ડાઇવર્સિટી ગ્રીનકાર્ડ લૉટરી: મેરિટ વિઝા આપવાની ટ્રમ્પની ઇચ્છા

અમેરિકાના રાષ્ટ્રધ્વજ પાસે નાગરિકત્વની શપથ લેતા લોકો Image copyright Getty Images

અમેરિકામાં કાયમી ધોરણે સ્થાયી થવાનું સપનું જોતા લોકોને આંચકો લાગી શકે છે. 22 વર્ષથી ચાલતી અમેરિકાની ગ્રીનકાર્ડ લૉટરીને રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ બંધ કરવા માગે છે.

ડાઇવર્સિટી વિઝા લૉટરીથી દર વર્ષે ઑક્ટોબરમાં દુનિયાભરમાંથી લગભગ એક કરોડ ચાલીસ લાખ લોકો અમેરિકાના ગ્રીનકાર્ડ માટે અરજી કરે છે.

1995થી શરૂ થયેલા આ પ્રોગ્રામને ગ્રીનકાર્ડ લૉટરી તરીકે ઓળખવામાં આવે છે.

તમને આ પણ વાંચવું ગમશે

તાજેતરમાં ન્યૂ યૉર્કમાં ટ્રક દ્વારા લોકોને કચડી નાખનારા ટ્રક ડ્રાઇવરે વર્ષ 2010માં લૉટરી સિસ્ટમથી ગ્રીનકાર્ડ મેળવ્યું હતું. જેના કારણે આ માંગે ફરી જોર પકડ્યું છે.

આ પહેલાં પણ ટ્રમ્પે મેરિટના આધારે ગ્રીનકાર્ડ લૉટરી શરૂ કરવાની વાતને સમર્થન આપ્યું હતું.


લૉટરી સિસ્ટમ શું છે?

Image copyright AFP/Getty Images

આ લૉટરી પ્રોગ્રામ થકી દર વર્ષે પચાસ હજાર લોકોને વિઝા અપાય છે.

આ પ્રક્રિયામાં કમ્પ્યૂટર સિસ્ટમની મદદ વડે લૉટરીથી કોઇને પણ વ્યક્તિને વિઝા મળી શકે છે.

આ રીતે વિઝા માટે અરજકર્તા પાસે યુએસમાં નિવાસ માટે સ્પૉન્સરશિપ, યુએસમાં નોકરી કે પરિવાર હોવાં જરૂરી નથી.

છેલ્લા પાંચ વર્ષમાં જે દેશોના નાગરિકોને પચાસ હજાર વિઝા મળી ગયા હોય તે દેશના નાગરિકો આ લૉટરી વિઝા માટે અરજી નથી કરી શક્તા.

તમને આ પણ વાંચવું ગમશે

જેમાં ભારત, યુકે, કેનેડા, મેક્સિકો અને ચીન જેવા દેશોનો પણ સમાવેશ થાય છે.

આ લૉટરી વિઝા માટે ફક્ત હાઈસ્કૂલ શિક્ષણ અથવા જે દેશના નાગરિક હોય તે દેશનું તેને સમકક્ષ શિક્ષણ મેળવેલું હોવું જોઇએ.

આવા વિઝા મેળવેલા લોકો તેમના જીવનસાથીને અને બાળકોને પણ અમેરિકા લાવી શકે છે. આ રીતે લોકોને મળતા વિઝાની પ્રોસેસ પણ ટ્રમ્પ બંધ કરવા માગે છે.

Image copyright Getty Images

દર વર્ષે યુએસ દ્વારા આપવામાં આવતા દસ લાખ ગ્રીનકાર્ડ વિઝામાંથી થોડો ભાગ આ ડાઇવર્સિટી ગ્રીનકાર્ડ લૉટરીથી આપવામાં આવે છે.

અરજકર્તાનો યુએસના ઇમિગ્રેશન ઑફિસર સાથે રૂબરૂ ઇન્ટર્વ્યૂ પણ થાય છે.

જે અરજકર્તાનો કોઈ ત્રાસવાદી સંબંધ મળે તો તરત જ તેમને અયોગ્ય ઠેરવવામાં આવે છે.

વિઝા લૉટરીને 1980ના ઇમિગ્રેશન ઍક્ટ હેઠળ રજૂ કરવામાં આવી હતી, જેની શરૂઆત વર્ષ 1995માં થઈ.

ડૉક્યુમેન્ટ વગરના હજારો આઇરિશ લોકો જ્યારે 1980ના દાયકાના અંતે અમેરિકા આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમને વેગ મળ્યો હતો.

વર્ષ 1965ના કાયદામાં કૌશલ્યપૂર્ણ કામદારો અને પરિવારની સ્પોન્સરશિપને પ્રાધાન્ય અપાતું હતું.

પરંતુ વિવેચકો મુજબ આ કાયદાએ મેક્સિકો, ભારત, ચીન, ફિલિપિન્સ જેવા દેશોના નાગરિકોને ફાયદો મળ્યો હતો.


શું ટ્રમ્પ લૉટરી સિસ્ટમ બંધ કરશે?

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પાસે આ સિસ્ટમ બંધ કરવાનો અધિકાર નથી. તેમને યુએસની કોંગ્રેસ પર તેના માટે આધાર રાખવો પડે છે.

ધ રિફોર્મિંગ અમેરિકન ઇમિગ્રેશન ફૉર સ્ટ્રોન્ગ ઇમપ્લૉયમન્ટ(RAISE) બિલને ફેબ્રુઆરી 2017માં સેનેટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. ત્યારે ટ્રમ્પનાં સમર્થન છતાં તે બિલને પાસ થવા પૂરતા મત નહોતા મળી શક્યા.

કોંગ્રેસના સભ્યો પહેલાં પણ કહી ચૂક્યા હતા કે દેશની ઇમિગ્રેશન સિસ્ટમમાં ફેરફાર કરવાની પ્રાથમિક્તા નથી. પહેલાં આરોગ્યસેવા અને ટૅક્સ સિસ્ટમમાં કામ કરવાની જરૂર છે.

કાયદો લાવવાનો હેતુ યુરોપિયન ઇમિગ્રેશન વધારવાનો હતો, પરંતુ તેને કારણે આફ્રિકામાંથી થતા ઇમિગ્રેશનનો રેશિયો વધ્યો છે.

2015માં છ મુસ્લિમ દેશોના જે સાડા દસ હજાર નાગરિકોને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવ્યા છે.

તેઓ આ ડાઇવર્સિટી લૉટરી સિસ્ટમથી અમેરિકામાં આવ્યા હોવાનું યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો