પાકિસ્તાનના સંસ્થાપક ઝીણા મુસલમાન હતા પરંતુ ઇસ્લામના કેવા અનુયાયી હતા?
- રજનીશ કુમાર
- બીબીસી હિન્દી સંવાદદાતા

ઇમેજ સ્રોત, Getty Images
ઝીણા વિષે આવું કહેવામાં આવે છે કે તેમના જીવનમાં ધર્મનું કંઈ મહત્ત્વ ન હતું, પરંતુ ઝીણા મૂળભૂત રીતે ઇસ્માઇલી હતા, જે આગા ખાનના અનુયાયી છે.
મોહમ્મદઅલી ઝીણાનું મૃત્યુ સપ્ટેમ્બર 1948માં થયું હતું.
જ્યારે તેમનું મૃત્યુ થયું, ત્યારે તેમને શિયા પ્રમાણે કે સુન્ની પ્રમાણે દફન કરવામાં આવે તેના પર મોટો પ્રશ્ન ઊભો થયો હતો.
તમને આ વાંચવું પણ ગમશે:
પરંતુ આ સંદર્ભે કોઈ પ્રશ્ન ઊભો થવાની વાત નહોતી. કારણ કે તેઓ શિયા હતા.
મૃત્યુ પછી શિયા અથવા સુન્ની હોવા પર વિવાદ
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સાથે વાતચીત કરનાર પાકિસ્તાનના ઇતિહાસકાર મુબારક અલીએ જણાવ્યું, "મુસ્લિમ લીગ સાથે સંકળાયેલા અહમદ ઉસ્માની નામના એક મૌલવી દફનવિધિ સમયે હાજર હતા.
તેમને અંતિમ વિધિઓ સુન્ની તરીકે કરવાનો આગ્રહ કર્યો હતો.
વિવાદની સ્થિતિમાં ઝીણાનો અંતિમસંસ્કાર બંને શિયા અને સુન્ની તરીકે કરવામાં આવ્યો હતો."
અલી કહે છે, "ઝીણા સાહેબ ઇસ્માઇલીથી શિયા બન્યા હતા. ઇસ્માઇલી 6 ઇમામોને માને છે, જ્યારે શિયા 12 ઇમામોને માને છે.
મારો વ્યક્તિગત વિચાર છે કે ઝીણા ધાર્મિક વ્યક્તિ ન હોવા છતાં તેનામાં વ્યક્તિગત અહંકાર ઘણો હતો.
ઇસ્માઇલી સમુદાયના લોકો આગા ખાનને અનુસરે છે, પરંતુ ઝીણા તેમને ઇમામ તરીકે અનુસરવા ઇચ્છતા ન હતા. આ સ્થિતિમાં ઝીણા પોતે શિયા બની ગયા."
ધર્મની દખલ નહોતી
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીને ઝીણા સાથે જોડાયેલી એક રસપ્રદ વાત મુબારક અલીએ જણાવી, "એક વખત તેમની પત્ની તેમના માટે બપોરનું ભોજન લાવ્યાં હતાં.
તે સમયે ત્યાં હાજર લોકોએ એમણે કહ્યું કે તમે જાણો છો, ઝીણા સાહેબ 12 ઇમામોને માને છે.
તેમની પત્ની પારસી હતાં, આ સાંભળીને કહ્યું કે ઝીણા સાહેબ જ્યારે જે હોય છે, હું તે જ બની જાઉં છું."
અલી પ્રમાણે, ઝીણાના વ્યક્તિગત જીવનમાં ધર્મનું ઓછું મહત્ત્વ હતું. પ્રખ્યાત ઇતિહાસકાર હરબંસ મુખિયાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે મૂળભૂત રીતે ઇસ્માઇલી હતા.
હરબંસ મુખિયાએ કહ્યું, "ઝીણાએ કુરાન ક્યારેય વાંચી ન હતી. તેઓ દારૂ અને ધુમ્રપાન કરનાર અને ભૂંડનું માંસ ખાતા હતા. રહેણીકરણી તરીકે તે મુસલમાન ન હતા પરંતુ મુસલમાન લોકોના નેતા હતા."
પાકિસ્તાનનું સર્જન કરનારા શિયા અને અહમદિયા
ઇમેજ સ્રોત, Getty Images
મુખિયા લખે છે, "પાકિસ્તાનના સંદર્ભમાં બે રસપ્રદ વાતો છે. પાકિસ્તાનની લકીર બનાવનાર અહમદિયા હતા.
આજની તારીખમાં, પાકિસ્તાનમાં અહમદિયા સમુદાયને "નોન-મુસલમાન" જાહેર કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનના સ્થાપક શિયા અને દેશની લકીર બનાવનાર અહમદિયા હતા. હાલમાં, બંને સમુદાયોની સ્થિતિ ગંભીર છે."
તેને કહ્યું કે જ્યારે ઝીણા અવિભાજિત ભારતમાં હતા ત્યારે શિયા અને સુન્નીનો વિવાદ ન હતો.
ઝીણા કંઈ પણ છુપાઈને ન કરતા
ઇમેજ સ્રોત, Getty Images
હરબંસ મુખિયાએ જણાવ્યું, "પાકિસ્તાનની રચના પછી, લાંબા સમય સુધી શિયા અને સુન્ની વચ્ચે સંઘર્ષો થતા નહોતા. આ સંઘર્ષ 1958 અને 1959માં શરૂ થયા.
ઝીણાની દારૂ પીવાની અને ભૂંડનું માંસ ખાવાની આદતો સામાજિક રીતે જાણીતી હતી."
તેમને કહ્યું, "જ્યારે 14 ઓગસ્ટ 1947માં પાકિસ્તાન બન્યું, ત્યારે રમદાનનો પવિત્ર મહિનો ચાલતો હતો.
ઝીણાએ કહ્યું કે આ પ્રસંગ માટે ભવ્ય ભોજન હોવું જોઈએ.
લોકોએ તેમને કહ્યું કે રમદાનનો મહિનો હોવાથી બપોરે કેવી રીતે ભોજનની ગોઠવણ થશે. ઝીણા તો આવા જ માણસ હતા."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો