જર્મનીઃ મર્કેલ ચોથીવાર બનશે ચાન્સલર

એન્જલિના મર્કેલ Image copyright Getty Images

જર્મનીમાં થયેલી સામાન્ય ચૂંટણીઓ બાદ એક્ઝિટ પૉલના તારણો પ્રમાણે એન્જેલિનામર્કેલ ચાન્સલર બનવા જઈ રહ્યાં છે.

તેમનું સીડીયૂ/સીએસયૂ ગઠબંધન 32.5 ટકા મતો સાથે સૌથી વધારે બેઠકો મેળવી શકે છે.

જો કે આ પહેલાંની સરકારમાં તેમની ગઠબંધન સહયોગી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી એસપીડીને 20 ટકા મત મળવાનું અનુમાન છે. આ પાર્ટીએ વિપક્ષમાં બેસવાનો નિર્ણય લીધો છે.

અનેક લોકો માટે ચોંકાવનારા એક્ઝિટ પૉલના તારણોમાં પ્રવાસી વિરોધી જમણેરી પાર્ટી એએફડી 13.5 ટકા મત સાથે દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી બની શકે છે.


મર્કલે શું કહ્યું?

Image copyright Getty Images

પોતાના સમર્થકોને સંબોધતા મર્કલે કહ્યું કે તેમને સારા પરિણામોની આશા હતી અને આવનારો સમય પડકારજનક હશે.

તેમણે કહ્યું કે તેઓ એએફડીને વોટ આપનારા લોકોની ચિંતાઓને સમજશે જેથી ફરીથી તેમનો વિશ્વાસ સંપાદિત કરી શકાય.

એક્ઝિટ પૉલના તારણો બાદ માર્ટિન શુલ્જના નેતૃત્વવાળી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી નીચેના સ્તરે પહોંચી છે.

શુલ્જે કહ્યું કે આ તારણો મર્કલની પાર્ટી સાથેના ગઠબંધનનો અંત પણ છે


'સોશિયલ ડેમોક્રેટ લોકો માટે મુશ્કેલ દિવસ'

Image copyright Getty Images

પોતાના સર્મથકો સાથે વાત કરતા શુલ્જે કહ્યું, "આપણે આપણું લક્ષ્ય હાંસલ ના કરી શક્યાં. આ જર્મનીમાં સોશિયલ ડેમોક્રેટ લોકો માટે એક કડવો અને મુશ્કેલ દિવસ છે."

બીજી તરફ જમણેરી એએફડીએ અપેક્ષાથી પણ વધારે સારું પ્રદર્શન કર્યું છે. જેનાથી સંસદમાં પાર્ટીની સીટો સુનિશ્વિત થઈ ગઈ છે. એવું પહેલીવાર બનશે કે એએફડી બુંડેસ્ટાગમાં પ્રથમવાર દાખલ થશે.

પાર્ટી નેતા ફ્રાક પેટરીએ ચૂટણીનાં પરિણામોને એક રાજનૈતિક ભૂકંપ ગણાવ્યો છે.

મર્કલે હવે નવા ગઠબંધન સહયોગીઓની શોધ કરવી પડશે અને આ પ્રક્રિયામાં મહિનાઓનો સમય લાગી શકે છે.