નિસાન કાર કંપનીએ પરસેવાનો સંકેત આપતી કાર સીટ બનાવી

કારની સીટ Image copyright NIASSAN

ડ્રાઇવિંગ વખતે કારની સીટ તમને જાણ કરશે કે તમને પરસેવો થયો છે.

ડ્રાઈવરને પરસેવો વળ્યાનો સંકેત આપતી પ્રોટટાઈપ એટલે કે પ્રયોગાત્મક કાર સીટ નિસાન કાર કંપનીએ બનાવી છે.

કંપનીએ જણાવ્યું છે કે આવી સીટને કારણે અકસ્માતોના નિવારણમાં મદદ મળશે.

સોક તરીકે ઓળખાતી આ ટેક્નોલોજીમાં કારની સીટ પરસેવામાં ઊંચા પ્રમાણમાં ક્ષાર હશે તો ડિહાઇડ્રેશનનો સંકેત આપશે.

યુરોપીયન ડિહાઈડ્રેશન ઈન્સ્ટિટ્યૂટ અને લોંગબોરો યુનિવર્સિટીએ અગાઉ આ વિષય અંગે સંશોધન કર્યાં હતા.

તમને આ પણ ગમશે

જેમાં જાણવા મળ્યું હતું કે પરસેવો થવાથી જેમના શરીરમાં પાણીનું પ્રમાણ એકદમ ઓછું થઈ ગયું હોય તેવા એટલે કે ડિહાઈડ્રેટેડ ડ્રાઈવર્સ વાહન ચલાવતી વખતે ભૂલ કરી બેસતા હોય છે.

સોક ટેક્નોલોજી આધારીત સીટના ઉત્પાદનની હાલ કોઇ યોજના નથી.

સ્વીટ-સેન્સિટિવ એટલે જરા સરખો પરસેવો થાય તો પણ તેની ભાળ મેળવી લેતા કોટિંગની ટેક્નોલોજી ડચ ડિઝાઈન કંપની ડ્રૂગ સાથે મળીને વિકસાવવામાં આવી છે.

સ્વીટ-સેન્સિટિવ કોટિંગનો ઉપયોગ સ્ટીયરિંગ વ્હીલ પર પણ કરવામાં આવે છે.

જે ડીહાઇડ્રેશનનો સંકેત આપવા માટે સ્ટીયરિંગ વ્હીલનો તથા ફ્રન્ટ સીટ્સનો કલર બ્લ્યૂમાંથી પીળો કરી નાખે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો