અફઘાનિસ્તાન: અમેરિકી હુમલામાં નાગરિકોનાં મોત

Extremist attacks on Kabul Airport Image copyright EPA

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અમેરિકા દ્વારા કટ્ટરપંથીઓ પરના હવાઈ હુમલામાં સામાન્ય જનતા ભોગ બની હોવાનું બહાર આવ્યું છે.

હજુ સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે આ હુમલામાં કેટલા લોકો માર્યા ગયા છે અને કેટલા લોકો ઘવાયા છે.

અમેરિકી રક્ષામંત્રી જેમ્સ મૈટીસના અફઘાનિસ્તાન પ્રવાસ દરમ્યાન કટ્ટરપંથીઓએ કાબુલ હવાઈ મથક પર રોકેટ દ્વારા હુમલો કર્યો હતો.

Image copyright EPA

કટ્ટરપંથીઓ દ્વારા કાબુલ હવાઈ મથક પર હુમલા બાદ વળતી કાર્યવાહીના ભાગરૂપે અમેરિકા દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં અફઘાની સેનાએ પણ અમેરિકાની સેનાને સાથ આપ્યો હતો.

અફઘાન સ્થિત નાટો મિશનની યાદીમાં માં જણાવવામાં આવ્યું હતું, "દુર્ભાગ્યપૂર્ણ છે કે એક મિસાઈલમાં કોઈ ખામી સર્જાઈ હોવાને કારણે કેટલાય લોકોના મોત થયા છે. આ બાબતે તપાસ થઇ રહી છે."

કાબુલ હવાઈ મથક પર થયેલા હુમલાની જવાબદારી તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ બંન્ને કટ્ટરપંથી જૂથોએ સ્વીકારી છે.

અમેરિકી રક્ષામંત્રીએ અફઘાનિસ્તાન સ્થિત નાટો પ્રમુખ જેન્સ સ્ટોલ્ટનબર્ગ અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે અફઘાન સેનાને મજબૂત કરવા માટેની વાતચીત કરી હતી.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)