સોશિયલ: કોણ કહે છે કે ઇન્દિરા આયર્ન લેડી હતા?

સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં, ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાન પર શાબ્દિક હુમલાઓ કર્યા છે.

સુષ્મા સ્વરાજે કહ્યું હતું, "અમે ગરીબી સામે લડી રહ્યા છીએ અને અમારો પાડોશી દેશ પાકિસ્તાન અમારી સાથે લડી રહ્યું છે. પાકિસ્તાને હેવાનિયતની તમામ મર્યાદાઓ પાર કરી છે."

ભારત દેશની ઓળખ આઈટીના (ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના) હબ (મુખ્ય મથક) તરીકે બનેલી છે. પાકિસ્તાનની ઓળખ આતંકવાદના ગઢ સમાન રાષ્ટ્ર તરીકે પંકાયેલી છે.

"ભારતે ડોક્ટરો, વૈજ્ઞાનિકો પેદા કર્યા છે અને પાકિસ્તાન જેહાદીઓ પેદા કરી રહ્યું છે."

"અમે આઈઆઈટી (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટે ઓફ ટેક્નોલોજી), આઇઆઇએમ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ), એઇમ્સ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ)ની રચના કરી. જ્યારે પાકિસ્તાને હિઝબુલ મુજાહિદ્દીન, હક્કાની નેટવર્ક અને લશ્કર-એ-તોઇબા પેદા કર્યા છે."

Image copyright @narendramodi
ફોટો લાઈન સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં, ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુષ્માના ભાષણની પ્રશંસા કરી છે. મોદીએ ટ્વિટ કર્યું હતું કે, "વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ઉત્તમ પ્રવચન આપ્યું હતું. તેમણે વિશ્વ મંચ પર ભારતને સન્માનિત કર્યા છે."

"વૈશ્વિક પડકારોને દર્શાવ્યા અને કહ્યું કે ભારતની પ્રતિબદ્ધતા હંમેશાં એક સારા બ્રહ્માંડ માટે રહી છે. તેમણે આતંકવાદ પર મજબૂત સંદેશ આપ્યો."

"સુષ્માજીએ ભારપૂર્વક કહ્યું કે શા માટે આપણે આતંકવાદ સામે એક થઈને સંઘર્ષ કરવો જોઇએ. "

Image copyright UN
ફોટો લાઈન સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં, ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ

સોશિયલ મીડિયા પર સુષ્માના ભાષણની ચર્ચા કરવામાં આવી છે. વાંચો કોણે શું લખ્યું?

પ્રિયંકા ઝાએ ફેસબુક પર લખ્યું હતું, "મને સુષ્મા સ્વરાજનું ભાષણ ગમ્યું. ચીંથરેહાલ કરી નાખ્યા. દિલ ખુશ થઇ ગયું. "

@HindiSatireએ લખ્યું, "સુષ્મા સ્વરાજે બહુ જ માર્યા, મારી મારી ને છોતરાં કાઢી નાખ્યા."

કૃષ્ણ કુમારે ફેસબુક પર લખ્યું હતું: "સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં બોલતી વેળાએ સુષ્મા સ્વરાજ સાક્ષાત્ ભારત માતા લાગી રહ્યા હતા, આજે ફરીથી ગર્વ સાથે માથું ઊંચું થઇ ગયું છે."

એનઆર કદમે લખ્યું, "સમયાંતરે દેશમાં એક થી એક ચડિયાતા હિન્દી વકતાઓ થયા છે, પરંતુ અટલજી પછી શુદ્ધ હિન્દીના પ્રખર વકતા માત્ર સુષમા સ્વરાજ જ છે"

નીરજ સિંહે લખ્યું, "કોણ કહે છે કે ઇન્દિરા ગાંધી આયરન લેડી હતી, અરે અસલી આયરન લેડી તો સુષમા સ્વરાજ છે."

મનોજ કુમાર સહુએ ટ્વિટ કર્યું કે, "મોદી કહે છે કે કોંગ્રેસે ૭૦ વર્ષમાં કઈ નથી કર્યું, જ્યારે સુષમા સ્વરાજ યુએનમાં કહે છે કે આઈઆઈટી બન્યા, આઇઆઇએમ બન્યા, એઇમ્સ પણ બન્યા."