મોંઘી હવાઈ યાત્રાઓ કરવા બદલ ટૉમ પ્રાઇસે માફી માગી

ટૉમ પ્રાઈસની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન ટૉમે કહ્યું કે તે કરદાતાઓના પૈસા પરત કરશે અને વ્યવસાયિક ફ્લાઇટ્સમાં જ મુસાફરી કરશે.

સરકારી પ્રવાસો દરમિયાન મોંઘા ખાનગી વિમાનોમાં યાત્રા કરવા બદલ અમેરિકાના આરોગ્ય મંત્રી પ્રાઇસે રાજીનામું આપી દીધું છે.

ટૉમે મે મહિનાથી લઈ અત્યાર સુધી 26 ખાનગી વિમાનોમાં યાત્રા કરવા પાછળ ચાર લાખ ડૉલર(લગભગ 2.61 કરોડ રૂપિયા) ખર્ચ કરવા બદલ કરદાતાઓની માફી માગી છે.

અમેરિકામાં નિયમ છે કે, 'રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત પ્રવાસો કરી રહેલા અધિકારીઓ સિવાયના તમામે સરકારી પ્રવાસ માટે માત્ર વ્યવસાયિક ફ્લાઇટ્સ દ્વારા જ મુસાફરી કરવી.'

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાન્ડ ટ્રમ્પના કેબિનેટના અન્ય ત્રણ સભ્યો પર ખાનગી વિમાનોમાં મુસાફરી કરવા પાછળ જંગી ખર્ચ કરવાનો આરોપ છે.

વ્હાઇટ હાઉસના નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટૉમ પ્રાઇસનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમની જગ્યાએ ડૉન જે રાઇટને કાર્યકારી સ્વાસ્થ્ય મંત્રી બનાવાયા છે.


Image copyright Reuters
ફોટો લાઈન ટૉમ પ્રાઈસની યાત્રાઓ પર 10 લાખ ડોલરથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે

'પોલિટિકો' નામની વેબસાઈટની એક તપાસમાં માલૂમ પડ્યું કે ટૉમ પ્રાઈસની યાત્રાઓ પર 10 લાખ ડૉલરથી વધુનો ખર્ચ થયો છે.

વેબસાઈટ અનુસાર, તેમા ચાર લાખ ડૉલર ખાનગી વિમાનોમાં યાત્રા કરવા પાછળ કર્ચ થયા છે. જેમાં સૈન્ય વિમાનો દ્વારા થયેલા પ્રવાસો પણ સામેલ છે.

વૉશિંગ્ટન પોસ્ટ અને પૉલિટીકો અનુસાર ગૃહ મંત્રી રાયન જિંક ગત વર્ષે એક ખાનગી વિમાનમાં લાસ વેગસથી મોન્ટાના ગયા હતા.

જેમાં કરદાતાઓના 12 હજાર ડૉલર(લગભગ સાત લાખ રૂપિયા) ખર્ચ થયા હતા.

એક અન્ય મંત્રી સ્ટિવન મનૂચિન પર પોતાની પત્ની સાથે ગત મહિને થયેલા સૂર્યગ્રહણને જોવા માટે વિમાનથી યાત્રા કરવાનો આરોપ છે.

પર્યાવરણ સુરક્ષા એજન્સી અનુસાર, પ્રમુખ સ્કૉટ પ્રૂઈટે બિન ખાનગી વિમાનોમાં યાત્રા કરીને 58 હજાર ડોલર (લગભગ 37 લાખ રૂપિયા) ખર્ચ કર્યાં છે.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)