2015માં ઓવરટાઇમથી ત્રસ્ત મહિલા કર્મચારીએ આત્મહત્યા કરેલી

કામે જતાં લોકોનો ફોટો Image copyright AFP
ફોટો લાઈન ઘણાં જાપાનીઝ દર મહિને 80 કલાક ઓવર ટાઈમ કામ કરે છે.

જાપાનની ઍડ્વર્ટાઇઝિંગ કંપની ડેન્ટસુને તેના કર્મચારીઓને ઓવરટાઇમ કરાવવાના મુદ્દે દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે.

શુક્રવારે ટોકિયો કોર્ટે આ કંપનીને 500,000 યેન (આશરે 4,400 ડોલર)નો દંડ શ્રમ કાયદાના ભંગ બદલ ફટકાર્યો હતો.

ડેન્ટસુ કંપનીના પ્રિમાઇસીસમાં માત્સુરી તકાહાશી નામની મહિલાએ 2015માં આત્મહત્યા કરી હતી. ત્યારબાદ જાપાનિઝ વર્ક કલ્ચર ફરી ચર્ચામાં આવ્યું હતું.

ઓવરટાઇમના કારણે મૃત્યુની ઘટના લાંબા સમયથી જાપાનમાં જોવા મળે છે અને તેના માટે ખાસ શબ્દ 'કારોશી' વપરાય છે.

જાપાનના અધિકારીઓને જાણ થઈ હતી કે આ મહિલાએ મૃત્યુ પહેલા એક મહિના દરમિયાન 100 કલાકનો ઓવરટાઇમ કર્યો હતો.

આ બાબત જ માત્સુરી આત્મહત્યા સુધી દોરી ગઈ હતી.

આ ઘટનાએ ત્યાં પ્રવર્તતા ઓવરટાઇમ કામ અને ગરેકાયદેસર વેતન વગરના ઓવરટાઇમની ઘટના બહાર આવી હતી.

ઓસાકા યુનિવર્સિટીના પ્રોફેસર સ્કોટ નોર્થે જાપાનમાં પ્રવર્તતી ઓવરટાઇમની ઘટનાને 'ગંભીર સમસ્યા' જણાવી હતી.

Image copyright AFP
ફોટો લાઈન ડેન્ટ્સુ જાપાનની સૌથી મોટી એડવર્ટાઇઝમેન્ટ કંપની

જીવન વેડફાયું

પબ્લિક બ્રોડકાસ્ટર એનએચકેએ જણાવ્યું ત્યારે ફરી આ ઘટનાની લોકોને જાણ થઈ હતી.

જાહેર પ્રસારણકર્તા એનએચકે જણાવ્યું હતું કે સત્તાવાળાઓના મતે 2013માં રિપોર્ટર મિવા સાડોનું મૃત્યુ કામના વધુ પડતા બોજાને કારણે થયું હતું.

સાડોનું હૃદય બંધ થઈ જવાના કારણે મૃત્યુ થયું હતું.

સાડોના મૃત્યુના એક વર્ષ બાદ સત્તાવાળાઓએ તારણ કાઢ્યું કે આ પત્રકારે મહિનામાં 159 કલાક ઓવરટાઇમ કામ કર્યો હતો.

તેનું મૃત્યુ જે મહિનામાં થયું હતું તે મહિનામાં માત્ર બે જ દિવસ રજા મળી હતી.

એનએચકે પ્રમાણે, તેમના માતા પિતાએ જણાવ્યું કે ''આજે ચાર વર્ષ બાદ પણ અમે અમારી પુત્રીના મૃત્યુને વાસ્તવિક રીતે સ્વીકારી શકતા નથી. અમે આશા રાખીએ છીએ કે અમારા જેવા કુટુંબનું દુઃખ એળે નહીં જાય.''

ડેન્ટસુ અને એનએચકેના કેસો 1960માં નોંધાયેલા સામાજિક સમસ્યાઓના સમાધાન માટે પ્રેરિત કરે છે.

વધારે પડતા કામના ભારણને લઈને ત્યાંના વડાપ્રધાન શિન્ઝો આબેએ નવી કાર્ય પદ્ધતિ અંગેની યોજનાને મંજૂરી આપી છે.

જેમાં ઓવરટાઈમમાં વિવિધ ફાયદા અને કોન્ટ્રાક્ટ પધ્ધતિએ કામ કરનારા માટે સારા વેતનની જોગવાઈ કરવામાં આવી છે.

Image copyright AFP

મૃત્યુની સંખ્યા

સત્તાવાર આંકડાઓ પ્રમાણે સેંકડો મૃત્યુઓ કારોશી એટલે કે ઓવરટાઈમના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક્સ અને આત્મહત્યાને કારણે દર વર્ષે થાય છે.

જ્યારે ઝુંબેશ કરનારા લોકો કહે છે કે આ મૃત્યુનો આંકડો હકીકતમાં બહુ મોટો છે.

સરકારના એક સર્વે પ્રમાણે જાપાનની ચોથા ભાગની કંપનીઓના કર્મચારીઓ 80 કલાકથી વધારે મહિને ઓવરટાઈમ કામ કરે છે જેમાંથી કેટલાકને વેતન ચૂકવાતું નથી.

તેમાંથી 12% લોકોએ મહિને 100 કલાક ઓવરટાઇમનો આંકડો પાર કર્યો છે.

એક મહિનામાં 8 કલાક ઓવરટાઇમ કરવાથી મૃત્યુનો ભય વધી જાય છે.

આંકડાઓ મુજબ આશરે 2,000 કારોશીઓએ વળતર માટે સરકાર સમક્ષ દાવો કર્યો છે.

પ્રોફેસર સ્કોટના કહેવા પ્રમાણે તેમાંથી 37 ટકા લોકો સફળ થયા છે.

તેમણે જણાવ્યું કે આત્મહત્યા કરનારા તમામ કે મૃત્યુ પામનારા બધા કંઈ વળતરની માંગ કરતા નથી.

તેમણે જણાવ્યું કે ''ઘણી વાર ઓવરટાઈમ કરનાર માણસ હૃદયરોગના હુમલાનો કે શરીરનો કોઈ ભાગ કામ ન કરે તેવી બીમારીનો ભોગ બને છે જેમાં તેનું મોત નથી થતું પરંતુ તેઓ આગળ - ઉપર કામ કરવાને લાયક રહેતા નથી.''

Image copyright AFP

સંસ્કૃતિમાં ફેરફાર?

આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને નોકરીમાં ઓવરટાઈમની ચાલતી આ પરંપરાને અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

સરકારી કર્મચારીઓને વધુ રજાઓ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

જ્યારે અમુક કંપનીઓએ ચોક્કસ - ખાસ દિવસોએ વહેલા ઘરે જવાની વ્યવસ્થા પણ ગોઠવી છે.

આ ઘટનાને પગલે કંપનીઓમાં રાત્રે 10 વાગ્યે લાઇટ બંધ કરવાની અને કર્મચારીઓને ઘરે જવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

પ્રોફેસરે જણાવ્યું હતું કે ''ઓવરટાઇમ અને કારોશીની ઘટનાના પગલે સરકારના પગલાઓને સફળ ગણાવી શકાય નહીં.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા