મોદી સાથે મુલાકાત કરનાર ક્યૂટ પ્રિન્સ

ભુતાનનો રાજવી પરિવાર મોદીને મળવા પહોંચ્યો ત્યારે યુવરાજે ધ્યાન ખેંચ્યું હતું.

ઇમેજ કૅપ્શન,

ભુતાનનો રાજકુમાર શાહી પીળો ઝભ્ભો પહેરી અને મનમોહક સ્મિત સાથે મનપસંદ રમકડાંની કાર પાસે રાખી પોઝ આપી રહ્યા છે. રાજકુમારે 5 ફેબ્રુઆરી, 2017ના રોજ પોતાનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો.

ઇમેજ કૅપ્શન,

આ નાના રાજકુમારના જન્મ સમયે ઉજવણી માટે ભુતાનની આસપાસ એક લાખથી વધારે વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. જે ભારત અને ચીન વચ્ચે સ્થિત છે.

ઇમેજ કૅપ્શન,

ભુતાનની મીડિયા માટેની રોયલ ઓફિસ દ્વારા બનાવાયેલ યલો વેબસાઇટે જણાવ્યું હતું કે રાજકુમારનું આ વિશિષ્ટ મનમોહક કેલેન્ડર ડાઉનલોડ માટે ફ્રી છે.

ઇમેજ કૅપ્શન,

ફેસબુક પર એક પ્રશંસકે જણાવ્યું હતું કે દરેક બાળક મોહક હોય છે પરંતુ આ રોયલ રાજકુમારે મારું હૃદય જીતી લીધું છે.

ઇમેજ કૅપ્શન,

સૌથી નાના શાસકો પૈકી એક રાજા જીગમે ખેસર નામગ્યેલ વાંગચૂક ભુતાન પર શાસન કરી રહ્યાં છે. આ ફોટો તેમના પારિવારિક ઘર લિંગકાના પેલેસનો છે.

ઇમેજ કૅપ્શન,

સોશિઅલ મીડિયાએ આ શાહી પરિવારના પરિવર્તનને દર્શાવવા અને તસવીરોની ગોઠવણી કરવામાં મદદ કરી છે. ઉલ્લેખનીય છે કે તે સ્થળે ઇન્ટરનેટ 1999માં આવ્યું હતું. પરંતુ રાણી જેતસન પેમા ઘણીવાર પરિવારના અંગત ફોટા ફેસબુક પર પોસ્ટ કરતા હોય છે.

ઇમેજ કૅપ્શન,

પેલેસના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે લોકો રાજકુમાર સમક્ષ રક્ષણાત્મક પ્રતિભાવ ધરાવે છે અને તેમના જીવનનો ભાગ બનવા ઈચ્છે છે. તેમણે જણાવ્યું, ’’અમે બધાં જ તેમનો ઉછેર થતો જોવાનો અને તેમના જીવનના દરેક તબક્કાનો ભાગ બનવા માટે ગર્વનો અનુભવ કરીએ છીએ.’’