અમેરિકાના તાજેતરના ઇતિહાસમાં સૌથી મોટો ગોળીબાર

સ્ટિફન પેડોકનો ફોટો ફાઇલ Image copyright CBS NEWS

અમેરિકાના લાસ વેગાસની એક કૉન્સર્ટ પર ગોળીબાર કરી 58થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારનારા તથા 500થી વધુ લોકોને ઘાયલ કરનારા શખ્સની ઓળખ થઈ ગઈ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, હુમલાખોરનું નામ સ્ટિફન પેડોક છે.

64 વર્ષના પેડોકે લાસ વેગાસના માંડલૅ કસીનોના 32મા માળેથી કૉન્સર્ટ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો.

સ્ટિફન પેડોક રિટાયર્ડ અકાઉન્ટન્ટ હતો. તેની પાસે પાઇલટ અને શિકાર કરવાનું લાઇસન્સ હતું.

સ્ટિફનનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી.

પેડોકના એક જૂના પાડોશીએ કહ્યું કે તેઓ જુગારી હતા અને 'કંઇક અજીબ' વ્યક્તિ હતો.

સમાચાર એજન્સી રૉયટર્સને એક ઑફિસરે કહ્યું છે કે એવું લાગે છે પેડોકને પહેલેથી માનસિક સમસ્યા હોઈ શકે છે.

સ્ટિફનના જૂના પાડોશી ડાયન મૈકાઈએ વોશિંગ્ટન પોસ્ટને કહ્યું છે કે સ્ટિફન અને તેની મહિલા સાથી હંમેશા ઘરમાં ભરાઈ રહેતાં.

સ્ટિફનને ક્યારેય ગુસ્સે થયેલો જોયો નથી અને તે શાંત લાગતો હતો.

Image copyright POLICE HANDOUT
ફોટો લાઈન મેરિલૂ ડેનલી

લાસ વેગાસના પોલીસ ઑફિસર જોસેફ લોબાર્ડોએ કહ્યું છે કે હૉટેલના રૂમમાંથી 10થી વધારે રાઇફલ મળી આવી છે.

આ રૂમનું બુકિંગ 28 સપ્ટેમ્બરે થયું હતું.

પેડોક સાથે એક મહિલા હોવાનું બહાર આવ્યું છે.

આ મહિલાનું નામ મેરિલૂ ડેનલી છે.

પરંતુ હોટેલના બુકિંગ પ્રમાણે, ડેનલી નામની મહિલાનું બુકિંગ હતું જ નહીં. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મહિલા અમેરિકાની નથી.

એવું મનાઈ રહ્યું છે કે આ ગોળીબારીમાં એ સામેલ નહોતી.

સ્ટિફનના ભાઈ એરિક પેડોકે કહ્યું છે કે આ મહિલા સ્ટિફન પેડોકની પ્રેમિકા છે.

એરિકે કહ્યું છે કે જે કંઇપણ થયું તે તેમની સમજની બહાર છે.

સ્ટિફનના ભાઈ એરિકે સી.એન.એન.ને કહ્યું છે કે પેડોક સાથે છેલ્લી વખત ઇરમા વાવાઝોડું આવ્યું એ દરમિયાન વાતચીત થઈ હતી.

એરિકે કહ્યું કે સ્ટિફને મા વિશે પૃચ્છા કરી હતી.

એરિકે કહ્યું કે સ્ટિફને એક કે બે અઠવાડિયા પહેલા જ માતા સાથે ફોન પર વાત કરી હતી.

તેમણે કહ્યું કે તેમને ખબર નથી પડી રહી કે આ બધું કઈ રીતે બની ગયું.

ફોટો લાઈન એરિક પેડોક

જેલથી ભાગ્યા હતા પિતા

પેડોકના ભાઈ એરિક પેડોકે પત્રકારોને કહ્યું છે કે તેમના પિતા બેંકમાં લૂંટારા હતા. તેઓ એફબીઆઈની મોસ્ટ વૉન્ટેડની યાદીમાં હતા.

તેમના પિતા એક વખત જેલમાંથી ભાગ્યા પણ હતા.

એરિક મુજબ સ્ટિફન એવા વ્યક્તિ હતા જે 'વીડિયો પોકર રમતો અને હોડીમાં ફરવાનું પસંદ હતું.'

તેમના કહેવા પ્રમાણે, સ્ટિફનને બંદૂકમાં ખાસ કોઈ રસ ન હતો.

સ્ટિફનના અન્ય એક ભાઈ બ્રૂસ પેડોકે એનબીસીને કહ્યું છે કે સ્ટિફન તાજેતરમાં હજારો ડૉલરના જુગારને લગતા ટ્રાન્ઝેક્શન્સ કર્યા હતા.

જોકે સ્ટિફન જીત્યો હતો કે હાર્યો હતો તે સ્પષ્ટ નથી થયું.

Image copyright Getty Images

મેસકિટમાં સ્ટિફનના ઘરની તલાસી લેવામાં આવી હતી. પોલીસ પ્રવક્તાએ કહ્યું છે કે તેમનું ઘર સારું અને સ્વચ્છ હતું.

રેકર્ડ પ્રમાણે તેઓ તેમની મહિલા મિત્ર મેરીલૂ ડેનલી સાથે રહેતા હતા.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે રવિવારની રાતે આ મ્યુઝિક કૉન્સર્ટમાં અમેરિકાના સિંગર જેસિન એલ્ડીન પહોંચ્યા હતા.

ત્યારે પેડોકે માંડલૅ હૉટેલના 32મા માળથી અંધાધૂંધ ફાયરિંગ શરુ કર્યું હતું.

પોલીસે જ્યારે પેડોકને ઘેર્યો ત્યારે તેણે ખુદને ગોળી મારી આત્મહત્યા કરી લીધી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો