સ્પેનથી કૈટલોનિયાની સ્વતંત્રાની જાહેરાત માટે પાંચ દિવસનો સમય

સ્પેનના વડાપ્રધાન મારિઆનો રખોઈ Image copyright Getty Images
ફોટો લાઈન સ્પેનના વડાપ્રધાને કૈટલોનિયાના નેતાને પાંચ દિવસનો સમય આપ્યો

સ્પેનના વડાપ્રધાન મારિયાનો રખોઈએ કૈટલોનિયા વહીવટીતંત્રના નેતાઓને પાંચ દિવસનો સમય આપ્યો છે.

તેમણે કહ્યું છે કે તેઓ સત્તાવાર રીતે જણાવે કે શું કૈટલોનિયાની સ્વતંત્રતાની જાહેરાત કરી દીધી છે?

જો સ્વતંત્ર દેશની જાહેરાત થઈ ગયાનો હકારાત્મક જવાબ આવે કે નકારાત્મક જવાબ આવે સ્પેન તરફથી આવનારા ગુરુવારે એટલે કે 19 ઑક્ટોબરે ઘોષણા રદ કરવાનું એક અલ્ટીમેટમ આપવામાં આવશે.

કૈટલોનિયાના નેતા જો આવું કરવામાં નિષ્ફળ રહ્યા તો સ્પેન બંધારણમાં કૈટલોનિયા પર સીધા શાસનની જોગવાઈને બહાલી આપી શકે છે.

કૈટલોનિયાની સંસદમાં સ્વતંત્રતા સમર્થક સ્પીકર કરમા ફોરકદેલે સ્પેનને આવું ન કરવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જો સ્પેન આવું કરશે તો લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવશે.

તમને આ પણ વાંચવું ગમશે


સ્પેનના વડાપ્રધાનના આરોપ

Image copyright Getty Images
ફોટો લાઈન સ્પેનથી કૈટલોનિયાને અલગ દેશ બનાવવાની જાહેરાત ટળી ગઈ હતી

મંગળવારે કૈટલોનિયાના રાષ્ટ્રપતિ કાર્લસ પુજિમોંટે સ્થાનિક સંસદને સંબોધિત કરી હતી. જેમાં કૈટલોનિયાની સ્વતંત્રતાની ઘોષણા ટાળી દેવાઈ હતી.

કૈટલોનિયાના રાષ્ટ્રપતિ પુજિમોંટે કહ્યું કે તે તેઓ આઝાદ કૈટલોનિયાના પક્ષમાં મળેલા જનમત સંગ્રહનું પાલન કરશે.

પરંતુ સમસ્યાના સમાધાન માટે પહેલા સ્પેન સાથે વાતચીત જરૂરી છે.

મારિયાનોએ કૈટલોનિયાના રાષ્ટ્રપતિ કાર્લસ પુજિમોંટ પર જાણીજોઈને અફરા-તફરી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે સરકાર આ માટે તમામ જરૂરી પગલાં લેશે.

મારિયાનોએ બુધવારે થયેલી કૅબિનેટ બેઠક બાદ આ વાત કહી છે. આ બેઠકમાં સરકારના આગામી પગલાઓ વિશે ચર્ચા થઈ છે.

આ પહેલાં મારિયાનોએ સંસદમાં કહ્યું હતું કે સ્પેન પોતાના 40 વર્ષના લોકતાંત્રિક ઇતિહાસમાં પહેલી વખત આવી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે.


1 ઑક્ટોબરે થયો હતો જનમત સંગ્રહ

Image copyright Getty Images
ફોટો લાઈન કૈટેલોનિયા સ્પેનના સૌથી સંપન્ન પ્રદેશોમાંથી એક છે

પહેલી ઑક્ટોબરે ફરી કૈટલોનિયામાં સ્પેનથી અલગ થવા અંગે જનમતસંગ્રહ યોજાયો હતો.

આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણો થઈ જેમાં 800થી વધુ લોકો ઘાયલ થયા.

જનમત સંગ્રહમાં કુલ 40 ટકા લોકોએ ભાગ લીધો. જેના 90 ટકા લોકોએ કૈટલોનિયાની સ્વતંત્રતા તરફી મતદાન કર્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

સ્પેનના વડાપ્રધાન મારિયાનોએ કહ્યું છે કે કૈટલોનિયા પ્રશાસનનો વ્યવહાર વિશ્વાસઘાત જેવો છે. તેમણે કહ્યું કે આ દેશના બંધારણ પર મોટો ખતરો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો