સોશિયલ મીડિયા પર કોંગ્રેસ ઉપાધ્યક્ષની તસવીર વાયરલ

આ યુવતી રાહુલ ગાંધી સાથે જોવા મળી હતી. Image copyright Getty Images

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જ્યારે વિદેશ પ્રવાસ પર હોય છે ત્યારે ભારતીય મીડિયાની નજર સતત તેમના પર હોય છે. આ વખતનો વિદેશ પ્રવાસ ભાષણોને કારણે ચર્ચામાં રહ્યો છે.

આ સંબોધનોમાં તેઓ કોંગ્રેસની ખામીઓ સ્વીકારી રહ્યા છે. ઉપરાંત નરેન્દ્ર મોદીની સરકાર પર આકરાં પ્રહારો પણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર રાહુલ પોતાની તસવીરો પોસ્ટ કરી રહ્યા છે. તેમની સાથે રહેલા નેતાઓ આ પ્રવાસની વિગતો આપી રહ્યા છે.


સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ

Image copyright NATHALIA RAMOS
Image copyright NATHALIA RAMOS

રાહુલના અમેરિકા પ્રવાસની એક તસવીર ચર્ચાનો વિષય બની છે. જો કે આ તસવીર રાહુલ ગાંધી કે તેમના કોઈ સાથી નેતાએ પોસ્ટ નથી કરી.

એક યુવતીએ 14 સપ્ટેમ્બરના રોડ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર આ તસવીર પોસ્ટ કરી હતી.

આ તસવીરમાં રાહુલ ગાંધી એક યુવતી સાથે પ્રસન્ન મુદ્રામાં જોવા મળે છે. તસવીર પોસ્ટ કરનારી મહિલાનું નામ નતાલિયા રામોસ છે.

નતાલિયાએ તેના ટ્વિટર પર આ તસવીર સાથે લખ્યું છે, 'ગત રાત્રે વાક્પટુ અને જાણકાર રાહુલ ગાંધી સાથે મુલાકાત'


કોણ છે નતાલિયા રામોસ?

Image copyright OFFICE OF RG

નતાલિયાએ ઇન્સ્ટાગ્રામ પર પણ આ જ તસવીર પોસ્ટ કરી લખ્યું, "ગતરાત્રે વાક્પટુ અને જાણકાર રાહુલ ગાંધી સાથે. દુનિયાના અલગ-અલગ વિસ્તારોમાંથી આવેલા અને ઉચ્ચ દૃષ્ટિકોણ ધરાવતા લોકોને મળીને અત્યંત આનંદ થયો."

વધુ ઉમેરતા તેણે લખ્યું, "ખુલ્લા મગજ અને ખુલ્લા દિલ સાથે જ આપણે આ વિશ્વને વધુ સારી જગ્યા બનાવી શકીએ છીએ. મારું મગજ ખોલવા બદલ આભાર."

સોશિયલ મીડિયા પર જેમ-જેમ આ તસવીર વાયરલ થઈ રહી છે તેમ-તેમ લોકોમાં તે જાણવાની આતુરતા વધી રહી છે કે આ મહિલા કોણ છે.


ક્યાં રહે છે આ યુવતી?

Image copyright Getty Images

નતાલિયાનું પૂરું નામ નતાલિયા નોરા રામોસ કોહેન છે. તે સ્પેનિશ-ઓસ્ટ્રેલિયન અભિનેત્રી છે અને તેની પાસે અમેરિકાનું નાગરિકત્વ પણ છે.

વર્ષ 2007માં આવેલી ફિલ્મ 'યાસ્મિન' અને વર્ષ 2013માં આવેલી ફિલ્મ 'દલ ડૈમ્ડ' માટે તેમને યાદ કરવામાં આવે છે.

નતાલિયાનો જન્મ વર્ષ 1992માં સ્પેનના મેડ્રિડ શહેરમાં થયો હતો.


માતા ઓસ્ટ્રેલિયન

Image copyright Getty Images

તેના માતા ઓસ્ટ્રેલિયન છે અને પિતા પિતા સ્પેનિશ પૉપ ગાયક જુઆન કાર્લોસ રામોક બકેરો છે, જેને 'ઈવાન'ના નામે પણ ઓળખવામાં આવે છે.

બે વર્ષની ઉંમરે તે ઓસ્ટ્રેલિયા પહોંચી. બાદમાં મિયામીમાં તેનો ઉછેર થયો. વર્ષ 2016માં તેણે અમેરિકાનું નાગરિકત્વ સ્વીકાર્યું હતું.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)