ચંદ્ર પૃથ્વીની ગતિને ધીમી કરી રહ્યો છે?

રાત્રે આકાશમાં અમારા હિતકારી સંરક્ષક અને પૃથ્વીના ઉપગ્રહ વિશે જાણો કેટલીક મુગ્ધ કરનારી વાતો.

રાતનો ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

શરદપૂર્ણિમા, 'બ્લુ મૂન', પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્ર કે બીજનો ચંદ્ર- પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહ વિશે કંઈક મનોરમ્ય વાતો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ચંદ્રનો આકાર ખરેખર ગોળ નથી તેનો આકાર ઈંડા જેવો છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

આપણે ક્યારેય ચંદ્રને સંપૂર્ણપણે નથી જોઈ શકતા. કોઈ પણ સમયે આપણે ફક્ત ચંદ્રનો 59 ટકા ભાગ જ જોઈ શકીએ છીએ. બાકીનો ભાગ પૃથ્વી પરથી ક્યારેય જોવા નથી મળતો. જો તમે અવકાશમાં જઈ અદૃશ્ય 41 ટકા ભાગે ઊભા રહો તો તમને પૃથ્વી નહીં દેખાય.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

એવી માન્યતા છે કે 'બ્લૂ મૂન'ની માન્યાતાની શરૂઆત ઇન્ડોનેશિયન પ્રાંતમાં વર્ષ 1883માં ક્રેકાટોઆ જ્વાળામુખી ફાટ્યા પછી થઈ હતી. વાતાવરણમાં ધૂળ અને રજકણોને કારણે ચંદ્રની તરફ જોઈને એવું લાગતું હતું કે તેનો રંગ વાદળી થઈ ગયો છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ગ્રહણ ડ્રૅગનના કારણે થાય છે? પ્રાચીન ચીની માન્યતા પ્રમાણે ડ્રેગન સુર્યને ગળી જાય છે જેના કારણે સુર્યગ્રહણ થાય છે. એક માન્યતા પ્રમાણે ચંદ્ર પર એક વિશાળ દેડકો રહે છે અને તે ચંદ્રમાં ખાડા પર બેસે છે. વાસ્તવમાં ચંદ્ર પર ખાડાનું અસ્તિત્વ લગભગ 4.1 અબજ વર્ષ પહેલાથી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ચંદ્ર પૃથ્વીને ધીમી કરી રહ્યો છે. જ્યારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે ત્યારે દરિયામાં સૌથી ઊંચી ભરતી જોવા મળે છે. જેને 'પેરીજિયન સ્પ્રિંગ ટાઇડ' કહેવાય છે. પૃથ્વીની પરિભ્રમણ ઊર્જાને ચંદ્ર ગ્રહણ કરે છે જેથી પૃથ્વીનું પરિભ્રમણ દર સો વર્ષે 1.5 મિલિસેકંડની ગતિએ ધીમું પડી રહ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

સૂર્ય પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્ર કરતાં 14 ગણો વધારે તેજસ્વી હોય છે. સૂર્ય જેટલો જ પ્રકાશ ચંદ્ર પાસેથી મેળવવા માટે પૃથ્વીને 3,98,110 ચંદ્રની જરૂર પડે. ચંદ્રગ્રહણ દરમિયાન જ્યારે ચંદ્ર પૃથ્વીના છાંયામાં આવે છે ત્યારે તેની સપાટીનું તાપમાન માત્ર 90 મિનિટમાં 500 ફૅરન્હાઇટ જેટલું નીચું જઈ શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન ચંદ્રના ભાગો અને તમામ અવકાશીય પદાર્થોને નામ આપે છે. સામાન્ય રીતે આવાં નામ નોંધપાત્ર વૈજ્ઞાનિકો, કલાકારો અથવા સંશોધકોના નામો પરથી આપવામાં આવે છે. 1988માં એક સર્વેક્ષણ પ્રમાણે એરિઝોનાની ફ્લેગસ્ટાફ લોવેલ વેધશાળામાં હાજર 13 ટકા લોકો માનતા હતા કે ચંદ્ર ચીઝથી બન્યો છે.