હાર્વી વિન્સ્ટને કર્યું હતું જોલી- પૅલ્ટ્રોનું શારીરિક શોષણ?

હાર્વે વિન્સ્ટન Image copyright Getty Images
ફોટો લાઈન ઓસ્કર એવોર્ડ જીતી ચૂકેલા પ્રોડ્યુસર હાર્વે વિન્સ્ટન પર શારીરિક શોષણનો આરોપ લાગ્યો છે

એન્જેલિના જોલી અને ગ્વેનેથ પૅલ્ટ્રો બે નવી અભિનેત્રીઓ છે કે જેમણે હોલીવૂડ પ્રોડ્યુસર હાર્વી વિન્સ્ટન પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે.

બન્ને અભિનેત્રીઓએ કહ્યું છે કે હાર્વી વિન્સ્ટને તેમની કારકિર્દીની શરૂઆતના સમયગાળામાં શારીરિક શોષણ કર્યું હતું.

આ પહેલાં પણ હાર્વી પર આ પ્રકારના આરોપ લાગ્યા છે. હાલ જ ધ ન્યૂયોર્કર મેગેઝીને હાર્વી પર બળાત્કારના આરોપ લગાવ્યા હતા. મંગળવારે હાર્વીએ પોતાના પર લાગેલા આરોપોને નકાર્યા હતા.

તમને આ વાંચવું પણ ગમશે :

વિન્સ્ટનની પત્નીએ પણ મંગળવારે તેમને છોડી દેવાનું એલાન કરી દીધું છે. વિન્સ્ટનનાં પત્ની જ્યોર્જીના ચેપમેન એક ડિઝાઇનર છે.

પીપલ મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યોર્જીના ચેપમેને કહ્યું, "હું એ બધી મહિલાઓ માટે દુઃખ અનુભવી રહી છું, જેમણે ઘણી તકલીફનો સામનો કર્યો છે. આ ઘટનાઓ માફીને લાયક નથી."

ચેપમેન મૂળ લંડનનાં છે અને તેઓ ફેશન લેબલ મર્ચેસાના કો-ફાઉન્ડર છે. ચેપમેન અને વિન્સ્ટનનાં બે બાળકો પણ છે.

હાર્વી પર લાગેલા આરોપો બાદ તેમને તેમના હોલીવૂડ સ્ટૂડિઓ ધ વિન્સ્ટન કંપનીમાંથી પણ બરતરફ કરી દેવામાં આવ્યા છે.


'ખૂબ જ ધૃણાસ્પદ રિપોર્ટ'

Image copyright Getty Images
ફોટો લાઈન બરાક ઓબામાની મોટી દીકરી માલિયાએ વિન્સ્ટન કંપનીમાં ઇન્ટર્નશીપ કરી હતી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામાએ પણ આ મુદ્દે પોતાનો અવાજ ઉઠાવ્યો છે.

તેમની મોટી દીકરી માલિયાએ આ વર્ષે વિન્સ્ટન કંપનીમાં ઈન્ટર્નશીપ કરી હતી.

ઓબામા દ્વારા જાહેર કરાયેલાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "હાલ હાર્વી વિન્સ્ટન અંગે જે રિપોર્ટ આવ્યા છે તે ખૂબ જ ઘૃણાસ્પદ છે."

તેમણે વધુમાં ઉમેર્યું છે, "એ મહિલાઓની હિંમતને સન્માન આપવું જોઈએ કે જે આ મુદ્દે ખુલીને બોલવા પર આગળ આવી છે."


એન્જેલિના જોલીના આરોપ

Image copyright Getty Images
ફોટો લાઈન એન્જેલિના જોલીએ પોતાના અનુભવો બાદ વિન્સ્ટન સાથે કામ ન કરવાનો નિર્ણય લીધો હતો

10 ઑક્ટોબરે એન્જેલિના જોલી અને ગ્વેનેથ પૅલ્ટ્રોએ તેમનાં નિવેદનો ધ ન્યૂયોર્ક ટાઈમ્સને મોકલ્યાં હતાં. ન્યૂયોર્ક ટાઈમ્સે સૌથી પહેલા ગત અઠવાડીયે હાર્વી વિન્સ્ટન પર શારીરિક શોષણના આરોપો લગાવ્યા હતા.

જોલીએ ઇમેઇલના માધ્યમથી કહ્યું છે, "મારી યુવાવસ્થા દરમિયાન હાર્વી વિન્સ્ટન સાથે મારા અનુભવો ખૂબ ખરાબ રહ્યા છે. પરિણામ સ્વરૂપે મેં ક્યારેય તેમની સાથે કામ ન કરવાનું નક્કી કર્યું હતું."

તેમણે વધુમાં લખ્યું, "જ્યારે બીજા લોકો તેમની સાથે કામ કરતા, ત્યારે હું તે લોકોને પણ ચેતવણી આપતી હતી."

તેમણે ઉમેર્યું, "આ પ્રકારનો દુર્વ્યવ્હાર કોઈ પણ દેશમાં, કોઈ પણ કાર્યક્ષેત્રમાં અસ્વીકાર્ય છે."


શું કહ્યું પૅલ્ટ્રોએ?

Image copyright Getty Images
ફોટો લાઈન ગ્વેનેથ પૅલ્ટ્રોએ પણ હાર્વી વિન્સ્ટન પર શારીરિક શોષણના આરોપ લગાવ્યા છે

ગ્વેનેથ પૅલ્ટ્રોએ તેનાં આરોપોમાં કહ્યું છે કે એમ્મા ફિલ્મમાં તેમને રોલ મળ્યા બાદ વિન્સ્ટને પૅલ્ટ્રોને હોટેલમાં બોલાવી હતી. વિન્સ્ટને તેના હાથ પૅલ્ટ્રો પર મૂકી તેને બેડરૂમમાં મસાજની ઑફર આપી હતી.

તેમણે ન્યૂઝપેપરને કહ્યું, "ત્યારે હું ખૂબ નાની હતી, મને કામ મળ્યું હતું અને હું ખૂબ ડરી ગઈ હતી."

ગ્વેનેથે કહ્યું કે આ ઘટના અંગે તેમણે તે સમયે તેમના બૉયફ્રેન્ડ રહી ચૂકેલા બ્રેડ પિટને માહિતી આપી હતી. અને બ્રેડ પિટે વિન્સ્ટન સાથે આ મુદ્દે ઝઘડો પણ કર્યો હતો.

તેમણે ઉમેર્યું, "મને લાગ્યું કે તેઓ મારી પાસેથી મારૂં કામ છીનવી લેશે."


જબરદસ્તી સંબંધ બનાવવા પ્રયાસ

Image copyright Getty Images
ફોટો લાઈન ડરના કારણે એશિયા અર્જેન્ટીનો ક્યારેય પોતાના પર વિતેલી ઘટના અંગે બોલી શકી ન હતી

ન્યૂ યોર્કરના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિન્સ્ટનની કંપનીની 16 પૂર્વ અને હાલની કર્મચારીઓએ કહ્યું છે, "વિન્સ્ટનની ફિલ્મ અને તેમના કાર્યસ્થળ પર ઘણી વખત અમે શારીરિક શોષણ થતું જોયું છે અથવા તો ઘણી ઇવેન્ટ દરમિયાન અમને ગમે ત્યાં સ્પર્શ કરવામાં આવે છે."

મેગેઝીને ઇટાલિયન અભિનેત્રી અને નિર્દેશક એશિયા અર્જેન્ટીનો અને લુસિયા ઈવાન્સે કહ્યું કે, જ્યારે એ બંનેએ અભિનયની શરૂઆત કરી હતી, ત્યારે વર્ષ 2004માં વિન્સ્ટને બન્નેને અલગ અલગ સ્થળે અને સમયે બોલાવ્યાં હતાં.

એશિયા અર્જેન્ટો અને લુસિયા ઇવાન્સ કહે છે કે પ્રોડ્યુસરે બન્નેનું શારીરિક શોષણ કર્યું હતું.

ત્રીજી મહિલા કે જે પોતાની ઓળખ નથી જાહેર કરવા માગતી, તે કહે છે કે વિન્સ્ટને તેની સાથે જબરદસ્તીથી સંબંધ બનાવવા પ્રયાસ કર્યો હતો.

અર્જેન્ટો કહે છે કે તેની સાથે જ્યારે ઘટના બની ત્યારથી લઈને અત્યાર સુધી તે ડરના કારણે કંઈ જ બોલી શકી ન હતી. તેને લાગતું હતું કે તેનાથી તેની કારકિર્દી પર ખતરો આવી જશે.

"મારી સાથે બનેલી ઘટના 20 વર્ષ જૂની છે. બીજી કેટલીક ઘટનાઓ જૂની પણ હોઈ શકે છે. અને કદાચ તે હજૂ સુધી બહાર નથી આવી."


વધુ મહિલાઓ બહાર આવી

Image copyright AFP
ફોટો લાઈન એશિયા અર્જેન્ટોએ ન્યૂયોર્કર મેગેઝીન સાથે વાત કરતા વિન્સ્ટનની હરકતો વિશે જણાવ્યું હતું

વધુ એક આરોપ મીરા સોર્વિનોએ લગાવ્યો છે. મીરાએ વર્ષ 1996માં માઈટી એફ્રોડાઈટ ફિલ્મ માટે ઑસ્કર એવોર્ડ જીત્યો છે. તેમણે પણ કહ્યું છે કે વિન્સ્ટને તેમની સાથે સંબંધ બનાવવા દબાણ કર્યું હતું.

રોસાના આર્ક્વેટે પણ કહ્યું છે કે તેમણે વિન્સ્ટનની ઑફર ઠુકરાવી દીધી હતી. જો કે તેને લાગે છે કે તેના કારણે તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ઘણું ભોગવવું પડ્યું છે.

વિન્સ્ટનની પ્રવક્તા સેલી હૉફમિસ્ટરે એક નિવેદન જાહેર કર્યું છે.

તેમણે કહ્યું, "સંમતિ વગર સંબંધ બનાવવાના આરોપ જે હાર્વી વિન્સ્ટન પર લગાવવામાં આવ્યા છે, તેમને મિસ્ટર વિન્સ્ટને ફગાવી દીધા છે."

"મિસ્ટર વિન્સ્ટને એ પણ કહ્યું છે કે એવો બનાવ ક્યારેય નથી બન્યો કે કોઈ મહિલાએ તેમના દ્વારા અપાયેલા એડવાન્સને ઠૂકરાવી દીધો હોય."

"હાર્વી વિન્સ્ટન દરેક આરોપનો એક એક કરીને જવાબ નથી આપી શકતા. પણ જે જે મહિલાઓએ આરોપ લગાવ્યા છે, તેમને ધ્યાનમાં રાખીને હાર્વી વિન્સ્ટને કહ્યું છે કે જેટલા પણ સંબંધો બન્યા છે તે સંમતિથી બન્યા છે."

"મિસ્ટર વિન્સ્ટને કાઉન્સેલિંગ લેવાની શરૂઆત કરી છે, તે સમાજના લોકોની વાત સાંભળી રહ્યા છે અને એક સારા રસ્તે આગળ વધી રહ્યા છે."

Image copyright Twitter

હિલેરી ક્લિંટને એક નિવેદન શેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વિન્સ્ટન મામલે સાંભળીને તેમને આશ્ચર્ય થયું છે.

વિન્સ્ટન એ વ્યક્તિ છે કે જેમણે વર્ષ 2016માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન હિલેરી ક્લિંટન અને ઓબામાની પાર્ટીને મોટું દાન કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ