રખાઈનમાં ખાતે હિંદુઓની સામુહિક કબર મળી-મ્યાનમાર સરકાર

મ્યાનમાર સેના અને રોહીંગ્યા મુસ્લિમો આમને સામને Image copyright Getty Images
ફોટો લાઈન મ્યાનમાર સેના અને રોહીંગ્યા મુસ્લિમો આમને સામને

મ્યાનમાર સરકાર જણાવ્યા મુજબ દેશના રખાઈન પ્રાંતમાં એક સામૂહિક કબર મળી આવી છે.

આ કબરમાં 28 લોકોના મૃતદેહો છે. જેમાં મોટાભાગની મહિલાઓ છે.

મ્યાનમારનો આ એજ રખાઈન પ્રાંત છે જ્યાંથી હાલના સમયમાં રોહીંગ્યા મુસલમાનો હિજરત કરી રહ્યા છે.

સરકારના જણાવ્યા મુજબ કબરમાં રહેલા મૃતદેહ હિંદુઓના છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની હત્યા રોહિંગ્યા ઉગ્રવાદીઓએ કરી છે.

મ્યાનમારના રખાઈન પ્રાંતમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયેલો છે અને મ્યાનમાર સરકાર દ્વારા કરવામાં આવેલા આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

Image copyright AFP
ફોટો લાઈન મ્યાનમારના રખાઈન પ્રાંતમાંથી હિજરત કરી રહેલા રોહીંગ્યા મુસલમાનો

મ્યાનમારમાં આશરે એક મહિના અગાઉ રોહીંગ્યા ઉગ્રવાદીઓએ સુરક્ષા દળો પર હુમલા કર્યા હતા. જે બાદ મ્યાનમારની સેનાએ તેમની સામે ઓપરેશન શરૂ કર્યું હતું.

સંયુક્ત રાષ્ટ્ર સંઘે સેનાના આ અભિયાનને 'જાતીય હિંસા' તરીકે વર્ણવી હતી.

લશ્કર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને કારણે ચાર લાખ ત્રીસ હજારથી પણ વધારે રોહિંગ્યા મુસલમાનો મ્યાનમારમાંથી હિજરત કરી ગયા છે અને બાંગ્લાદેશમાં આશરો લીધો છે.