અમેરિકામાં પહેલાં પણ થયા છે અંધાધૂંધ ગોળીબારીના બનાવ

લાસ વેગાસ હુમલા બાદ ભોગ બનેલા લોકો
ઇમેજ કૅપ્શન,

લાસ વેગાસમાં કૉન્સર્ટ દરમિયાન ગોળીબાર

2017ના ઑક્ટોબરમાં અમેરિકાના લાસ વેગાસમાં આયોજિત મ્યુઝિક ફેસ્ટિવલના અંતિમ દિવસે થયેલા ગોળીબારમાં 59 લોકોના મોત થયા અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

સ્થાનિક પોલીસનું કહેવું હતું કે, 64 વર્ષીય સ્ટિફન પેડોક નામના શખ્સે 'માંડલૅ બે' હોટેલના 32મા માળેથી ઑપન-એર મ્યુઝિક ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

આ હુમલાખોર સ્થાનિક નાગરિક છે, જેને બાદમાં ઠાર કરાયો હતો. આ હુમલાને અમેરિકન ઇતિહાસનો સૌથી ભયાનક ગોળીબાર ગણાવાઈ રહ્યો હતો.

જૂન 2016 : ઑર્લાન્ડો નાઈટ ક્લબમાં ગોળીબાર

અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ઑર્લાન્ડોમાં એક સમલૈંગિક નાઈટ ક્લબમાં 12 જૂન, 2016ના રોજ ગોળીબાર થયો હતો.

'પલ્સ' ઑર્લાન્ડો શહેરની સૌથી મોટી નાઈટ ક્લબ્સમાંથી એક છે. હુમલામાં 49 લોકોના મોત થયા હતા.

એપ્રિલ 2007 : વર્જિનિઆ ટેક હુમલો

ઇમેજ કૅપ્શન,

લાસ વેગાસમાં હુમલાની જાણ થતા જ વેગાસ પોલીસે મોરચો સંભાળ્યો હતો

અમેરિકાના વર્જિનિઆની એક યુનિવર્સિટીમાં થયેલા હુમલાને 'વર્જિનિઆ ટેક નરસંહાર' તરીકે ઓળખાય છે.

આ હુમલો 16 એપ્રિલ 2007ના રોજ યુનિવર્સિટીના એન્જિનિઅરિંગ બિલ્ડીંગમાં થયો હતો, જેમાં 32 લોકોના મોત થયા હતા. આ હુમલામાં પણ પોલીસે હુમલાખોરને ઠાર કર્યો હતો.

અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે કહ્યું હતું કે આ હુમલાના કારણે અમેરિકા 'આઘાતગ્રસ્ત અને દુઃખી' છે.

ડિસેમ્બર 2012 : કનેક્ટિકટ હુમલો

અમેરિકાના કનેક્ટિકટમાં 14 ડિસેમ્બર 2012ના રોજ એક શાળામાં એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો.

હુમલાખોરની ઓળખ 20 વર્ષીય એડમ લાન્ઝા તરીકે કરવામાં આવી હતી. શાળામાં ગોળીબાર કરતા પહેલાં તેણે તેની માતાની ગોળી મારી હત્યા કરી હતી.

આ હુમલામાં લગભગ 20 બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા.

ઑક્ટોબર 1991 : કિલીન હુમલો

અમેરિકાના ટેક્સસ રાજ્યના કિલીનમાં આવેલા લુબીઝ કૈફેટેરિયામાં એક ટ્રક દ્વારા લોકોને કચડવામાં આવ્યા અને ગોળીબાર કરવામાં આવ્યો.

જૉર્ડ હેનાર્ડ નામના શખ્સે હુમલામાં 23 લોકોની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હતી.

ડિસેમ્બર 2015 : સૈન બર્નાર્ડિનો હુમલો

ઇમેજ કૅપ્શન,

લાસ વેગાસમાં ગોળીબારીના પગલે આરાજકતાભર્યો માહોલ

કેલિફોર્નિયાના 'ઈનલેન્ડ રીજનલ સેન્ટર' પર બોમ્બમારો કરી સંખ્યાબંધ લોકોની હત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

2 ડિસેમ્બર 2015ના રોજ થયેલા આ હુમલામાં 14 લોકોના મોત થયા હતા.

હુમલામાં સંડોવાયેલા બેમાંથી એક વ્યક્તિએ હુમલાના દિવસે સોશિઅલ મીડિયા પર દાવો કર્યો હતો કે આઈએસઆઈએસ સાથે જોડાયેલો છે.

3 એપ્રિ 2009 : વિંઘમટનમાં ઈમિગ્રેશ સેન્ટર પર હુમલો

ન્યૂયોર્કના વિઁઘમટનમાં આવેલા 'અમેરિકન સિવિક ઈમિગ્રેશન સેન્ટર' પર થયેલા હુમલામાં લગભગ 13 લોકોના મોત થયા હતા.

હુમલાની જવાબદારી પાકિસ્તાની તાલિબાનોએ લીધી હતી, જો કે 40 લોકો હુમલાથી બચીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

એપ્રિલ 1999 : કોલંબન હાઈસ્કૂલમાં હુમલો

કોલોરાડોની કોલંબિયન હાય સ્કુલમાં આડેધડ ગોળીબાર કરી બે વિદ્યાર્થીઓએ 13 લોકોની હત્યા કરાઈ હતી.

20 એપ્રિલ 1999ના રોજ થયેલા આ હુમલામાં બન્ને વિદ્યાર્થીઓએ ઑટોમેટિક ગનનો ઉપયોગ કર્યો હતો.

હુમલા બાદ બન્નેએ આત્મહત્યા કરી હતી. તેમના મૃતદેહ લાઈબ્રેરિમાંથી મળ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો