બ્લૂટૂથ ઑન કરતી વખતે રાખો આ કાળજી

મોબાઈલની સ્ક્રિનની તસવીર
ઇમેજ કૅપ્શન,

માલવેર દ્વારા મોબાઈલનો ડેટા ચોરી થઈ શકે છે.

મોબાઈલ ફોનનું બ્લૂટૂથ ઓન રાખવું ખતરનાક પુરવાર થઈ શકે છે.

થોડા સમય અગાઉ સિક્યુરીટી કંપની આર્મિસના સંશોધનકર્તાઓના સમૂહે એવો માલવેર શોધી કાઢ્યો હતો જે બ્લૂ ટુથ સાથે જોડાયેલા ડિવાઇસ પર હુમલો કરી શકે છે.

આ માલવેર ફક્ત સ્માર્ટફોન જ નહિ પણ સ્માર્ટ ટીવી, ટેબલેટ, લેપટોપ, લાઉડ સ્પીકર અને તમારી કાર પર પણ હુમલો કરી શકે છે.

વિશ્વમાં કુલ મળીને 5.3 અબજ ડિવાઇસ છે, જે બ્લૂટૂથનો ઊપયોગ કરે છે. આ માલવેરનું નામ બ્લૂબોર્ન છે.

આ એટેક મારફતે હેકર જેમનું બ્લૂટૂથ ચાલુ હોય તે ડિવાઇસને નિયંત્રણમાં લઈ શકે છે. જેના દ્વારા તમારા મોબાઇલનો ડેટા સરળતાથી ચોરી કરી શકાય છે.

આર્મિસનું કેહવું છે કે," બ્લૂટૂથ ડિવાઇસ સંબંધિત બીજા પણ કેટલાક માલવેર હોઈ શકે છે. જેની ઓળખ કરવાની બાકી છે."

તમને આ પણ વાંચવું ગમશે

બ્લૂબગિંગ

ઇમેજ કૅપ્શન,

બ્લૂબોર્ન માત્ર 10 સેકન્ડમાં ડિવાઇસનું નિયંત્રણ કરી શકે છે.

આ માલવેરનો હુમલો ઘણો ગંભીર હોઈ શકે છે. આ બગ બ્લૂટૂથનો ફાયદો ઊઠાવી હુમલો કરે છે. બ્લૂ-બોર્ન પણ આ જ શ્રેણીમાં આવે છે.

આ માલવેર મારફતે હુમલાવર તમારા ડિવાઇસ માં વાઇરસ મોકલીને તમારો ડેટા ચોરી શકે છે.

બ્લૂબોર્નને કોઈ યુઝરની સંમતિની જરૂર નથી હોતી. તે કોઈ લિંક પર ક્લિક કરવા પણ નથી કહેતો.

માત્ર દસ સેકન્ડમાં જ કોઈ એક્ટિવ બ્લૂટૂથ ડિવાઇસને નિયંત્રિત કરી શકે છે.

આર્મિસે એક એવી ઍપ્લિકેશન બનાવી છે જે શોધી શકે છે કે તમારું ડિવાઇસ સુરક્ષિત છે કે નહિ.

આ ઍપ્લિકેશનનું નામ છે 'બ્લૂ બોર્ન વલ્નરેબલીટી સ્કેનર'. આ એપ ગુગલના સ્ટોર પર પણ ઉપલબ્ધ છે.

બ્લૂજેકિંગ

બીજો ખતરો છે બ્લૂજેકિંગ. બ્લૂટૂથ સાથે જોડાયેલ એક કરતા પણ વધુ ડિવાઇસને આ માલવેર સ્પેમ મોકલી શકે છે.

તે વીકાર્ડ( પર્સનલ ઈલેક્ટ્રોનિક કાર્ડ) દ્વારા આ મેસેજ મોકલી શકે છે. આ મેસેજ એક નોટ કે કોન્ટેક્ટ નંબરના રૂપમાં હોઈ શકે છે.

સામાન્ય રીતે બ્લૂજેકિંગ એ બ્લૂટૂથ ડિવાઇસના નામે સ્પેમ મોકલે છે.

બ્લૂસ્નાર્ફિંગ

આ બ્લૂજેકિંગ કરતા પણ ખતરનાક છે. આ સ્પેમથી ઇન્ફોર્મેશનની ચોરી થાય છે.

તેનો ઉપયોગ મોટેભાગે ફોનબુક અને ડેટા ચોરી કરવા માટે થાય છે.

તેનાથી અંગત મેસેજ અને તસવીરો પણ ચોરી કરી શકાય છે, પરંતુ આ માટે હેકર યૂઝરના 10 મીટરની રેન્જમાં હોવું જરૂરી છે.

કઈ રીતે આ એટેક સામે સુરક્ષિત રહી શકાય

  • માઇક્રોસોફ્ટ, ગૂગલ અને લિનક્સે બ્લૂબોર્નથી ડિવાઇસને બચાવવા માટે પેચ રિલીઝ કર્યો હતો.
  • આધુનિક ઉપકરણોમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી માટે કન્ફર્મેશન કોડ જરૂરી હોય છે તે પણ વાપરી શકાય છે.
  • મોડ 2 પ્રકારના બ્લૂટૂથ વાપરી શકાય છે અને તે વધુ સુરક્ષિત છે.
  • ડિવાઇસ બ્લૂટૂથ નામને હિડન જ રાખવું.
  • બ્લૂટૂથનું કામ ન હોય તો તેને બંધ રાખવું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો