પાકિસ્તાનની રગ્બી ગર્લ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આ પાકિસ્તાની છોકરી રગ્બીની રમતમાં ભલભલાને રગદોળી નાખે છે

પાકિસ્તાનમાં ક્રિકેટની રમત માટે ભારે ક્રેઝ છે. પણ આ સ્થિતિમાં કેટલાં સુખદ અપવાદ પણ હોય છે.

પાકિસ્તાનથી બીબીસીના પત્રકાર ઉરૂજે તૈયાર કરેલા આ વીડિયોમાં તમને એ અપવાદનો પરિચય થશે.

મળો ફૈઝા મહમૂદ મિર્ઝાને જેણે નામ બનાવ્યું છે, એવી રમતમાં જેનું નામ ભારતીય ઉપખંડમાં ભાગ્યે જ સાંભળવા મળે છે.

ફૈઝા સુંદર ગાઈ પણ શકે છે, પણ એની ઓળખ છે, પાકિસ્તાનની રગ્બીની રાષ્ટ્રીય ટીમનાં એક અગ્રણી સભ્ય તરીકેની.

રગ્બીની રમતમાં તેણે પહેલી વખત પુરુષો જોડે આ રમતમાં ભાગ લીધો હતો.

તેને એમાં મજા આવી અને રગ્બીની રમત શીખી લીધી. હવે તે તેનાં દેશ માટે રગ્બી રમે છે અને તેનાં પરિવારને તેનાં પર ગર્વ છે.

તે રગ્બીનું કોચિંગ સેન્ટર શરૂં કરીને પ્રતિભાવાન ખેલાડીઓને વિના મૂલ્યે ટ્રેઇનિંગ આપવા ઇચ્છે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો