કાસ્ત્રોને મારવા માટે એક લાખ ડોલરની 'સોપારી' અપાઈ હતી?

જૉન એફ. કેનેડી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

જૉન એફ. કેનેડીની હત્યા સંબંધિત ફાઇલ સાર્વજનિક કરવા આદેશ અપાયા છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ જૉન એફ. કેનેડીની હત્યા સાથે સંબંધિત 2800 ગુપ્ત ફાઇલ સાર્વજનિક કરવા આદેશ આપ્યો છે.

આ ફાઇલોના સાર્વજનિક થયા બાદ એક તરફ જ્યાં કેનેડીની હત્યાની ગુથ્થી સુલજી શકે છે. બીજી તરફ અન્ય વાતો પણ સામે આવવા લાગી છે.

તમને આ વાંચવું પણ ગમશે :

તેમાં ખાસ વાત છે ક્યુબાના ક્રાંતિકારી નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રોની હત્યા માટે અમેરિકા દ્વારા રચાયેલા ષડયંત્રનું સત્ય.

શું હતી કાસ્ત્રોના માથાની કિંમત?

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

ક્યુબા સરકારનો આક્ષેપ છે કે CIAએ કમ્યુનિસ્ટ નેતા ફિદેલ કાસ્ત્રોની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું

ઘણા વર્ષોથી ક્યુબાની સરકાર આરોપ લગાવે છે કે અમેરિકી ગુપ્તચર એજન્સી CIAએ તેમના કમ્યુનિસ્ટ નેતા ફિદેલ કાસ્ત્રોની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.

કેનેડીની હત્યા પાછળ એક તરફ જ્યાં કાસ્ત્રોનો હાથ હોવાની વાત છે.

બીજી તરફ એવું પણ કહેવાય છે કે આ હત્યાને એ લોકોએ યોજનાબદ્ધ રીતે અંજામ આપ્યો છે જે હવાના અને વોશિંગટનના સંબંધોનો વિરોધ કરી રહ્યા હતા.

બૉસ્ટન કૉલેજમાં પ્રેસિડેન્સી ઇતિહાસના પ્રોફેસર પેટ્રીક મેની કહે છે, "મારા હિસાબે કાસ્ત્રોની હત્યા માટે CIAના પ્રયાસ અને કેનેડીની હત્યા વચ્ચે કંઈક સંબંધ નિશ્ચિતરૂપે છે."

વધુમાં તેમણે ઉમેર્યું કે, "લી હાર્વી ઓસવાલ્ડ CIAની યોજનાઓ વિશે જાણતા હતા અને કદાચ એ જ કારણોસર તેઓ કેનેડીની હત્યા માટે પ્રેરિત પણ થયા હતા."

ઇમેજ કૅપ્શન,

અમેરિકી દસ્તાવેજમાં કાસ્ત્રોને મારવા 1 લાખ ડોલરની કિંમત જણાવાઈ છે

ગુરૂવારના રોજ જાહેર કરાયેલા દસ્તાવેજથી જાણવા મળ્યું છે કે અમેરિકી ગુપ્ત વિભાગ અને ફ્લોરિડાથી આવેલા ક્યૂબાના પ્રવાસીઓ વચ્ચે બેઠકોનું આયોજન થયું હતું.

એ બેઠકોમાં જ ફિદેલ કાસ્ત્રોની હત્યાનું ષડયંત્ર રચાયું હતું.

એક દસ્તાવેજમાં ક્યુબાના નેતા ફિદેલ કાસ્ત્રો સહિત ત્યાંના મોટા મોટા નેતાઓને મારવાની કિંમત બતાવવામાં આવી છે.

તેમાં ફિદેલ કાસ્ત્રોને મારવા માટે 1 લાખ ડોલર, તેમના ભાઈ રાઉલ કાસ્ત્રોને મારવા માટે 20 હજાર ડોલર અને ચે ગ્વેરાને મારવા માટે 20 હજાર ડોલરની રકમ અપાઈ હોવાની વાતનો ઉલ્લેખ છે.

કેનેડીની હત્યા અંગે ગૂંચ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

જૉન એફ. કેનેડીની હત્યા અંગે અત્યાર સુધી અલગ અલગ ધારણાઓ રજૂ થઈ છે

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જૉન એફ કેનેડીની હત્યાને લઈને અલગ અલગ ધારણાઓ રજૂ કરાઈ છે. આ ઘટના સાથે જોડાયેલા ગુપ્ત દસ્તાવેજ જાહેર થયા બાદ શું આ હત્યાને ભેદ ઉકેલાશે?

જો કે ડોનાલ્ડ ટ્રમ્પે સુરક્ષા કારણોસર અન્ય ફાઇલોને જાહેર કરવાની ના કહી દીધી છે. આ દસ્તાવેજ 50 લાખ પેજમાં છે. દસ્તાવેજને જાહેર કરવાની અંતિમ તિથિ 26 ઓક્ટોબર 2017 હતી.

ફાઇલોને સાર્વજનિક કરવા માટે ટ્રમ્પે કાર્યકારી વિભાગના પ્રમુખને નિર્દેશિત કરતા મેમો જાહેર કર્યો છે.

આ મેમોમાં ટ્રમ્પે લખ્યું છે કે અમેરિકી જનતા "આ મહત્વપૂર્ણ ઘટના સાથે જોડાયેલા તમામ તથ્યો અંગે સંપૂર્ણપણે સૂચિત" થવાને યોગ્ય છે. રાષ્ટ્રપતિએ લખ્યું છે કે, "તેના માટે હું અંતતઃ પડદો ઉઠાવવા આદેશ આપું છું."

આ રેકોર્ડ નેશનલ આર્કાઇવ વેબસાઇટ પર જાહેર કરાયા છે. કેનેડીની હત્યાને લઈને અલગ અલગ વાર્તાઓ સામે આવી. ઔપચારિક રૂપે લી હાર્વી ઓસવાલ્ડને આ હત્યા માટે જવાબદાર ગણાવાયા છે.

જો કે તેમાં વધુ એક વ્યક્તિ સામેલ હોવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ હતી. હત્યા મામલે ઘણા એવા રાઝ ફાઈલોમાં બંધ છે જેના ખુલવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

શું હતો મામલો?

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

ડલાસના પ્રવાસ દરમિયાન કેનેડીની હત્યા કરાઈ હતી

જૉન એફ. કેનેડીની હત્યા 22 નવેમ્બર 1963ના રોજ કરાઈ હતી. હત્યાના સમયે તેઓ એક ખુલ્લી કારમાં ડલાસના પ્રવાસ પર હતા.

ટેક્સસના ગવર્નર જૉન ખાનોલી કેનેડીની સામે બેઠા હતા. આ ઘટના દરમિયાન તેમને પણ ઇજાઓ પહોંચી હતી. તુરંત બાદ પોલીસ ઓફિસર જેડી ટિપિટની હત્યા કરી દેવાઈ હતી.

લી હાર્વી ઓસવાલ્ડની કૈનેડી અને ટિપિટની હત્યાના આરોપસર ધરપકડ કરાઈ હતી. પરંતુ ઓસવાલ્ડે આરોપોને ફગાવતા પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.

24 નવેમ્બના રોજ ઓસવાલ્ડની ડલાસ પોલીસ વિભાગના બેઝમેન્ટમાં જૈક રૂબીએ હત્યા કરી દીધી હતી. જૈક સ્થાનિક નાઇટક્લબના માલિક હતા.

વૉરેન કમિશનનો રિપોર્ટ

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

કેનેડીની હત્યા માટે લી હાર્વી ઓસવાલ્ડેને જવાબદાર ગણાવાયા હતા

સપ્ટેમ્બર 1964માં પ્રકાશિત કરવામાં આવેલી વૉરેન કમિશનના રિપોર્ટમાં જણાવાયું હતું કે લી હાર્વી ઓસવાલ્ડે ટેક્સસ સ્કૂલ બુક ડિપૉઝિટ્રી બિલ્ડીંગમાંથી ગોળી મારી હતી.

કમીશને કહ્યું હતું કે, "એ વાતના કોઈ પુરાવા નથી કે લી હાર્વે ઓસવાલ્ડ કે જેક રૂબી કોઈ ઘરેલૂ કે વિદેશી ષડયંત્રનો ભાગ હતા."

વર્ષ 1979માં હાઉસ સલેક્ટ કમિટીએ હત્યાની તપાસ કરી હતી. કમિટીએ કહ્યું હતું કે હત્યાના સ્થળે બે લોકોના હોવાની સંભાવના છે.

લી હાર્વી ઓસવાલ્ડ કોણ હતા?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

સંભાવના છે કે કેનેડીને પાછળથી નહીં સામેથી ગોળી મારવામાં આવી હતી

લી હાર્વી ઓસવાલ્ડ એક પૂર્વ નૌસૈનિક અને સ્વ ઘોષિત માર્ક્સવાદી હતા.

તેમણે વર્ષ 1959માં સોવિયત સંઘની યાત્રા કરી હતી અને 1962 સુધી ત્યાં રહ્યા હતા.

તેઓ મિંસ્કમાં એક રેડિયો અને ટીવી ફેક્ટરીમાં કામ કરતા હતા અને આ જ શહેરમાં તેમના પત્ની સાથે તેમની મુલાકાત થઈ હતી.

વૉરેન કમીશનને જાણવા મળ્યું કે કેનેડીની હત્યાના બે દિવસ પહેલા હાર્વી ક્યૂબા અને રશિયાના દૂતાવાસ ગયા હતા.

કેટલાક લોકોનું કહેવું છે કે ત્યાં બીજો કોઈ શૂટર હોઈ શકે છે. તો અન્ય લોકો કહે છે કે એ સંભાવના છે કે કેનેડીને પાછળથી નહીં સામેથી ગોળી મારવામાં આવી હોય.

ઓસવાલ્ડના ગાલ પર કરવામાં આવેલા પેરાફિન ટેસ્ટમાં એ વાત સામે આવી હતી કે તેમણે બંદૂક ચલાવી ન હતી. જો કે આ ટેસ્ટની વિશ્વસનીયતા પર પણ સવાલ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો