ભારતમાં 40 ટકા ભોજનનો બગાડ થાય છે.

રસ્તા પર બેસીને જમતુ ગરીબ બાળક Image copyright Getty Images

ભૂખમરાના કારણે ભારતની સ્થિતિ ગંભીર છે. ગ્લોબલ હન્ગર ઇન્ડેક્સમાં આ સ્થિતિ સામે આવી છે.

વિશ્વભરમાં ખાસ કરીને વિકાસશીલ દેશો આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. ઇન્ટરનેશનલ ફૂડ પૉલીસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આંકડા મુજબ ભારત 119 દેશોની યાદીમાં 100માં નંબરે છે.

ભારત બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશોથી પણ આ બાબતે પાછળ છે. રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં બાળકોના કૂપોષણથી સ્થિતિ વધારે બગડી છે.

તમને આ પણ વાંચવું ગમશે

હંગર ઇન્ડેક્સથી એ જાણવા મળે છે કે લોકોને ખોરાક કેવો અને કેટલો મળે છે.


તો પછી ભોજનનો બગાડ શું કામ?

Image copyright Getty Images
ફોટો લાઈન સંયુક્ત રાષ્ટ્રના આંકડા પ્રમાણે ભારતમાં 40 ટકા ભોજનનો બગાડ થાય છે.

એક તરફ ભારત ભૂખની સમસ્યાનો સામનો કરી રહ્યો છે ને બીજી તરફ દેશમાં મોટા પાયે ખોરાકનો બગાડ થાય છે.

ભોજનનો બગાડ ભૂખમરાનું સૌથી મોટું કારણ છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા પ્રમાણે ભારતમાં 40 ટકા ભોજનનો બગાડ થાય છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ આંકડાઓમાં કહેવામાં આવ્યું છે કે આ એટલું જમવાનું છે જેની કિંમત 50 હજાર કરોડ રૂપિયા આંકી શકાય.

આંકડા પર ના જઈએ તો પણ રોજ આપણી આસપાસ ભોજનનો વ્યય આપણે જોઈએ જ છીએ. લગ્ન, હોટલ, પાર્ટી, કાર્યક્રમો અને ઘરોમાં રોજ કેટલા ભોજનને એમ જ ફેંકી દેવામાં આવે છે.

આ ભોજનનો ભૂખ્યા લોકોને ખવડાવવામાં આવે તો ઘણા લોકોને ભરપેટ ભોજન મળી શકે છે.

Image copyright Getty Images
ફોટો લાઈન ભારતમાં આશરે સાડા 19 કરોડ લોકો કૂપોષિત છે.

સંયુક્ત રાષ્ટ્રના રિપૉર્ટ મુજબ ભારતમાં ખેતીની ઉપજ સારી છે પણ તે દરેક વ્યક્તિ સુધી પહોચતી નથી.

ભૂખથી પીડિત દુનિયાની 25 ટકા વસ્તી ભારતમાં રહે છે. ભારતમાં આશરે 19 કરોડ લોકો કૂપોષિત છે.

આમાં એ લોકો પણ છે જેમને પૂરતો ખોરાક નથી મળતો કાંતો જેમના ખોરાકમાં પોષણ તત્વોની ઊણપ હોય છે.


કેવી રીતે રોકી શકાય ભોજનનો બગાડ?

Image copyright Getty Images
ફોટો લાઈન પુલાવ
  • ભોજનનો બગાડ રોકવા માટે માણસે ખુદ જ જાગરૂક થવું જોઈએ.
  • જો ખોરાક બચી જાય તો આસપાસના ભૂખ્યા માણસને જમાડી દેવા.
  • લગ્ન, પાર્ટી કે હોટલમાં વધેલા ખોરાકને અમુક સંસ્થાઓ ગરીબ માણસો સુધી પહોંચાડવાનું કામ કરે છે. તેમની મદદ લેવી.

આવી જ એક સંસ્થા ચલાવતા સંચિત જૈન કહે છે કે દિલ્લીના એક લગ્નમા બચેલા ભોજનથી 500 થી 2500 લોકોનું પેટ ભરાય છે.


સપ્લાય સિસ્ટમમાં ખામી

Image copyright Getty Images
ફોટો લાઈન અનાજ ખેતરમાંથી બજારો સુધી તો પહોંચે છે પણ સંઘરવાની સારી સુવિધા નથી.

સંચિત જૈન કહે છે કે ભોજનનો બગાડ સપ્લાય સિસ્ટમની ખામીને કારણે થાય છે.

અનાજ ખેતરોમાંથી બજારો સુધી તો પહોંચે છે પણ તેને સંઘરવાની સારી સુવિધા નથી.

જેના કારણે અનાજ સડી જાય છે. જેના કારણે અનાજનો ભાવ પણ વધી જાય છે.


ક્યાં જાય છે બચેલું ભોજન?

Image copyright Getty Images
ફોટો લાઈન ચેન્નઈની એક મહિલા ઈસા ફાતિમાએ બેસેંટ નગર વિસ્તારમાં એક કમ્યુનિટી ફ્રીજ લગાવ્યું છે.

સંસ્થાઓ દ્વારા એકઠું કરેલું ભોજન ઝૂંપડીમાં રહેનારા લોકો સુધી પહોચાડવામાં આવે છે.

જો કે આ મુદ્દો સરકાર માટે પણ ચિંતાનો વિષય છે.

ચેન્નઈની એક મહિલા ઈસા ફાતિમાએ બેસેંટ નગર વિસ્તારમાં એક કમ્યુનિટી ફ્રીજ લગાવ્યું છે. આ ફ્રીજમાં લોકો અને હોટલ માલિકો બચેલું ભોજન આવીને મૂકી જાય છે.

જેનાથી ભોજનનો બગાડ થતો અટકે છે અને ગરીબો પેટ ભરીને ભોજન આરોગી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ