ્યા હતા. , "

સંબંધિત મુદ્દા