શ્રીલંકન પોલીસે મળદ્વારમાં સોનું છૂપાવનાર દાણચોરની ધરપકડ કરી

સોનાના ઘરેણાં Image copyright Srilanka customs
ફોટો લાઈન આ પહેલા પણ અનેક લોકો દાણચોરીના કેસમાં પકડાયા છે

શ્રીલંકન પોલીસ અધિકારીઓએ એક વ્યક્તિની કથિત રીતે સોનાની દાણચોરી કરવાના આરોપસર ધરપકડ કરી છે.

આ વ્યક્તિ પર આરોપ છે કે તે પોતાના મળદ્વારામાં 1 કિલો સોનું છુપાવીને લઈ જતો હતો.

કસ્ટમ અધિકારીઓએ 904 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. જેની કિંમત આશરે 19,04,649 રૂપિયા છે. આ સોનું કથિત રીતે આરોપીના મળદ્વારમાંથી મળી આવ્યું હતું.

45 વર્ષીય શ્રીલંકન નાગરિક હવાઈમાર્ગે ભારત આવવા નીકળ્યો હતો પરંતુ તેની કોલંબો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવી.

છેલ્લા કેટલાક વર્ષોમાં આવા ઘણા કેસ સામે આવ્યા છે.

Image copyright Sri lanka customs
ફોટો લાઈન સોનાને પ્લાસ્ટીકમાં પૅક કરવામાં આવ્યું હતું

સામાન્યપણે દાણચોરો દુબઈ અને સિંગાપોર જેવી જગ્યાઓથી સોનાની ખરીદી કરે છે. આ દેશોમાં સોનું સસ્તા ભાવે મળે છે. જે બાદ તેઓ આ સોનું ભારતમાં વધારે નફા સાથે વેંચે છે.

BBC સિંહાલાને કસ્ટમ ઓફિસરે જણાવ્યું, "આરોપી વિચિત્ર રીતે ચાલી રહ્યો હોવાથી શંકા જતા તેને અટકાવવામાં આવ્યો હતો."

વધુમાં તેમણે કહ્યું કે છૂપાયેલું સોનું મેટલ ડિટેક્ટરમાં ઝડપાઈ આવ્યું. સોનાને એક કોથળીમાં પૅક કરીને મળદ્વારમાં છૂપાવવામાં આવ્યું હતું.

Image copyright Alamy
ફોટો લાઈન ભારતમાં હંમેશા સોનાના ઊંચા ભાવ મળે છે

કસ્ટમ ઓફિસના પ્રવક્તાનું કહેવું છે, "ઝડપાયેલા સોનામાં ચાર બિસ્કીટ, 3 સોનાના ટૂકડા, 6 ઘરેણાં અને 2 સોનાની વસ્તુઓ હતી.

ગત અઠવાડીયે પણ કસ્ટમ અધિકારીઓએ એક મહિલાની ધરપકડ કરી હતી. જે 314.5 ગ્રામ સોનું પોતાના મળદ્વારમાં છૂપાવીને ભારત આવી રહી હતી.

સંબંધિત મુદ્દા