આયર્લૅન્ડમાં ગર્ભપાત અંગે જનમત સંગ્રહની ઘોષણા બાદ પ્રદર્શન

પાર્નેલ સ્ક્વેરમાં લોકો પ્રદર્શન યોજવા એકઠા થયા છે. Image copyright RTE
ફોટો લાઈન શનિવારે બપોરે શહેરના પાર્નેલ સ્ક્વેરમાં લોકો પ્રદર્શન યોજવા એકઠા થયા હતા

આયર્લેન્ડમાં ગર્ભપાતના કાનૂનના વિરોધમાં સંખ્યાબંધ લોકોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. આ કાનૂનના વિરોધમાં મહિલાઓએ આયર્લેન્ડની રાજધાની ડબલીનમાં રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો.

આયર્લેન્ડના વડાપ્રધાન લિયો વરાડકરે આગીમી વર્ષે ગર્ભપાત કાનૂન પર જનમત સંગ્રહ કરાવવાની ઘોષણા કર્યા બાદ 'માર્ચ ફોર ચોઇસ'ના નામથી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું.

વડાપ્રધાને ગર્ભપાત કાનૂન મામલે જનમત સંગ્રહની ઘોષણા કરી ત્યાર પછીનું આ પ્રથમ સૌથી મોટું પ્રદર્શન છે.

યુરોપમાં આયર્લેન્ડના ગર્ભપાતના કાયદા સૌથી કડક છે.

માતાનું જીવન જોખમમાં હોય ત્યારે જ ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે છે.

1983માં આઇરિશ બંધારણનો આઠમો સુધારો રજૂ કરાયો હતો. આ કાનૂન સગર્ભા સ્ત્રી અને ગર્ભમાં રહેલા બાળકને જીવનનો સમાન અધિકાર આપે છે.

શનિવારે બપોરે શહેરના પાર્નેલ સ્ક્વેરમાં લોકો પ્રદર્શન યોજવા એકઠા થયાં હતાં.

Image copyright RTE
ફોટો લાઈન શનિવારે લંડનના દૂતાવાસ બહાર પણ 'માર્ચ ફોર ચોઈસ'ના સમથર્નમાં રેલી યોજાઈ હતી

લોકોએ શહેરની અંદરથી આઇરિશ સંસદના દરવાજા સુધી કૂચ કાઢીને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.

બીજી તરફ ગર્ભપાત વિરોધી કાર્યકર્તાઓએ વર્તમાન કાયદામાં છૂટછાટ સામે ચેતવણીરૂપે સમગ્ર આયર્લૅન્ડ અને શહેરમાં 'માર્ચ ફોર ચોઈસ'ના વિરોધમાં પ્રદર્શન યોજ્યું હતું.

વળી, શનિવારે લંડનના દૂતાવાસ બહાર પણ 'માર્ચ ફોર ચોઈસ'ના સમથર્નમાં રેલી યોજવામાં આવી હતી.

જેમાં પ્રદર્શનકર્તાઓએ છેલ્લા ત્રણ દાયકામાં ગર્ભપાત માટે યુ.કેમાં પ્રવાસ કરી ચૂકેલી આઇરિશ મહિલાઓની સંખ્યા દર્શાવી પ્રદર્શન કર્યું હતું.

આઇરિશ સરકારે જનમત સંગ્રહ મામલે સલાહ અંગે એક સંસદીય સમિતિ બનાવી છે.

બંધારણના આઠમા સુધારા પરની સમિતિ, જજ મેરી લાફૉયના એક અહેવાલ પર વિચારણા કરી રહી છે. જજ મેરી લાફૉયે આ મુદ્દે ચર્ચા અને મતદાન કરનારા 99 લોકોની વિશેષ 'સિટિઝન્સ એસેમ્બલી'ની અધ્યક્ષતા કરી હતી.

બંધારણના આઠમા સુધારાને બદલવા અથવા તેમાં ફેરફાર કરવા માટે 'સિટિઝન્સ એસેમ્બલી' બોલાવવામાં આવી હતી.

'સિટિઝન્સ એસેમ્બલી'એ કહ્યું હતું કે સુધારાની જગ્યાએ જોગવાઈ લાવવી જોઈએ.

જેમાં કહેવાયું કે આ જોગવાઈ ગર્ભપાતના કાનૂન, ગર્ભમાંના બાળક અને સગર્ભા સ્ત્રીઓના અધિકારોના કાયદા પસાર કરવાની જવાબદારીઓ રાજકારણીઓ પર ન હોવી જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો