સાઉદી : મહિલા ગ્રાહકોને આકર્ષવા માટે કાર કંપનીઓ મેદાનમાં

રગંના બેકગ્રાઉન્ડમાં કોઈ મહિલાનો મહેંદી મૂકેલો હાથ ગાડી ચલાવતી શૈલીમાં Image copyright TWITTER
ફોટો લાઈન સાઉદી અરબમાં મહિલાઓના ગાડી ચલાવવા પર પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે

આપણને હંમેશા એવું સાંભળવા મળતું કે સાઉદી અરબમાં મહિલાઓના ગાડી ચલાવવા પર પ્રતિબંધ છે. પણ આખરે આ પ્રતિબંધ ઉઠવવાનો નિર્ણય લઈ લેવાયો છે.

26 સપ્ટેમ્બર, 2017ના રોજ એક ઐતિહાસિક નિર્ણય લેવાયો જેમાં મહિલાઓને ગાડી હંકારવાનો અધિકાર આપવામાં આવ્યો.

જો કે આ આદેશ આગામી વર્ષે જૂન મહિનાથી લાગુ થશે પરંતુ મહિલાઓ અને સામાજિક કાર્યકર્તાઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.

આ સાથે જ કાર બનાવતી કંપનીઓ પણ ખુશ થઈ ગઈ છે. તેમનો ઉત્સાહ તેમની નવી જાહેરાતોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

એક જાણીતી ઓટોમાબાઈલ કંપનીઓ સાઉદીની મહિલાઓને ધ્યાનમાં રાખીને નવી નવી જાહેરાતો લાવી રહી છે.

જર્મનીની કારનિર્માતા કંપની ફોક્સવેગને તેની જાહેરાત ટ્વિટર પર શેર કરી છે.

Image copyright TWITTER
ફોટો લાઈન આ નિર્ણયથી મહિલાઓ અને સામાજિક કાર્યકર્તાઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે

તસવીરમાં કાળા રગંના બેકગ્રાઉન્ડમાં કોઈ મહિલાનો મહેંદી મૂકેલો હાથ ગાડી ચલાવતી શૈલીમાં દર્શાવાયો છે.

તેના વિશે લખ્યું છે, "મારો વારો " અટલે કે હવે મારો વારો છે. તસવીરનું કેપ્શન છે, "હવે તમારો વારો છે. ડ્રાઈવિંગ સીટ પર તમે આવો "

તેને હૈશટેગ #SaudiWomenDriving અને #SaudiWomenCanDrive સાથે પોસ્ટ કરવામાં આવી છે.

લેન્ડ રોવરે પણ તેની એક નવી જાહેરાત શેર કરી છે. જેમાં તેમણે સોશિઅલ મીડિયા પર એક જીઆઈએફ પોસ્ટ કર્યું.

Image copyright TWITTER
ફોટો લાઈન જો કે નિર્ણયનો અમલ આગામી વર્ષે જૂન મહિનાથી થશે

તેમાં સામાન્યપણે મહિલાના પર્સમાં જે વસ્તુઓ રહેતી હોય છે તે દર્શાવી છે. તેમાં લિપસ્ટિક, ઘડિયાળ,ચશ્મા, મેક-એપમો સામાન અને પરફ્યુમનો સમાવેશ થાય છે.

નાની નાની વસ્તુઓમાં એક નાની પરંતુ ખૂબ જ મહત્વની વસ્તુ પણ છે. અને આ વસ્તુ બીજું કશું નહીં પણ કારની ચાવી છે.

સાથે જાહેરાતમાં લખ્યું છે કે તમારી રાહ જોવાઈ રહી છે. આ જાહેરાત દ્વારા કપંની કદાચ એવો સંદેશ આપવા માંગે છે કે સાઉદીની મહિલાઓ ગાડીની ચાવી હાથમાં આવવાની રાહ જોઈ રહી છે.

Image copyright TWITTER
ફોટો લાઈન કારનિર્માતા કપંનીઓએ સાઉદી સરકારના નિર્ણયને વધાવી લીધો છે

કૈડિલેક કપંનીએ પણ એક તસવીર દ્વારા મહિલાઓ સુધી તેમનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. જેમા તસવીરમાં મહિલા કારમાં બેઠેલી બતાવાઈ છે.

તેમાં લખ્યું છે, "તમે બતાવી દો કે દુનિયાને આગળ લઈ જવાનો શું અર્થ થાય છે. "

Image copyright TWITTER
ફોટો લાઈન સાઉદી અરબ એક માત્ર એવો દેશ હતો જ્યાં મહિલાઓને ગાડી ચલાવવાની પરવાનગી ન હતી

નિસાને પણ એક સાંકેતિક તસવીરનો ઉપયોગ કરીને સાઉદી સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમણે જે તસવીર પોસ્ટ કરી છે તેમાં ગાડીની નંબર પ્લેટ દર્શાવી છે.

ગાડીનો નંબર છે- 2018 GRL. મહિલાઓને ગાડી ચલાવાનો અધિકાર આપતો નિર્ણય 2018માં લાગૂ થશે. જેને કપંનીએ આ રીતે વધાવી લીધો.

Image copyright TWITTER
ફોટો લાઈન પ્રતિબંધ હટાવવા પાછળ સોશિઅલ મીડિયાની મહત્વની ભૂમિકા રહી હતી

એક અન્ય કપંનીએ તેના ટ્વિટર હેન્ડલ પર તસવીર પોસ્ટ કરી છે જેમાં એક મહિલાના રંગાયેલા નખ દર્શાવાયે છે. તેમાં કાર અને દિલનું પ્રતિક બનાવવામાં આવ્યું છે.

અત્રે નોંધવું કે નિર્ણય લેવાયો તે પહેલા સાઉદી અરબ એક માત્ર એવો દેશ હતો જ્યાં મહિલાઓને ગાડી ચલાવવાની પરવાનગી ન હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો