યુએસ બોમ્બર્સ વિમાનોએ ઉત્તર કોરિયાની આસપાસ ઉડયા

અમેરિકાના ફાઇટર પ્લેનની પ્રતીકાત્મક તસીર Image copyright US Pacific Command
ફોટો લાઈન યુએસ બોમ્બર્સ વિમાનો ઉત્તર કોરિયા સરહદ નજીકથી ઉડ્ડાણ ભરી

પેન્ટાગોન અનુસાર, અમેરિકન બોમ્બર વિમાનોએ ઉત્તર કોરિયાની હવાઈ સીમાની નજીકથી ઉડ્ડાણ ઉડાન ભરી છે.

અમેરિકન સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનની પ્રવક્તા ડાના વ્હાઈટએ જણાવ્યું છે કે આ ઉડ્ડાણો એટલા માટે ભરવામાં આવી કે અમેરિકા બતાવા માંગે છે, "(અમિરીકી) પ્રમુખ પાસે કોઈ પણ પ્રકારના જોખમ ને ટાળવા માટે ઘણા વિકલ્પો છે."

તાજેતરના દિવસોમાં, ઉત્તર કોરિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના શબ્દની લડાઇ ખૂબ તીક્ષ્ણ બની છે.

યુ.એસ. દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ ફ્લાઇટ્સ એ જણાવી રહી છે કે અમે ઉત્તર કોરિયાના "બેદરકાર" વલણને કેટલું ગંભીરતાથી લઇએ છીએ.

યુનાઈટેડ નેશન્સમાં મંગળવારે તેમના ભાષણમાં, ટ્રમ્પે કહ્યું હતું કે જો યુનાઇટેડ સ્ટેટ્સને પોતાને અને તેના સાથીઓનું રક્ષણ કરવાની ફરજ પડી, તો તે ઉત્તર કોરિયાનો સંપૂર્ણપણે નાશ કરશે.

દરમિયાન ઉત્તર કોરિયાના વિદેશપ્રધાને સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં સંબોધન કર્યું. તેમણે ટ્રમ્પને શાંતિ માટે સૌથી મોટું જોખમ ગણાવ્યા. સાથે જ ઉમેર્યં, અમેરિકા પર નિશાન સાધવું જરૂરી બની રહ્યું છે.

ઉત્તર કોરિયાની અણુ પરીક્ષણ સાઇટની નજીક શનિવારના દિવસે 3.4 તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો, જેને કારણે ઉત્તર કોરિયામાં વધુ એક અણુ પરિક્ષણ થયા હોવાની આશંકા સેવાઇ રહી છે.

તેમ છતાં, નિષ્ણાતો માને છે કે શનિવારે રેકોર્ડ થયેલ ભૂકંપ એ એક કુદરતી ઘટના હતી.