વિદેશમાં વસતાં ભારતીયોએ દિવાળીમાં કર્યો જલસો

દુબઈના ગરમ રણથી લઈ અલાસ્કાનાં ઠંડા પ્રદેશોમાં ખૂણેખૂણે પથરાયેલાં ભારતીયો જ્યાં પણ છે, ત્યાં આગવું ભારત ઊભું કરી દે છે.

વાત દિવાળીની હોય તો દુનિયાનાં દરેક ખૂણે વસેલા NRI (Non Resident Indian) માટે આ તહેવાર મેળાવડા જેવો બની જાય છે.

તમને આ વાંચવું પણ ગમશે :

અહીં જુઓ અમેરિકાથી ઑસ્ટ્રેલિયા સુધી ફેલાયેલાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ કેવી રીતે તેમની દિવાળી ઉજવી હતી.


અમેરિકા

અમેરિકાના અલાસ્કાથી લઈને કેલિફોર્નિયા સુધી દિવાળીની રંગત જામી હતી, જ્યાં ભારતીયોના બિન-ભારતીય મિત્રોએ પણ આ સાંસ્કૃતિક ઉત્સવમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો.

Image copyright JR Ancheta
ફોટો લાઈન અમેરિકાના અલાસ્કામાં આવેલા ફેરબેન્ક્સ શહેરમાં ભારતીય સમુદાય સાથે સ્થાનિકો પણ દિવાળીની ઊજવણીમાં શામેલ થયાં
Image copyright JR Ancheta
ફોટો લાઈન અલાસ્કાની યુનિવર્સિટીના કૅમ્પસમાં પારંપરિક રીતે દિવાળીની ઊજવણી થઈ
Image copyright FACEBOOK MOHAN KUMAR CHAKRAVARTHY
ફોટો લાઈન કેલિફોર્નિયામાં ભારતીયોએ મિત્રોનાં ઘરે એકઠાં થઈને દિવાળીનો તહેવાર ઉજવ્યો
Image copyright FACEBOOK MEET THAWRANI
ફોટો લાઈન અમેરિકામાં આ હિંદુ મંદિરને શાનદાર રીતે શણગારવામાં આવ્યું હતું, ભારતીયોએ મોટી સંખ્યામાં દિવાળીના સમયે મંદિરે પ્રાર્થના કરી

ઇંગ્લેન્ડ

લંડનના સ્વામિનારાયણ ગાદી મંદિરમાં દિવાળી નિમિતે અન્નકૂટની ખાસ તૈયારી કરવામાં આવી હતી.

Image copyright SGADI
ફોટો લાઈન લંડન ખાતેના સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિરમાં દિવાળી નિમિતે પૂજા કરવા માટે લોકો એકઠાં થયાં હતાં
Image copyright SGADI
ફોટો લાઈન સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિરમાં લોકોએ એકઠા થઈ દિવાળીની ભવ્ય ઊજવણી કરી હતી

આફ્રિકા

આફ્રિકાના વિવિધ દેશોમાં વસતાં ગુજરાતીઓએ દિવાળીની ઉજવણી કરી. જેમાં ઉત્તર આફ્રિકામાં આવેલા સુદાનમાં અને નૈરોબીમાં ખાસ દ્રશ્યો જોવાં મળ્યાં હતાં.

Image copyright SGADI
Image copyright EKTA MITHANI
ફોટો લાઈન ઉત્તર આફ્રિકામાં આવેલા સુદાનમાં પણ ગુજરાતીઓ મોટી સંખ્યામાં છે. સુદાનની રાજધાની ખોરતુમ નજીકના ઓમદુરમાન શહેરની ઇન્ડિયન ક્લબ ઑફ સુદાનમાં દિવાળીની ઊજવણીનો કાર્યક્રમ યોજાયો
Image copyright FACEBOOK ROHIT SHARMA
ફોટો લાઈન આફ્રિકાના સુદાનમાં લોકોએ પોતાનાં ઘરમાં દિવાળીના તહેવારમાં પૂજા-અર્ચના કરી

સ્ટ્રેલિયા

હિંદુ કાઉન્સિલ ઑફ ઑસ્ટ્રેલિયા દ્વારા 'દીપાવલી ફેસ્ટિવલ 2017'નું સિડનીમાં આયોજન થયું હતું, જુઓ તેનો વીડિયો

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
ઑસ્ટ્રેલિયામાં દિવાળીના દિવસે એકઠા ભારતીયોએ ડાન્સ અને રાસ-ગરબાનો આનંદ માણ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો