મારિયાની વીજળી પર માર, અંધારામાં 35 લાખ લોકો

પ્યૂર્ટો રિકોના રસ્તા પર ધરાશાયી વૃક્ષો Image copyright AFP

વાવાઝોડા મારિયાએ કેરેબિયન ટાપુ પ્યૂર્ટો રિકો પર ગંભીર અસરો છોડી છે.

ઇમર્જન્સી સેવાઓ સાથે જોડેલાયા અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર ટાપુ પર વીજળી પુરવઠો બંધ છે

પ્યૂર્ટો રિકોમાં લગભગ 35 લાખ લોકો રહે છે. ડિસાસ્ટર મેનેજમેન્ટ વિભાગના પ્રમુખ અબનેર ગોમેઝે જણાવ્યું છે કે પ્યૂર્ટો રિકોના એક પણ ઘરમાં વીજળી નથી.

તમને આ વાંચવું પણ ગમશે

Image copyright ALEX WROBLEWSKI/AFP/GETTY IMAGES

અમેરિકાના નેશનલ હરિકેન સેન્ટર મુજબ ટાપુના કેટલાક વિસ્તારમાં પાણીનું સ્તર વધી રહ્યું છે.

જોકે મારિયા હવે પ્યૂર્ટો રિકોથી આગળ વધી ગયું છે અને નબળું પડી ગયું છે. તેની ક્ષમતા હવે બીજી કેટેગરીના વાવાઝોડાની થઈ ગઈ છે.

અબનેર ગોમેઝે એક સ્થાનિક સમાચારપત્રને કહ્યું છે કે જ્યારે અમે બહાર નીકળવાની સ્થિતિમાં હોઈશું ત્યારે અમે જોઈશું કે અમારો ટાપુ બરબાદ થઇ ચૂક્યો છે. આ ચક્રવાતી તોફાનના રસ્તામાં જે પણ આવ્યું એ બધું જ બરબાદ થઈ ગયું.

Image copyright RICARDO ARDUENGO/AFP/GETTY IMAGES

અમેરિકાના આ ક્ષેત્રના ગવર્નર રિકાર્ડો રોઝેલોએ બુધવાર સાંજથી શનિવાર સવાર સુધી કર્ફ્યૂ લગાવ્યો છે.

મારિયા જ્યારે પ્યૂર્ટો રિકો પહોંચ્યું ત્યારે લોકોને લાગ્યું કે પાછલા સો વર્ષોમાં આટલું ભયાનક વાવાઝોડું નથી આવ્યું.

સૈન જુઆનના ગવર્નરએ અહીંના લોકોને સાંજના છ વાગ્યાથી સવારના છ સુધી ઘરમાં રહેવાનો આદેશ આપ્યો છે.

Image copyright RICARDO ARDUENGO/AFP/GETTY IMAGES

આદેશનો હેતુ લોકોને દુર્ઘટનાથી બચાવવાનો છે કારણ કે ગમે ત્યાં વીજળીના તાર પડ્યા છે અને રસ્તાઓ પર કાટમાળ પડેલો છે.

હજારો લોકોએ પોતાના મિત્રો અને સંબંધીઓને ત્યાં તો ઇમર્જન્સી સ્થિતિ માટે બનાવેલા ઠેકાણાઓ પર શરણ લીધું છે.

જ્યારે તોફાન પૂરી રીતે શાંત થશે ત્યારે લોકોને બહાર થયેલા નુક્સાનનો અંદાજો આવશે.