30 મહિલાઓને HIV સંક્રમિત કરી, 24 વર્ષની જેલ

Image copyright AFP
ફોટો લાઈન HIV સંક્રમિત આ વ્યક્તિએ ઇરાદાપૂર્વક 53 મહિલાઓ સાથે અસુરક્ષિત સંબંધ બનાવ્યા હતા

નામઃ વાલેંટીનો તલુટો

ઉંમરઃ 33 વર્ષ

કામઃ અકાઉન્ટન્ટ

વર્ષ 2006થી HIV સંક્રમિત

અને હવે 24 વર્ષની કેદ

કારણ એ છે કે ઇટલીના વાલેંટીનો તલુટોએ પોતાને HIV સંક્રમિત હોવાની જાણકારી બાદ ઇરાદાપૂર્વક 53 મહિલાઓ સાથે અસુરક્ષિત જાતીય સંબંધ બનાવ્યા.

53માંથી 30 મહિલાઓ પણ હવે HIVથી સંક્રમિત થઈ ગઈ છે.

તેમાંથી એક યુવતી સાથે જ્યારે તેમનો સંબંધ શરૂ થયો ત્યારે તેની ઉંમર માત્ર 14 વર્ષની હતી.

તમને આ પણ વાંચવું ગમશે

સમાચાર એજન્સી AFPના આધારે સંબંધ બનાવવા દરમિયાન જ્યારે કોઈ મહિલા તેમને કોન્ડોમનો ઉપયોગ કરવા કહેતી ત્યારે તેઓ કોન્ડોમથી એલર્જી હોવાની વાત કહેતો હતો.

અથવા તો એવું બહાનું બનાવી દેતો કે તેમણે હાલ જ HIV ટેસ્ટ કરાવ્યો છે.


પોતાને ગણાવતો હતો 'હાર્ટી સ્ટાઇલ'

Image copyright Science Photo Library

જ્યારે કેટલીક મહિલાઓને HIV સંક્રમિત હોવાની જાણકારી મળી અને તેમણે તાલુટોને સવાલ કર્યા તો તેમણે એ વાતને નકારી દીધી કે તેઓ HIV સંક્રમિત છે.

તાલુટો મહિલાઓ સાથે સંબંધ બનાવવા માટે સોશિઅલ નેટવર્કીંગ અને ડેટિંગ સાઇટ પર પોતાને 'હાર્ટી સ્ટાઇલ' નામે રજૂ કરતો હતો.

તાલુટોએ મહિલાઓ સાથે બનાવેલા અસુરક્ષિત સંબંધોના કારણે ત્રણ પુરુષ અને એક બાળક પણ HIVની ઝપેટમાં આવી ગયા છે.

જો કે કોર્ટમાં તાલુટોના વકીલે કહ્યું છે કે તેમના ક્લાઇન્ટે અસાવધાની વાળી હરકત કરી છે પણ તેવું તેમણે ઇરાદાપૂર્વક નથી કર્યું.

સ્થાનિક મીડિયાના આધારે સજાના એલાન બાદ પીડિત મહિલાઓ રડવા લાગી હતી.

પ્રોસિક્યુશને તાલુટો માટે ઉંમરકેદની સજાની માગ કરી હતી. પરંતુ તેમને સજા 24 વર્ષની થઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા