'નૈટ' એમેરિકા તરફ ફંટાતા કોસ્ટારિકા, હોન્ડુરાસ-નિકારાગુઆમાં અનેક લોકો અસરગ્રસ્ત

મકાનોને નુકશાન થયું છે તેની તસવીર Image copyright Reuters
ફોટો લાઈન વાવાઝોડાને લીધે કેટલાક પૂલોને પણ નકશાન થયું છે

ટ્રૉપિકલ(ઉષ્ણકટિબંધીય) વાવાઝોડું 'નૈટ'ને કારણે કોસ્ટારીકા, નીકારાગુઆ અને હોન્ડુરસમાં એકંદરે 20ના મૃત્યું થયા છે. આ વાવાઝોડું હવે એમેરિકા તરફ ફંટાયું છે.

મધ્ય અમેરિકાના દેશોમાં ‘સ્ટેટ ઓફ ઈમરજન્સી’ જાહેર કરવામાં આવી છે. અહીં પણ 20થી વધુ લોકો લાપતા છે.

વાવાઝોડાને લીધે ભારે વરસાદ વરસતા ભેખડો ધસી પડી અને પૂર આવી જવાથી માર્ગો બંધ થઈ ગયા છે. કેટલાક પુલો અને મકાનોને પણ નુકશાન થયું છે.

કોસ્ટા રિકામાં 4 લાખ લોકો પાસે પીવાનું પાણી નથી જ્યારે હજારો લોકો આશ્રય કેન્દ્રોમાં આશ્રય લીધો છે.

અત્રે વાવાઝોના કારણે એકદંરે છ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 11 વ્યક્તિ વાવાઝોડુ ઉત્તર અને નીકારાગુઆ પહોચ્યું ત્યારે તેની ઝપેટમાં આવતા મૃત્યું પામ્યા છે.

Image copyright Reuters
ફોટો લાઈન હોન્ડુરસમાં કેટલાક લોકો લાપતા છે

દરમિયાન હોન્ડુરસમાં 3નાં મોત થયા છે અને કેટલાક લોકો લાપતા પણ છે.

ગુરુવારે કોસ્ટારિકામાં તમામ ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી અને સંખ્યાબંધ જેટલી ફ્લાઈટો રદ કરાઈ હતી.

સાવધાનીરૂપે કેટલાક પ્રખ્યાત નેશનલ પાર્ક બંધ કરી દેવા પડ્યા છે.

નિકારાગુઆમાં વાવાઝોએ ઈમારતો અને અન્ય માંળખાઓને પણ નુકશાન પહોંચાડ્યું છે.

Image copyright AFP
ફોટો લાઈન અમેરિકાના દક્ષિણી તટે પહોંચતા તે વધુ મજબૂત થવાની આગાહી

હવામાનની આગાહી કરનારાઓનું કહેવું છે કે રવિવારે વાવાઝોડું અમેરિકાના દક્ષિણી તટે પહોંચશે ત્યારે તે વધુ મજબૂત થઈને કેટેગરી-1નુ વાવાઝોડું બની જશે.

મેક્સિકોના અખાતી વિસ્તારોમાં કાર્યરત ઓઈલ કંપનીઓના જણાવ્યા અનુસાર તેઓ જે વિસ્તારોમાં આ વાવાઝોડું ત્રાટકવાની આગાહી છે ત્યાથી તેમના સ્ટાફને સુરક્ષિત જગ્યાએ ખસેડી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો