જીનીવા: નોટબંધીના ડરે 500 યુરોની નોટો ટોઈલેટમાં પધરાવી દેવાઈ

ટોઈલેટ અને 500 યુરોની નોટોની તસવીર

ઇમેજ સ્રોત, PA/GETTY

ઇમેજ કૅપ્શન,

સ્વિસ સરકાર 500 યુરોના દરની ચલણી નોટોનું છાપકામ 2018માં બંધ કરવા જઈ રહી છે

સ્વિસ અધિકારીઓ જીનીવામાં 500 યુરોની હજારો નોટો કોઈએ શા માટે ટોઈલેટમાં ફ્લશ કરી દીધી તેની તપાસ કરી રહ્યા છે.

500 યુરો(38 હજાર રૂપિયા)ની નોટોના ટુકડા અહીંની યુ.બી.એસ બેન્કની બ્રાન્ચ તથા તેની નજીકની રેસ્તોરાંના ટોઈલેટમાંથી મળી આવ્યા હતા.

આને લીધે હજારો સ્વિસ લોકોના ઘરની પાઈપલાઈનો જામ થઈ ગઈ અને તેમણે પ્લમ્બિંગ પર હજારો યુરો ખર્ચવા પડી રહ્યા છે.

ઊંચા દરની નોટો ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે વપરાઈ શકે છે, તેવી ભીતિને પગલે સ્વિત્ઝર્લેન્ડ સરકાર 2018માં 500ના દરની નોટો ચલણમાંથી પાછી ખેંચી લે તેવી શક્યતા છે.

તમને આ વાંચવું પણ ગમશે :

જો કે, નોટોની કાનૂની માન્યતા યથાવત રહેશે, પણ તેના ઉપયોગ મામલે યુરોપિયન કાઉન્સિલની તપાસને પગલે યુરોપિયન સેન્ટ્રલ બેન્ક તેનું છાપકામ બંધ કરી દેશે.

જો કે, સ્વિત્ઝર્લેન્ડમાં ચલણી નોટોનો નાશ કરવો અપરાધ નથી, પણ સ્થાનિક અધિકારીઓએ આ અસામાન્ય ઘટના પાછળના સંજોગોની તપાસ કરી રહ્યા હોવાની વાતને પુષ્ટિ આપી છે.

જીનીવાના પ્રોસિક્યુટર ઓફિસના અધિકારી વિન્સેન્ટ ડિરૌન્ડ બીબીસીને કહ્યું, “અમે આ નોટો ક્યાંથી આવી અને આની પાછળ કોઈ ગુન્હો થયો છે કે, કેમ? તેની તપાસ કરી રહ્યા છીએ.”

તેમણે વધુમાં કહ્યું કે, “આ ખૂબ જ આશ્ચર્યજનક ઘટના છે.”

સ્થાનિક અહેવાલોમાં કહેવાયું હતું કે આ મામલે એક વકીલની પુછપરછ કરવામાં આવી છે, જો કે, ડિરૌન્ડે તેના વિશે કોઈ ટિપ્પણી ન કરી.