તસવીરોમાં: ન્યૂ યૉર્ક ટ્રક હુમલો

પોલીસે જણાવ્યા મુજબ આ ત્રાસવાદી હુમલામાં સાયકલ માટેના માર્ગ પર ટ્રક ફરી વળ્યો

ન્યૂ યૉર્ક હુમલા બાદ કૉર્ડન ટ્રક અને અધિકારીઓ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

મંગળવારે બપોરે ન્યૂ યૉર્કના મેનહટનમાં સફેદ રંગની પિક-અપ ટ્રક સાયકલ ચલાવવાની લેન પર ફરી માર્ગ પર ફરી વળી.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

આ ઘટનામાં આઠ લોકોનાં મૃત્યુ થયા અને 11થી વધુ ઘાયલ થયા છે. હુમલા બાદ સાઇકલ્સ વિખેરાયેલી જોવા મળી હતી.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

પોલીસના જણાવ્યા મુજબ આ ટ્રકે રાહદારી અને સાયકલ સવારોને કચડ્યાં બાદ સ્કૂલબસને પણ અડફેટે લીધી હતી.

ઇમેજ સ્રોત, AFP/Getty Images

ઇમેજ કૅપ્શન,

પોલીસે આ ટ્રકના 29 વર્ષના ડ્રાઇવરને ગોળી મારી ઝડપી લીધો છે. યુએસ મીડિયા પ્રમાણે આ ટ્રક ડ્રાઇવરનું નામ સૈફિલો સાઇપૉ છે. જે 2010માં યુએસમાં આવી અને ફ્લોરિડામાં સ્થાયી થયો.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

કેટલાંક ઘાયલોને તાત્કાલિક સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

તો કેટલાક લોકોને તાત્કાલિક રીતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, AFP/Getty Image

ઇમેજ કૅપ્શન,

આ ઘટનાથી નજરે જોનારા ઘણા લોકોને આઘાત લાગ્યો હતો. પોલીસે લોકોને વિનંતી કરી હતી કે આ વિસ્તાર પર લોકો ન જાય કારણ કે ઇમરજન્સી સેવાની કામગીરી ચાલી રહી હતી.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

પોલીસે ડોગ સ્કવૉડની મદદ પણ લીધી હતી.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

નજીકની શાળામાંથી તરત જ બાળકોને લેવા તેમને માતા-પિતા પહોંચી ગયા હતા. પોલીસે આ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

ટોચના અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. ન્યૂ યૉર્કના મેયર બિલ દે બ્લાસિઓએ કાયર ત્રાસવાદી હુમલો ગણાવ્યો હતો. યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભોગ બનનારા લોકો અને તેમના પરિવારોને ટ્વીટ કરી સાંત્વના પાઠવી હતી.