નોબલ શાંતિ પુરસ્કારની જાણી-અજાણી વાતો

ચાલુ વર્ષનો શાંતિ માટેનો નોબલ પુરસ્કાર સ્ત્રી અધિકારક્ષેત્રે કાર્ય કરનારાંઓને અપાશે.

મહાત્મા ગાંધી
ઇમેજ કૅપ્શન,

ચાલુ વર્ષના શાંતિ માટેના નોબલ પારિતોષિકની જાહેરાત કરવામાં આવી છે. કોંગોના સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડૉ. ડેનિસ મુકવેગે તથા યઝિદી મહિલા અધિકાર કાર્યકર્તા નાદિયા મુરાદને પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે. મહાત્મા ગાંધીને પાંચ વખત શાંતિ પુરસ્કાર માટે નૉમિનેટ કરાયા હતા. વર્ષ 1937, 1938, 1939, 1947 અને 1948માં ગાંધીજીનું નામ સૂચવવામાં આવ્યું હતું. 1948માં તેમના દેહાંત બાદ નોબલ સમિતિએ તે વર્ષે કોઈ પણ ‘યોગ્ય જીવતો ઉમેદવાર’ ન હોવાથી શાંતિ પુરસ્કાર ન આપવાનો નિર્ણય કર્યો હતો.

ઇમેજ કૅપ્શન,

2014માં ભારતના કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનની મલાલા યુસુફઝઈને નોબલ શાંતિ પુરસ્કાર એનાયત કરાયો હતો. મલાલા સૌથી યુવા વયે આ પુરસ્કાર મેળવનાર છે.

ઇમેજ કૅપ્શન,

નોબલ શાંતિ પુરસ્કાર 1901માં પ્રથમ વખત અપાયો હતો. સૌ પ્રથમ નોબલ શાંતિ પુરસ્કાર રેડ ક્રોસ સોસાયટીના સંસ્થાપક હેનરી ડુનાન્ટ અને અર્થશાસ્ત્રી ફ્રેડરિક પાસ્સીને અર્પણ કરાયો હતો.

ઇમેજ કૅપ્શન,

નોબલ શાંતિ પુરસ્કાર નોર્વેની નોબલ સમિતિ દ્વારા આપવામાં આવે છે. જેથી ઘણી વખત આ પુરસ્કાર વિવાદમાં પણ આવ્યો છે. 2009માં જ્યારે અમેરિકાના તત્કાલીન પ્રમુખ બરાક ઓબામાને શાંતિ પુરસ્કાર અપાયો. ત્યારે વિવાદ થયો હતો કારણકે તેમણે હજુ પદભાર સંભાળ્યાને વર્ષ પણ નહોતું થયું.

ઇમેજ કૅપ્શન,

તે જ રીતે 2012માં સમગ્ર યુરોપિયન યુનિયનને શાંતિ પુરસ્કાર અપાયો. કારણ હતું આ યુનિયનમાં 500 મિલિયન એટલે કે લગભગ 50 કરોડ લોકોનો સમાવેશ થાય છે.

ઇમેજ કૅપ્શન,

નોબલ શાંતિ પુરસ્કારના શરૂ થયાના પાંચમા વર્ષે પ્રથમ વખત મહિલાને પુરસ્કૃત કરાઈ. 1905માં લેખિકા બર્થા વૉન સૂટ્નને આ પુરસ્કાર અપાયો હતો.

ઇમેજ કૅપ્શન,

2011માં એલેન જ્હોનસન સરલીફ, લેમાહ ગ્બોવી અને તવક્કોલ કરમાન વિજેતા જાહેર થયા હતા.

ઇમેજ કૅપ્શન,

શાંતિ પુરસ્કારની મહિલા વિજેતાઓની યાદીમાં કેટલાક નોંધપાત્ર નામ પણ છે. 1976માં બેટ્ટી વિલિયમ્ય અને મેઇરિડ કોરીગનને પુરસ્કૃત કરાયા હતા. ઉપરાંત મિખાઇલ ગોર્બોચવ, નેલસન મન્ડેલા, ડેવિડ ટ્રિમ્બલ, જ્હોન હ્યુમ જેવા નોબલ શાંતિ પુરસ્કાર મેળવનાર નોંધપાત્ર વ્યક્તિઓ છે, જેમને શાંતિ માટેના નોબલ પારિતોષિક એનાયત થયા હતા.