સ્પૉર્ટ્સની દુનિયામાં મહિલાઓનો રૂચિ ઓછી કેમ?

ફોર્બ્સની યાદી મુજબ વિશ્વના સૌથી વધુ કમાતા 100 ઍથ્લીટ્સમાં મહિલા ખેલાડી પહેલા પચાસ નંબરમાં પણ નથી.

સેરેના વિલિયમ્સની ગણતરી વિશ્વની સર્વશ્રેષ્ઠ મહિલા ટેનિસ ખેલાડી તરીકે થાય છે, છતાં તેમનો નંબર 51મો છે.

પુરુષોમાં ચોથા ક્રમના રોજર ફેડરર તેમનાથી બમણું કમાય છે. એ જોતા લાગે છે કે છોકરીઓને સ્પૉર્ટ્સમાં રસ લેતા કરવી જોઇએ.

છોકરીઓ સ્પૉર્ટસમાં રુચિ ત્યારે લે છે, જ્યારે તેમને છોકરીઓનો સાથ મળે છે.

એટલે કદાચ તેમને રમાડવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે – તેમની સાથે રમો. રમવા માટે પ્રોત્સાહન આપો.

BBC 100 WOMEN શ્રેણી હેઠળ બીબીસી આપની સમક્ષ મહિલાઓનાં સંઘર્ષ, સિદ્ધિ અને વિષયો પર ચર્ચા કરી રહ્યું છે. આ વીડિયો એ શ્રેણીના ભાગરૂપ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો