કૈટલોનિયામાં સ્પેનથી સ્વતંત્ર થવાના જનમત સંગ્રહમાં 90 ટકા મતદાન

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
સ્પેનથી સ્વતંત્ર થવા કૈટલોનિયામાં શા માટે જનમત સંગ્રહ?

કૈટલોનિયાના વહીવટીતંત્રે જાહેરાત કરી છે કે, 90 ટકા લોકો સ્પેનથી સ્વતંત્ર થવા માગે છે.

કૈટલોનિયાના નેતા કાર્લસ પુજિમૉન્ટે દાવો કર્યો છે કે કૈટલોનિયાને સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવવાનો અધિકાર મળી ગયો છે.

તેમણે કહ્યું કે જનમત સંગ્રહના પરિણામો કૈટલોનિયાની સંસદને મોકલવામાં આવશે.

પુજિમૉન્ટે કહ્યું, "આશા અને મુશ્કેલીના સમયમાં કૈટલોનિયાના નાગરિકોને સ્વતંત્ર રાષ્ટ્ર માટેનો અધિકાર મળી ગયો છે."

તેમણે ઉમેર્યું કે, "આ માટે મારી સરકાર આગામી દિવસોમાં આજના પરિણામો કૈટલોનિયાની સંસદને મોકલી આપશે. જેથી જનમત સંગ્રહના કાયદા મુજબ કામ કરી શકે."

જનમત ગેરબંધારણીય: સ્પેન

Image copyright Getty Images

બીજી બાજુ સ્પેને આ જનમત સંગ્રહને ગેરકાયદેસર ઠેરવ્યો છે.

વડાપ્રધાન મારિયાનો રહોઈના કહેવા પ્રમાણે, "આપણે જોયું કે કૈટલોનિયામાં જનમત સંગ્રહ યોજાયો જ નથી."

તેમનું કહેવું છે કે, કૈટલોનિયાના મોટાભાગના લોકો સ્પેનથી અલગ નથી થવા માંગતા. તેમણે થઈ રહેલા દેખાવોને લોકશાહીની 'મજાક' સમાન ગણાવી હતી.

800 લોકો ઘાયલ

Image copyright Reuters
ફોટો લાઈન સંઘર્ષ દરમિયાન ઘાયલ થયેલી મહિલા

કૈટલોનિયાના જનમત સંગ્રહને અટકાવવા માટે સ્પેનની કેન્દ્ર સરકારે બનતા પ્રયાસો કર્યા.

જેના કારણે પોલીસ તથા મતદાતાઓ વચ્ચે હિંસક અથડામણો થઈ. જેમાં 800થી વધુ લોકો ઘાયલ થયા.

પ્રદર્શનકારીઓના પથ્થરમારામાં 12 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા.

ઇજાગ્રસ્તોમાં સામાન્ય ઈજા પામનારા તથા પોલીસ કાર્યવાહીથી અસ્વસ્થ થયાની ફરિયાદ કરનારાઓનો પણ સમાવેશ થાય છે.

પોલીસે અનેક મતદાન કેન્દ્ર બંધ કરાવી દીધા અને મતદાતાઓ સામે કેસ દાખલ કર્યા.

આમ છતાંય અલગ કૈટલોનિયાની માગ કરી રહેલા પ્રદર્શનકારીઓનો ઉત્સાહ ઓછો થયો ન હતો.

તેમણે સ્પેનની રાજધાની બાર્સેલોનામાં રેલી કાઢી અને કૈટલોનિયાનું અલગ રાષ્ટ્રગાન કર્યું.

આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો નારાજ

Image copyright Reuters
ફોટો લાઈન કૈટલોનિયાના નેતા કાર્લ્સ પુજિમૉન્ટે અન્ય પ્રધાનો સાથે જાહેરાત કરી

સ્પેનની કેન્દ્ર સરકારે જનમત સંગ્રહને ગેરકાયદેસર ઠેરવ્યો છે. બીજી બાજુ કૈટલોનિયાના વહીવટીતંત્રનું કહેવું છે કે તેમનો વિજય થયો છે.

જનમત સંગ્રહના નિરીક્ષણ માટે બોલાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ સ્પેનની ટીકા કરી હતી.

બ્રિટનના નિરીક્ષક ડગલસ ચૈપમેને કહ્યું, "યુરોપીય સંઘમાં સ્પેન મહત્વપૂર્ણ લોકશાહી અને આધુનિક રાષ્ટ્ર છે. સાથે જ તેની ઉપર ભારે જવાબદારીઓ છે."

ચૈપમેને ઉમેર્યું, મને લાગે છે કે, જેવી રીતે વોટિંગમાં ગેરરીતિ આચરવાનો પ્રયાસ થયો, તે ખૂબ જ દુઃખની બાબત છે."

કૈટલોનિયાનો દાવો છે કે, વિસ્તારના 40 ટકા લોકોએ સ્વતંત્રતા નક્કી કરતા જનમત સંગ્રહમાં ભાગ લીધો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા