ઇઝરાયલ : પીરિયડ્સ દરમિયાન મહિલાઓને સસ્તો દારૂ આપશે આ બાર

બારની મહિલાઓ માટે જાહેરાત Image copyright FACEBOOK/ ANNA LOULOU BAR
ફોટો લાઈન બારે આ પોસ્ટર પોતાના ફેસબુક પેજ પર શેર કર્યું છે

ઇઝરાયલમાં એક બારે મહિલાઓને પીરિયડ્સ દરમ્યાન ડ્રિંક્સ પર 25% છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

બારમાં તમે 'હેપ્પી અવર' વિશે તો સાંભળ્યું હશે જેમાં ડ્રિંક્સ પર ડિસ્કાઉન્ટ મળે છે. પરંતુ આ બારમાં 'બ્લડી અવર' દરમ્યાન સસ્તો દારૂ મળશે.

આ અનોખા વિચાર પાછળ બે મહિલાઓ છે. તેલ અવીવના ઝાફાની આ મહિલાઓ કહે છે કે 'બ્લડી અવર' દર્શાવે છે કે પીરિયડ્સ દરમ્યાન મહિલાઓને ખાસ ટ્રીટમેન્ટ મળવી જોઈએ.

તમને આ પણ વાંચવું ગમશે

તેમને આશા છે કે તેનાથી માસિક ધર્મ પર લોકો મન ખોલીને વાત કરી શકશે અને ચર્ચા કરવા વાળા લોકોમાં પુરુષોનો પણ સમાવેશ થશે.

મહિલા ખાસ અનુભવ કરે તેવો ઉદ્દેશ્ય

Image copyright Getty Images
ફોટો લાઈન મહિલાઓને સ્પેશિયલ અનુભવ કરાવવા બાર ડિસ્કાઉન્ટ આપશે

મહિલાઓને આ ડિસ્કાઉન્ટ વિશ્વાસના આધારે આપવામાં આવશે.

એના લોઉલોઉ નામના બારને ચલાવતી મહિલાઓનું કહેવું છે કે મહિલાઓ પોતાનાં જીવનના 25% સમયમાં પીરિયડ્સ અનુભવે છે.

એટલે તેમને એક રાત તો ડિસ્કાઉન્ટ મળવું જ જોઈએ.

ઇઝરાયલી ન્યૂઝપેપર અહારેત્સ સાથે વાત કરતા મોરન બરીર જણાવે છે, "છૂટ આપવી, પરવા કરવી, અને લોકોની મિજબાની કરવાનો ઉદ્દેશ્ય એ છે કે અમે જાણીએ છીએ કે મહિલાઓ આ સમયે કેવી પરિસ્થિતિમાં હોય છે અને તેમના માટે અમે કંઈક ખાસ કરવા માગીએ છીએ."

આ રીતે આવ્યો વિચાર

Image copyright iStock
ફોટો લાઈન 'પીરિયડ્સ દરમ્યાન મહિલાઓને ખાસ ટ્રીટમેન્ટ મળવી જોઈએ'

બારીરે જણાવ્યું કે તેમને આ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવાનો આઇડીયા બારમાં જ આવ્યો હતો.

તેમણે વાઇન મગાવી હતી પરંતુ બારટેન્ડર એ ભૂલી ગયો હતો કે રેડ વાઇનનો ઓર્ડર કર્યો હતો કે વ્હાઇટ વાઇનનો.

બારીરે કહ્યું, "તેવામાં મેં તેમને કહ્યું, તમે એ રીતે યાદ રાખો કે મારા પીરિયડ્સ ચાલી રહ્યા છે, એટલે મારા માટે રેડ વાઇન લાવો."

આ બારમાં મહિલાઓને સોમવાર, મંગળવાર, બુધવાર અને શનિવારે ડિસ્કાઉન્ટ મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો