અમેરિકા અને ભારત વિશ્વની સ્થિરતાના બે આધારઃ ટિલરસન

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને ભેટી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટોગ્રાફ Image copyright Getty Images
ફોટો લાઈન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના વિદેશ પ્રધાન રેક્સ ટિલરસને તાજેતરમાં જણાવ્યું હતું કે ભારત સાથેના સંબંધને વધુ મજબૂત કરવા ટ્રમ્પ વહીવટીતંત્ર કટિબદ્ધ છે.

વોશિંગ્ટનમાં એક વિચારમંડળને સંબોધન કરતા ટિલરસને એમ પણ કહ્યું, ''અમેરિકા અને ભારત વિશ્વના બે છેડે આવેલા સ્થિરતાના આધાર છે.''

ટિલરસને કરેલા સંબોધનના મુખ્ય અંશ આ મુજબ છેઃ

  • અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વલણ બન્ને દેશો વચ્ચે સહકાર વધારવા બાબતે એકદમ સ્પષ્ટ છે.
  • ભારત અને અમેરિકાને જ નહીં, સમગ્ર વિશ્વને ફાયદો થાય એવી મહત્વાકાંક્ષી ભાગીદારી બન્ને દેશો વચ્ચે સ્થાપિત કરવા ટ્રમ્પ અને મોદી કટિબદ્ધ છે.
  • જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતે અમારી વ્યૂહાત્મક ભાગીદારીના નવા ક્ષેત્રમાં ઘણી તકોને રેખાંકિત કરી હતી.

ભારત-અમેરિકાની દોસ્તીનું ચીન કનેક્શન

Image copyright Reuters
ફોટો લાઈન નરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પ

ચીનમાં સત્તાધારી કોમ્યુનિસ્ટ પક્ષનું મહત્વનું અધિવેશન ચાલી રહ્યું હતું ત્યારે જ અમેરિકાના વિદેશ પ્રધાને ભારત સાથે સહકાર વધારવાના સંકેત આપ્યા હતા.

ડોનલ્ડ ટ્રમ્પ આવતા મહિને સૌપ્રથમવાર ચીનની મુલાકાત લેવાના છે.

તમને આ વાંચવું પણ ગમશે :

એ મુલાકાત પહેલાં ટિલરસને ચીનના મુદ્દે કહ્યું, ''અમેરિકાએ એશિયામાં ચીનના માળખાગત રોકાણના વિકલ્પ શોધવાની ચર્ચા પણ શરૂ કરી દીધી છે.''

ટિલરસને ઉમેર્યું, ''એશિયામાં ચીનની નકારાત્મક અસરના સંદર્ભમાં અમેરિકા ભારતને મહત્વનું સહયોગી ગણી રહ્યું છે.''

Image copyright Getty Images
ફોટો લાઈન નરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પ

આ વર્ષે જૂનમાં અમેરિકન સંસદને સંબોધન કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, ''મને સંબોધનની તક આપીને આપે ભારતીય લોકશાહી અને તેના સવાસો કરોડ લોકોનું સન્માન કર્યું છે. ''

''ભારત અને અમેરિકા વચ્ચેનો સંબંધ પ્રભુત્વને બદલે સહકારનો હશે.''

એશિયા અને વિશ્વમાં ચીનના વધતા પ્રભાવને રોકવા માટે ભારતની નજીક આવવાની અમેરિકાની નીતિ સફળ થશે કે કેમ એ તો ભવિષ્યમાં જ ખબર પડશે.

રેક્સ ટિલરસન આગામી સપ્તાહે ભારત અને પાકિસ્તાનની મુલાકાતે આવવાના છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો