ઇરાકથી અલગ થવા કુર્દોએ વોટિંગ કર્યું

જનમત સંગ્રહ બાદ ઉજવણી કરી રહેલા કુર્દ Image copyright Getty Images

રાકના ઉત્તર ક્ષેત્રમાં સોમવારે વિવાદાસ્પદ જનમતમાં લોકોએ સ્વતંત્ર કુર્દિસ્તાન પ્રદેશની તરફેણમાં મતદાન કર્યું હતું.

ઇરાક ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 33 લાખ લોકોમાંથી 92 ટકા મતદારોએ સ્વતંત્ર કુર્દિસ્તાનને ટેકો આપવા માટે મતદાન કર્યું હતું. તેમાં કુર્દ અને બિન-કુર્દ પ્રજાનો સમાવેશ થાય છે.

ઇરાકના પ્રધાનમંત્રીએ છેલ્લી ઘડીએ લોકમતના પરિણામોને રદ્દ કરવાની અપીલ કરી હતી.

વડાપ્રધાને બંધારણીય માળખા હેઠળ ઈરાકી સરકાર સાથે વાત કરવા માટે કુર્દોને અપીલ કરી હતી.

કુર્દિશ નેતાઓ કહે છે કે લોકમતમાં 'હા' ની તરફેણમાં મેળવવામાં આવેલા મતદાનના પરિણામે તેઓ બગદાદમાં હાજર સરકાર અને પાડોશી દેશોના અલગતાવાદી વલણને લઇને આ જનાદેશ દ્વારા વાતચીત કરી શકશે.

સેના ખડકવી

Image copyright EPA

દરમિયાન, ઇરાકની સંસદે વડાપ્રધાનને જણાવ્યું છે કે તેઓ કુર્દિશ લશ્કરના અંકુશ હેઠળ તેલ-સમૃદ્ધ કિર્કુક પ્રદેશ અને અન્ય વિવાદગ્રસ્ત વિસ્તારોમાં પોતાનું લશ્કર તૈનાત કરે.

આ લોકમત ઇરાકના કુર્દીસ્તાન પ્રદેશના ત્રણ વિસ્તારો અને વિસ્તારના અધિકારની બહારના કુર્દિસ્તાન પ્રદેશમાં કરવામાં આવ્યો હતો.

ચૂંટણી પંચના અધિકારીઓએ બુધવારે ઇરબીલમાં જાણકારી આપતા કહ્યું હતું કે ૨૮ લાખ ૬૧ હજાર લોકોએ સ્વતંત્ર કુર્દિસ્તાનના પક્ષમાં 'હા' તરીકે મતદાન કર્યું હતું અને ૨ લાખ ૨૪ હજાર લોકોએ 'ના' સ્વરૂપે મતદાન કર્યું હતું.

લોકમતમાં 72.61 ટકા લોકોએ ભાગ લીધો હતો.

ઇરાક સરકારે લોકમતનો સખત વિરોધ કર્યો છે અને વિરોધકર્તાઓએ જણાવ્યું હતું કે આ જનમતથી સરકારની સ્થિરતા પર અસર પડશે.

આવા સમયે ઇરાકના પ્રધાનમંત્રી અબ્દિએ જણાવ્યું હતું કે નાગરિકોની સલામતીની ખાતરી આપવી તે તેમની આગવી પ્રાથમિકતા હશે.

Image copyright Getty Images

ઇરાકના પ્રધાનમંત્રી અબ્દિએ કહ્યું, "અમે બંધારણ અનુસાર પ્રદેશના તમામ ક્ષેત્રોમાં ઇરાકના શાસનની સ્થાપના કરીશું."

અમેરિકાએ લોકમત પર ઊંડી નિરાશા જાહેર કરી છે. અમેરિકાએ વડા પ્રધાન અબ્દીની ચેતવણી પર અનેક સવાલો ઉઠાવ્યા છે.

લેબનોનની મિડલ ઇસ્ટ એરલાઇન્સ અને ઇજિપ્ત એરએ મુસાફરોને શુક્રવારથી લઇ ને આગલી નોટિસ ન આવે ત્યાં સુધી ઇરબિલ માટેની ઉડાન રદ્દ કરવાની સૂચના આપી છે.

કુર્દો મધ્ય પૂર્વમાં ચોથું સૌથી મોટું વંશીય જૂથ છે, પરંતુ તેઓનું સ્થાઈ કોઈ કાયમી રાષ્ટ્ર નથી.

ઇરાકની કુલ વસ્તીમાં તેનો હિસ્સો ૧૫ થી ૨૦ ટકા છે. ૧૯૯૧માં સ્વતંત્રતા પ્રાપ્ત કરતા પહેલાં કુર્દોએ દાયકાઓ સુધી દમનનો સામનો કરવો પડ્યો હતો.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)